ગુજરાત

gujarat

ચટાકેદાર સેવ ઉસળનું નામ આવે એટલે સંસ્કારીનગરી યાદ આવે! આવો જાણીએ તેની રેસીપી

By

Published : Aug 5, 2022, 2:31 PM IST

સેવ ઉસળનું નામ આવે સંસ્કારીનગરી વડોદરાનું (Famous Food of Gujarat) નામ આવે છે. વડોદારાવાસીઓમાં તો સેવ ઉસળનું નસ નસમાં સમાયેલું છે. ત્યારે આવો કેવી રીતે આપણે ઘરે ચટપટું સેવ ઉસળ (Sev Usal Food of Vadodara) બનાવી શકીએ તે જાણીએ.

ચટાકેદાર સેવ ઉસળનું નામ આવે એટલે સંસ્કારીનગરી યાદ આવે! આવો જાણી કેવી રીતે બને
ચટાકેદાર સેવ ઉસળનું નામ આવે એટલે સંસ્કારીનગરી યાદ આવે! આવો જાણી કેવી રીતે બને

વડોદરા :નાસ્તામાં જ્યારે સેવ ઉસળનું નામ આવે એટલે વડોદરાનું નામ (Sev Usal Food of Vadodara) આવે અને સેવ ઉસળએ વડોદરાનું પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ છે. વડોદરામાં ઠેર ઠેર સેવ ઉસળ મળે છે તેનાં નામ પરથી જ સ્પષ્ટ થાય છે કે, તે બે ઘટકો, સેવ અને ઉસળમાંથી (Famous Food of Gujarat) બનતું હોવું જોઈએ. સેવ ઉસળ ખાસ કરીને ગુજરાતમાં અને મુંબઇમાં મળે છે. ગુજરાતી લોકોમાં પ્રખ્યાત છે. મહારાષ્ટ્રમાં બનતી અન્ય એક વાનગી મિસળ તે આને મળતી આવતી વાનગી છે. શક્ય છે કે સેવ ઉસળનો ઉદ્ભવ મિસળના એક અન્ય રૂપ તરીકે થયો હોય. ઉસળ એટલે પાતળા રસાવાળું વટાણા-બટાકાનું શાક, જેમાં સેવ નાખીને ખાવામાં આવે છે.

ચટાકેદાર સેવ ઉસળનું નામ આવે એટલે સંસ્કારીનગરી યાદ આવે! આવો જાણી કેવી રીતે બને

સેવઉસળ બનાવવા કઈ વસ્તુ વપરાય -સેવ ઉસળ બનાવવા માટે (Famous food of Gujarat) વટાણા (લીલા કે કઠોળના), બટાકા, મીઠું, મરચું, હળદર, હિંગ, રાઈ, તેલ, ખજૂર આમલીની ચટણી, તીખી ચટણી, સેવ, કોથમીર, ડુંગળી (Famous food of Vadodara) વગેરેનો ઉપયોગ કરી ખુબ જ સ્વાદિષ્ટ સેવ ઉસળ બની શકે છે. આ સેવ ઉસળ માટે વિવિધ મરી મસાલાના ઉપયોગથી સ્વાદ અનુસાર ટેસ્ટ કરી શક્યા છે.

ચટાકેદાર સેવ ઉસળ

આ પણ વાંચો :Pav Ganthiya Bhavnagar: ભાવનગરની આ જગ્યાના પાવ ગાંઠિયા છે ફેમસ, અનોખી રીતે બનાવવામાં આવે છે ચટણી

કઈ રીતે બનાવી શકાય -સૌથી પહેલા જો સુકા (કઠોળના) વટાણા લીધા હોય તો તેને 2થી 3 કલાક પલાળી રાખીને બાફી લો અને સાથે બટાકાને પણ બાફીને ફોલી લો અને ઝીણા ટુકડા કરી લો. એક વાસણમાં તેલ લઈ, રાઈનો વઘાર મુકો. રાઈ તતડે એટલે તેમાં હિંગ અને થોડુંક મરચું (ફક્ત રંગ પકડાય તે માટે) નાંખી વટાણા અને બાફેલા બટાકા નાંખો. વટાણા-બટાકાને સ્વાદાનુસાર મીઠું અને હળદર નાખી થોડા સાંતળી લો અને હવે પાતળો રસો થાય તેવું પાણી (Sev Usal Food) ઉમેરો. રસાવાળું વટાણા-બટાકાનું શાક બનાવીએ તેના કરતાં લગભગ બેવડું પાણી લેવું જેથી પ્રમાણસર રસો થઈ રહે. આ ઉસળને પાણી બરાબર ઉકળવા માંડે ત્યાં સુધી ખદ-ખદવા દો. બધો મસાલો વટાણા અને બટાકામાં ઉતરી ગયો હોય તેમ લાગે એટલે ઉસળને આંચ પરથી ઉતારી લો. આ તમારું ઉસળ તૈયાર થઈ ગયું છે.

ચટાકેદાર સેવ ઉસળ

આ પણ વાંચો :જાણો કચ્છીઓના ફેવરિટ સ્ટ્રીટ ફૂડ દાબેલી વિશે

રસો અને સેવનું મિશ્રણ એટલે સેવ ઉસળ -ઉસળને એક ઊંડી ડીશ કે (Sev Usal How to Make) છીછરા વાડકામાં લઈ, તેના પર આપની પસંદ અને સ્વાદ પ્રમાણે ગળી અને તીખી ચટણીઓ રેડો, તેના પર સેવ ભભરાવો અને જો ખાતા હોવ તો ઝીણી સમારેલી ડુંગળી પણ નાંખી શકાય. સેવ વધારે (Misal Pav Food) પ્રમાણમાં લેવી જેથી રસો લગભગ સેવમાં શોષાઈ જાય અને સ્વાદમાં ખૂબ મજા આવે. સેવ ઉસળ શહેરના લોકો બ્રેડ પાઉ સાથે વધારે પસંદ કરે છે. મોટાભાગના લોકો બપોરનું ટાનું માત્ર ને માત્ર સેવ ઉસળમા જ નીકળે છે. હાલમાં ચોમાસાની શરૂઆત થઇ ગઇ છે ત્યારે સેવ ઉસળની વિવિધ સ્ટોલ પર લોકોની ભીડ પણ જોવા મળી રહી છે.

ચટાકેદાર સેવ ઉસળ

ABOUT THE AUTHOR

...view details