ગુજરાત

gujarat

Adipurush Releases on OTT: 'આદિપુરુષ' OTT પર રિલીઝ, ફિલ્મ કયાં જોવી તે માટે અહિં જાણો

By

Published : Aug 11, 2023, 5:26 PM IST

પ્રભાસ અને કૃતિ સેનન અભિનીત પૌરાણિક નાટક પર આધારિત ફિલ્મ આદિપુરુષ OTT પ્લેટફોર્મ પર રિલીઝ થઈ ગઈ છે. આદિપુરુષ એ સૌથી મોંઘી ફિલ્મ છે. આ ફિલ્મમાં પ્રભાસ, કૃતિ સેનન, સૈફ અલી ખાન જેવા મોટા કલાકારો સામેલ છે. આદિપુરુષ OTT પર ક્યાં રિલીઝ થશ તે જાણવા માટે આગળ વાંચો.

'આદિપુરુષ' OTT પર રિલીઝ, ફિલ્મ કયાં જોવી તે માટે અહિં જાણો
'આદિપુરુષ' OTT પર રિલીઝ, ફિલ્મ કયાં જોવી તે માટે અહિં જાણો

હૈદરાબાદ:પ્રભાસને ભગવાન રામ તરીકે દર્શાવતુ પૌરામિક નાટક આદિપુરુષ આખરે ઓનલાઈન લસ્ટ્રીમિંગ થઈ ગયું છે. આદિપુરુષ ફિલ્મ થિયેટિકલ ડેબ્યુના બે મહિનાથી વધુ સમય પછી ઓનલાઈન સ્ટ્રીમિંગ થયું છે. આ ફિલ્મ શરુઆતથી જ ઘણા વિવાદોનો સામનો કર્યો છે. આ ફિલ્મને શરુઆતમાં મશ્ર પ્રતિસાદ મળ્યો હતો. હવે આ ફિલ્મ ડિજિટલ ક્ષેત્રે રિલીઝ થતાં દર્શકોનું ધ્યાન ખેંચ્યું છે.

આદિપુરુષ કયા OTT પ્લેટફોર્મ પર જોવા મળશે: આદિપુરુષ આકરી ટીકાનો સામનો કરવા છતાં, પ્રભાસના ચાહકો આદિપુરુષની OTT પર રિલીઝ થવાની રાહ જોઈ રહ્યાં હતાં. આશ્યર્યની વાત એ છે કે, કોઈ પણ પ્રકારની જાહેર કરવામાં આવી ન હતી. OTT પર રિલીઝ થતાં જ ચાહકોમાં ઉત્તેજનાનું મોજુ ફરી વળ્યું છે. આદિપુરુષે એમોઝોન પ્રાઈમ વીડિયો અને નેટફ્લિક્સ બંને સાથે ડિજિટલ વિતરણ અધિકારની સંમતિ મેળવી છે. ફિલ્મની OTT રિલીઝ વાસ્તવિક્તા બની ગઈ છે. આ ફિલ્મ ઘણી સાઉથ ભાષાઓમાં સ્ટ્રિમિંગ માટે ઉપ્લબ્ધ છે. મલયાલમ, તેલુગુ, તમિલ અને કન્નડ એમેઝોન પ્રાઈમ વીડિયો પર જ્યારે હિન્દી વર્ઝન નેટફ્લિક્સ પર એક્સેસિબલ છે.

આદિપુરુષ ફિલ્મ વિવાદ: આદિપુરુષ રુપિયા 700 કરોડના અહેવાલ બજેટ માટે જાણીતી ફિલ્મ છે. આ ફિલ્મ ત્યાર સુધીની સૌથી મોંઘી ભારતીય ફિલ્મ તરીકેનું સ્થાન ધરાવે છે. ઓમ રાઉતના નિર્દેશનમાં બનેલી ફિલ્મના વિઝ્યુઅલ ઇપેક્ટ્સ અને સંવાદ લેખકને લઈ આકરી ટિકાઓ થઈ હતી. આ ઉપરાંત વિવાદાસ્પદ હનુમાન સંવાદો અને કોટા અર્થઘટન જેવા ઘણા કારણોસર ફિલ્મનો વિરોધ કરવામાં આવ્યો હતો.

આદિપુરુષ ફિલ્મના કલાકારો: ફિલ્મના સંવાદ લેખક મનોજ મુન્તાશીરેની ખુબ જ ટિકાઓ થઈ હતી. આ ફિલ્મમાં ભગવાન રામ તરીકે પ્રભાસ, જાનકી તરીકે કૃતિ સેનન, લક્ષ્મણ તરીકે સની સિંઘ, લંકેશ તરીકે સૈફ અલી ખાન અને હનુમાન તરીકે દેવદત્તે મુખ્ય ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મ ઓમ રાઉતની રેટ્રોફાઈલ્સ સાથે મળીને ટી- સિરીઝના ભૂષણ કુમાર અને ક્રિષ્ના દ્વારા નિર્મિત છે. તારીખ 16 જૂનના રોજ થેટરોમાં રિલીઝ થયા પછી આ ફિલ્મ થિયેટરોમાં સારો દેખાવ કરવામાં નિષ્ફળ રહી છે.

  1. Parineeti Chopra Video: પરિણીતી ચોપરા રાઘવ ચઢ્ઢા મુંબઈ એરપોર્ટ પર સ્પોટ થયા, ચાહકે કહ્યું લગ્ન ક્યારે ?
  2. Alia Bhatt Hollywood Debut: આલિયા ભટ્ટનું હોલિવુડમાં ડેબ્યૂ, 'હાર્ટ ઓફ સ્ટોન'માં અભિનેત્રીની પ્રતિભાનો ઓછો ઉપયોગ
  3. Rani Mukerji Miscarriage: એક ઈવેન્ટમાં રાની મુખર્જીએ કર્યો મોટો ખુલસો, ઘટના સાંભળી થશે અચરજ

ABOUT THE AUTHOR

...view details