ગુજરાત

gujarat

Petrol and Diesel Price Hike: વડોદરામાં પેટ્રોલ ડીઝલના ભાવ વધારા સામે વિરોધ

By

Published : Jun 29, 2021, 1:02 PM IST

વડોદરામાં પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાનો ટીમ રીવોલ્યુશને અનોખો વિરોધ કર્યો હતો. કોરોનાના કપરાકાળમાં રોજગારી ઘટી રહી છે.તો બીજી તરફ મોંઘવારી કૂદકે ને ભૂંસકે વધી રહી છે. પેટ્રોલ ડીઝલના ભાવમાં સતત વધારો (Petrol and Diesel Price Hike) નોંધાઇ રહ્યો છે. ટીમ રિવોલ્યુશને પેટ્રોલના ભાવ વધારાનો અનોખો વિરોધ કર્યો હતો.

વડોદરા
વડોદરા

  • પેટ્રોલ અને ડીઝલમાં થયેલા ભાવ વધારા સામે અનોખો વિરોધ
  • વડોદરાની ટીમ રિવોલ્યુશને લોકોને પેટ્રોલ મફતમાં પુરાવી આપ્યું
  • મફતમાં પેટ્રોલ ભરાવવા સુભાનપુરાના પેટ્રોલ પંપ ઉપર વાહનચાલકોની લાઈનો લાગી

વડોદરા: પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાનો ટીમ રીવોલ્યુશને અનોખો વિરોધ કર્યો હતો. લોકોને મફત પેટ્રોલ આપી ભાજપના સુત્રોચાર પર કટાક્ષ કરવામાં આવ્યા હતા. જ્યારે પેટ્રોલ પંપ ઉપર મફતમાં પેટ્રોલ ભરાવવા આવેલા લોકોની લાંબી લાઈનો લાગી હતી.

ભાજપના સૂત્રો બોલનાર લોકોને 1 લીટર પેટ્રોલ મફતમાં અપાવ્યું

કોરોનાના કપરાકાળમાં રોજગારી ઘટી રહી છે. તો બીજી તરફ મોંઘવારી કૂદકે ને ભૂંસકે વધી રહી છે.પેટ્રોલ ડીઝલના ભાવમાં સતત વધારો નોંધાઇ રહ્યો છે.ટીમ રિવોલ્યુશને પેટ્રોલના ભાવ વધારા (Petrol and Diesel Price Hike) નો અનોખો વિરોધ કર્યો હતો. સુભાનપુરા પેટ્રોલ પંપ ઉપર પ્લે કાર્ડ સાથે ઉભા રહી ટીમ રિવોલ્યુશને ભાજપના સૂત્રો બોલનાર વાહનચાલકોને 1 લીટર પેટ્રોલ મફત અપાવ્યું હતું.

આ પણ વાંચો: ગુજરાત કોંગ્રેસ 11 June ના રોજ પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા મુદ્દે કરશે રાજ્યવ્યાપી ધરણા પ્રદર્શન

ટીમ રિવોલ્યુશને પેટ્રોલના ભાવ વધારાનો અનોખો વિરોધ કર્યો

સરકારને 31 રૂપિયામાં પેટ્રોલ મળે અત્યારે 95-100 રૂપિયામાં વેચતા મોંઘવારી લોકોના માથે પડી: સ્વેજલ વ્યાસ

ટીમ રીવોલ્યુશનના સંયોજક સ્વેજલ વ્યાસે જણાવ્યું હતું કે, ભાજપના સૂત્રો દેખાડા પૂરતા હોય છે. તેમણે ભાજપ પર કટાક્ષ કરતા જણાવ્યું કે, ભારતીય જનતા પાર્ટી (bjp) નું શાસન હતુ. 2014 પહેલાં જ્યારે એક રૂપિયો પેટ્રોલનો ભાવ વધતો હતો, ત્યારે નખથી લઈને નડિયા સુધીની તમામ તાકાત ભારતીય જનતા પાર્ટી લગાવી દેતુ હતુ. દરેક ચોકડી પર દરેક જગ્યાઓ પર લોકો બહાર નીકળી વિરોધ કરતા હતા. જ્યારે હવે તેમનું શાસન છે અને પેટ્રોલ 31 રૂપિયાનું સરકારને મળે છે. એ પેટ્રોલ અત્યારે 95-100 રૂપિયામાં વેચાય છે. ત્યારે જે મોંઘવારી જનતાના માથે પડી છે.

આ પણ વાંચો:પાલનપુરમાં પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા સામે કોંગ્રેસનો વિરોધ પ્રદર્શન : 40 કાર્યકર્તાઓની અટકાયત

તાનાશાહી તંત્ર થઈ ગયું છે. જેના કારણે જનતા બેસી રહી છે

લોકોને હેરાનગતિ થઈ રહી છે. તેની સામે બોલવા માટે કોઈ જ નથી કારણ કે તાનાશાહી તંત્ર થઈ ગયું છે. જેના કારણે જનતા બેસી રહી છે. આજે હજારોની સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના જ સપોર્ટરો અને ભાજપાના લોકો આવ્યા છે તે લોકો પેટ્રોલ ભરાવા આવ્યા છે. વિરોધ કરવા નહીં કેમ કે વિરોધ કરતા તેઓ ભય અનુભવે છે. આ વસ્તુ ખોટી છે. આનો અમારે વિરોધ કરવો જોઈએ. જેથી અમે એમને એ ચિત્ર દર્શાવી રહ્યા છે કે, તમે ભાજપના છો તો તમને અહીં આવતા શરમ આવી જોઇએ. કારણ કે, તમારા રાજમાં આટલું બધું પેટ્રોલ મોંઘુ થઈ ગયું છે. જે અહીં આવે છે તેમની પાસે ભારત માતાકી જય, વંદે માતરમ એટલા માટે બોલાવી રહ્યા છે. દેશમાં પેટ્રોલ અને મોંઘવારી એટલી બધી વધારી દીધી છે કે, આમ લોકોની કમર તૂટી ગઈ છે એટલે એ સૂત્ર લોકોને યાદ આવે એની માટે અમે આ સૂત્ર લોકો પાસેથી બોલાવી તેમને મફતમાં પેટ્રોલ આપ્યું છે.

ABOUT THE AUTHOR

...view details