Bhavnagar Medical College : અહીંના ભાવિ ડૉક્ટરોનું ભાવિ નળિયામાં સમાયું, કોલેજ સ્થળાંતરનો મોટો ડખો
Published on: Aug 1, 2022, 4:45 PM IST

ભાવનગર મેડિકલ કોલેજના (Bhavnagar Medical College ) વિદ્યાર્થીઓ માટે મોટી સમસ્યાનો મુદ્દો સામે આવ્યો છે. જેમાં કોલેજ સ્થળાંતર કરીને સાત કિલોમીટર દૂર આવેલી જમાના જૂની નળિયાવાળી લેપ્રસી હોસ્પિટલમાં (Bhavnagar Leprosy Hospital) લઇ જવાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. તબીબી વિદ્યાર્થીઓને (Medical students) આ કારણે મોટી સમસ્યાઓનો સામનો કરવાનો થઇ રહ્યો છે ત્યારે સર ટી હોસ્પિટલના (Sir T Hospital Bhavnagar ) નવા બંધાયેલા માળમાં કામચલાઉ ધોરણે મેડિકલ કોલેજ રાખવાની માગ કરવામાં આવી છે. બીજીતરફ ભાવનગર મેડિકલ કોલેજના ડીને લાચારી વ્યક્ત કરી હતી.
Loading...