ગુજરાત

gujarat

ગંદકી વચ્ચે 2 યુવાનોએ 2500 સ્ક્વેર ફૂટ લાંબુ પેઇન્ટિંગ બનાવી આપ્યો આ સંદેશો

By

Published : Sep 17, 2022, 4:04 PM IST

ગંદકી વચ્ચે બે યુવાનોએ 2500 સ્ક્વેર ફૂટ લાંબુ પેઇન્ટિંગ બનાવી લોકોને આપ્યો આ સંદેશો
ગંદકી વચ્ચે બે યુવાનોએ 2500 સ્ક્વેર ફૂટ લાંબુ પેઇન્ટિંગ બનાવી લોકોને આપ્યો આ સંદેશો ()

વડાપ્રધાન મોદીના જન્મદિવસ પર વડોદરાના બે યુવાનનું (pm modi birthday) અનોખું કાર્ય સામે આવ્યું છે. શહેરની નરહરિ હોસ્પિટલની પાસે 15 દિવસની મહેનત કરીને લોકોને અનોખો સંદેશો આપ્યો છે. (painting message in vadodara)

વડોદરા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણીના પ્રસંગે (pm modi birthday) સમગ્ર દેશમાં વિવિધ કાર્યક્રમો આયોજન કરવામાં આવ્યા છે. ત્યારે વડોદરા શહેરના બે કલાકારો છેલ્લા 15 દિવસથી મહેનત કરીને એક પેઇન્ટિંગ તૈયાર કર્યું છે. આ પેઇન્ટિંગ 2500 સ્ક્વેર ફૂટ લાંબુ છે. તેમજ બે યુવાનો દ્વારા પેઇન્ટિંગ બનાવીને નગરજનોને સ્વસ્છતા અને પર્યાવરણનો સંદેશ આપ્યો હતો. (painting message in vadodara)

PM મોદીના જન્મદિવસ પર ગંદકીમાં યુવાનોએ આપ્યો લોકોને સંદેશો

ગંદકી પર પેઇન્ટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વચ્છતા અભિયાનના સૂત્રને સાર્થક થાય તેવા ઉમદા અભિગમ સાથે શહેરના ફતેગંજ વિસ્તારમાં આવેલા નરહરી હોસ્પિટલ પાસે ચિત્ર બનાવવામાં આવ્યું છે. નરહરી હોસ્પિટલની (Painting near Narahari Hospital) સામે કમાટીબાગ પાસે અસહ્ય ગંદકી અને પાનની પિચકારીઓ મારી લોકોએ દિવાલની હાલત ખરાબ કરી નાખી હતી. પરંતુ શહેરના બે યુવાનોએ પાનની પિચકારી મારનાર શરમ આવે તે પ્રમાણે કામ કર્યું છે. (PM Modi birthday on Painting in Vadodara)

યુવાનોએ આપ્યો સંદેશો શહેરના રુચિકા પટણી અને જગદીશ નામના બે યુવા આર્ટીસ્ટ દ્વારા તબક્કા વાર વડોદરા શહેરના વિવિધ વિસ્તારોને સ્વચ્છ કરવાનું જાણે બીડું ઝડપ્યું હતું. જેના ફળ સ્વરૂપ GIPCL કંપનીએ પોતાના CSR ફંડમાંથી પાંચ લાખનું માતબર અનુદાન આપી બંને યુવા આર્ટિસ્ટોને સ્વચ્છતા અભિયાન અંતર્ગત પ્રોત્સાહિત કર્યા હતા. 15 દિવસની મહેનત બાદ કમાટીબાગની 2500 સ્ક્વેર ફૂટ લાંબી દીવાલને સ્વચ્છતા તેમજ પર્યાવરણના જતન માટે સંદેશો આપ્યો હતો. swachhta abhiyan painting message in vadodara, happy birthday modi

ABOUT THE AUTHOR

...view details