ગુજરાત

gujarat

વડોદરા કોંગ્રેસનું Jan Jagram Abhiyan યોજાયું, ભાજપ શાસનને પ્રજાવિરોધી ગણાવ્યું

By

Published : Nov 18, 2021, 8:47 PM IST

આજે જનતાની વ્યથા અને સરકારની નિષ્ફળતા અંગે કોંગ્રેસનું ( Congress ) ‘‘જન જાગરણ અભિયાન’’ ( Jan Jagram Abhiyan ) યોજાયું હતું. અભિયાન દરમિયાન ભાજપના રાજમાં ( BJP ) મોંઘવારી, બેરોજગારી સહિતના મુદ્દે પ્રજાને પડી રહેલ પારાવાર મુશ્કેલીઓ અને ભાજપ સરકારની નિષ્ફળતાને ઉજાગર કરવામાં આવ્યા હતાં.

વડોદરા કોંગ્રેસનું Jan Jagram Abhiyan  યોજાયું, ભાજપ શાસનને પ્રજાવિરોધી ગણાવ્યું
વડોદરા કોંગ્રેસનું Jan Jagram Abhiyan યોજાયું, ભાજપ શાસનને પ્રજાવિરોધી ગણાવ્યું

  • સરકારની નિષ્ફળતાના આક્ષેપ સાથેે કોંગ્રેસનું ‘‘જન જાગરણ અભિયાન’’ યોજાયું
  • મોંઘવારી, બેરોજગારી સહિતના મુદ્દે પ્રજાને પડી રહી છેપારાવાર મુશ્કેલીઓઃ કોંગ્રેસ
  • વડોદરાના સમા હરણી રોડ ખાતે યોજાયું

વડોદરાઃ કોંગ્રેસ દ્વારા ‘‘જન જાગરણ અભિયાન’’ ના ( Jan Jagram Abhiyan ) ભાગરૂપે વડોદરાના સમા હરણી રોડ ખાતે ગુજરાત પ્રદેશ પ્રભારી રઘુ શર્મા ( Raghu Sharma ) , પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા , વિપક્ષનેતા પરેશ ધાનાણી, પૂર્વ કેન્દ્રીયપ્રધાન ભરતસિંહ સોલંકી, કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલ અને પૂર્વ પ્રદેશ પ્રમુખ સિદ્ધાર્થ પટેલ, રાજસ્થાનના આરોગ્યપ્રધાન અને ગુજરાત કોંગ્રેસના સંગઠન પ્રભારી રઘુ શર્માએ જન સભા સંબોધી હતી.

ભાજપ સરકારની નિષ્ફળતાને ઉજાગર કરવામાં આવી

ભાજપ શાસનને પ્રજાવિરોધી ગણાવાયું

કોંગ્રેસે ( Congress ) ભાજપને ( BJP ) પ્રજાવિરોધી, ભ્રષ્ટ અને અણઘડ ગણાવી કહ્યું કે ભાજપ શાસનમાં ગુજરાતનો સામાન્ય-મધ્યમ વર્ગ પીસાઈ રહ્યો છે. લાખો યુવાનો બેરોજગારીનો સામનો કરી રહ્યાં છે. બહુત હુઈ મહેંગાઈ કી માર’ જેવા રૂપકડા ભ્રામક સુત્રો આપીને ભાજપ સરકારે સત્તા મેળવી છે. તેમજ જણાવ્યું હતું. કોંગ્રેસ પક્ષ દ્વારા આગામી તા. 14મી નવેમ્બર, 2021 ના રોજથી 29 નવેમ્બર સુધી દેશ વ્યાપી ‘‘જન જાગરણ અભિયાન’’ ( Jan Jagram Abhiyan ) અંતર્ગત ગુજરાતના 33 જિલ્લા અને 8 મહાનગરોમાં ઘરે ઘરે જઈ પત્રિકાઓ-સંવાદનાં માધ્યમથી પ્રજાકીય પ્રશ્નોની જાગૃતિ અને સરકારની નિષ્ફળતાને ઉજાગર કરવાના કાર્યક્રમો શરૂ કરવામાં આવ્યા છે.

આ પણ વાંચોઃ બનાસકાંઠાનાં દિયોદર ખાતે કોંગ્રેસનો 'જન યાત્રા' કાર્યક્રમ યોજાયો હતો

આ પણ વાંચોઃ Congress in-charge of Gujarat Raghu Sharma એ અંબાજીમાં દર્શન બાદ જનજાગૃતિ અભિયાનની શરૂઆત કરી

ABOUT THE AUTHOR

...view details