ગુજરાત

gujarat

વડોદરા આયુર્વેદિક સિરપની આડમાં નશાનો સામાન સપ્લાય કરતી ફેક્ટરી પર PCB ના દરોડા

By

Published : Dec 1, 2021, 7:07 PM IST

હાલમાં સમગ્ર રાજ્યમાં નશીલા પદાર્થો પકડી પાડવા પોલીસની ડ્રાઈવ ચાલી રહી છે અને પોલીસને રોજ રોજ નવી સફળતા પણ મળી રહી છે ત્યારે વડોદરા પીસીબીએ(Vadodara PCB raids)આયુર્વેદિક સિરપની(Alcoholic syrup) આડમાં આલ્કોહોલ બનાવતી ફેક્ટરી પર દરોડા પાડ્યા હતા અને લાખો રૂપિયાનો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો.પરંતુ સમગ્ર નેટવર્કનો માસ્ટરમાઈન્ડ હજી પોલીસ પકડથી દુર છે.

pcb raids factory
pcb raids factory

  • વડોદરા શહેર નજીકના સાંકરદા ખાતે આવેલ દુર્ગા ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટમાં પીસીબીના દરોડા
  • આયુર્વેદિક સિરપની આડમાં શંકાસ્પદ આલ્કોહોલિક સિરપ બનાવામાં આવતું હતું
  • આલ્કોહોલિક સિરપ બનાવવાના ઉપકરણો સાથે લાખો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત


વડોદરા:શહેર નજીકના સાંકરદા ખાતે આવેલ દુર્ગા ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટમાં આયુર્વેદિક સિરપની આડમાં શંકાસ્પદ આલ્કોહોલિક સિરપ બનાવતી ફેક્ટરી પર આજે પીસીબીની(Vadodara PCB raids) ટીમે દરોડા પાડી સમગ્ર કાવતરાનો પર્દાફાશ કર્યો હતો.પીસીબીએ સ્થળ પરથી સિરપની બોટલો સહિત આલ્કોહોલિક સિરપ(Alcoholic syrup) બનાવવાના ઉપકરણો મળી લાખો રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.પીસીબીની ટીમને બાતમી મળી હતી કે, સાંકરદા ખાતે આવેલ દુર્ગા ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટમાં આયુર્વેદિક સિરપની આડમાં આલ્કોહોલિક સિરપ બનાવવામાં આવે છે.

VADODARA PCB raids factory supplying Alcoholic syrup in Vadodara

બાતમીના આધારે પીસીબીએ સ્થળ પર દરોડા પાડ્યા હતા. આ દરોડા દરમિયાન સ્થળ પરથી આલ્કોહોલની ગંઘ આવી રહી હતી. જેને ધ્યાને લઈ સ્થળ પર રહેલ સિરપની બોટલના માર્કા જોવામાં આવ્યા હતા. જેમાં તામામ સિપરની બોટલ પર લખવામાં આવ્યું હતું કે આ આયુર્વેદિક સિરપ છે. આ ઉપરાંત બોટલ પર કોઈ કંપનીનું નામ પણ ન હતું. આ સિરપ બનાવવાનો માલસામાન ચકાસતા તે અલગ-અલગ કેમિકલ હોવાનું જાણવા મળ્યું હતું. જેથી એફએસએલની ટીમને સ્થળ પર બોલાવવામાં આવી હતી. જેમાં તપાસ દરમિયાન તે કેમિકલ આલ્કોહોલ હોવાનું સામે આવ્યુ હતું. ત્યારબાદ ફેક્ટરી અંગે તપાસ કરતા આ ફેક્ટરી એક મહિનાથી ભાડે રાખી હોવાનું ખલ્યું હતું.

દરોડા દરમિયાન પીસીબીએ સિરપની બોટલો સહિત આલ્કોહોલિક સિરપ બનાવવાના ઉપકરણો સાથે લાખો રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. જ્યારે સ્થળ પરથી ત્રણ શખ્સોની અટકાયત કરવામાં આવ્યા છે. તેમજ આ સમગ્ર મામલે પીસીબીએ નંદેસરી પેલીસ સ્ટેશન ખાતે અરજી નોંધી આલ્કોહોલિક સિરપના કૌભાંડ સાથે સંકડાયેલ માસ્ટરમાઈન્ડની ખોજ આરંભી છે

ABOUT THE AUTHOR

...view details