અમદાવાદમાં મેડિકલ કોલેજનું નામ બદલીને નરેન્દ્રભાઇ મોદી મેડિકલ કૉલેજ રાખવામાં આવ્યું

author img

By

Published : Sep 15, 2022, 7:41 PM IST

Updated : Sep 17, 2022, 1:59 PM IST

નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજ, જાણો અમદાવાદની કઇ મેડિકલ કોલેજનું તાકીદે બદલાયું નામ
નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજ, જાણો અમદાવાદની કઇ મેડિકલ કોલેજનું તાકીદે બદલાયું નામ ()

અમદાવાદ કોર્પોરેશન દ્વારા સંચાલિત મણિનગર વિસ્તારમાં આવેલી LG હોસ્પિટલના પરિસરમાં આવેલી મેટ મેડિકલ કોલેજનું નામ નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજ રાખવામાં આવ્યું છે. LG Medical College Ahmedabad Renamed , Narendra Modi Medical College , New Medical Collages in Gujarat 2022

અમદાવાદ : દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 17 સપ્ટેમ્બરે 72મા વર્ષમાં પ્રવેશ ( 72nd birthday of PM Modi ) કરે તે પહેલાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણી કરતાં ( PM Modi Birthday Celebration ) અમદાવાદ કોર્પોરેશન દ્વારા મહત્વની ભેટ આપવામાં આવી રહી છે. આજે મળેલી અમદાવાદ કોર્પોરેશન સ્ટેન્ડીગ કમિટી (Ahmedabad Corporation Standing Committee) દ્વારા એએમસી મેટ મેડિકલ કોલેજનું નામ નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજ (Narendra Modi Medical College ) રાખવામાં આવ્યું છે.

  • આ અવસરે મુખ્યમંત્રીશ્રીએ અમદાવાદમાં વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કર્યું હતું, જેમાં ડૉ. વસ્ત્રાલ ખાતે ઓડીટોરીયમના લોકાર્પણ, થલતેજમાં કમ્યૂનિટી હેલ્થ સેન્ટરનું ખાતમુહૂર્ત તેમજ ખોખરા વિસ્તારની મેડિકલ કૉલેજનું 'નરેન્દ્રભાઇ મોદી મેડિકલ કૉલેજ' નામાભિધાનનો સમાવેશ થાય છે. pic.twitter.com/rhereWhIOy

    — CMO Gujarat (@CMOGuj) September 17, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

એલજી મેડિકલ કોલેજ અમદાવાદનું નવું નામ મણિનગરમાં આવેલી એલજી હોસ્પિટલ પરિસરમાં આવેલી મેડિકલ કોલેજનું ( LG Medical College Ahmedabad Renamed ) નામ બદલીને હવે નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજ રાખવામાં આવશે. આ અંગેની સ્ટેન્ડિંગ કમિટીમાં દરખાસ્ત મૂકાઇ હતી જે સર્વાનુમતે મંજૂર થતાં મેડિકલ કોલેજનું નામ બદલીને નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજ (Narendra Modi Medical College ) કરવામાં આવશે.

અમદાવાદ કોર્પોરેશન દ્વારા પીએમ મોદીને જન્મદિવસની મહત્વની ભેટ

મેડિકલ કોલેજનું તાકીદે બદલાયું નામ અમદાવાદ કોર્પોરેશન સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન હિતેશ બારોટે જણાવ્યું હતું કે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 20 વર્ષ પહેલાં સૌ પ્રથમ મણિનગર વિસ્તારમાંથી વિધાનસભની ચૂંટણી લડ્યા હતાં. ત્યારે તેમણે પોતાના વિસ્તારના અને શહેરના લોકો માટે સારું આરોગ્ય મળી રહે તેમજ શહેરના વિદ્યાર્થીઓને મેડિકલના અભ્યાસ માટે બહાર જવું ન પડે તે માટે (New Medical Collages in Gujarat 2022 ) LG હોસ્પિટલમાં મેટ મેડિકલ કોલેજની ( LG Medical College Ahmedabad Renamed ) સ્થાપના કરી હતી. જેના પગલે કોર્પોરેશન દ્વારા તાકીદમાં કામ લાવીને મેટ મેડિકલ કોલેજનું નામ બદલીને નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજ (Narendra Modi Medical College ) રાખવામાં આવ્યું છે.

પીએમ મોદીના જન્મદિવસે અમદાવાદમાં વૃક્ષારોપણ 17 સપ્ટેમ્બરના રોજ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે અમદાવાદ કોર્પોરેશન દ્વારા પીરાણા ડમ્પિંગ સાઈટ ખાતે 90,000 ચોરસ મીટરમાં 72,000 વૃક્ષો એક જ જગ્યા ઉપર ( Tree plantation in Ahmedabad on PM Modi birthday )વાવવામાં આવશે. ત્યારબાદ તે જગ્યા ઉપર અંદાજિત ત્રણ લાખ જેટલા વૃક્ષો પણ વાવવા નિર્ણય કરવામાં આવ્યો છે.

એક વ્યક્તિને સારું બતાવવા નામ રાખવામાં આવ્યું અમદાવાદ કોર્પોરેશનના વિપક્ષ નેતા શહેઝાદખાન દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો કે જ્યારે જ્યારે ગુજરાતમાં ચૂંટણી આવે છે ત્યારે કોઈ પણ જગ્યા શહેર કે વિસ્તારના નામ બદલવામાં આવતા હોય છે. ખાસ કરીને કોઈ એક વ્યક્તિને પોતાનું કામ સારું બતાવવા માટે જે વ્યક્તિના નામે તે સંસ્થાનું નામ આપવામાં આવતું હોય છે. તેવી જ રીતે અમદાવાદ કોર્પોરેશન દ્વારા મેટ મેડિકલ કોલેજનું નામ બદલીને ( LG Medical College Ahmedabad Renamed ) નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજ (Narendra Modi Medical College ) કરવામાં આવ્યું છે. પરંતુ આ નામની જગ્યાએ તેની આરોગ્યની સુવિધાઓમાં સુધારો કર્યો હોત તો સારું હતું.

Last Updated :Sep 17, 2022, 1:59 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.