ગુજરાત

gujarat

વડોદરા કે 'ખાડો' દરા ? : પ્રિ-મોન્સુનનો પ્લાન પાણીમાં, તંત્ર વિરોધી સુર કોંગ્રેસની વાણીમાં

By

Published : Jul 9, 2022, 7:56 PM IST

વડોદરાના તાંદળજા વિસ્તારના રોડ પર ખાડા જોવા મળી (Potholes on the road in Vadodara )રહ્યા છે. રોડ પર ખાડા પડવાના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે. મહાનગરપાલિકાની પ્રિમોન્સૂન કામગીરીમાં પહેલા વરસાદમાં દેખાઈ આવી છે. જેથી સત્તાધારી પક્ષનું નિશાન(Sign of the ruling party) ખાડા પડી ગયેલા રોડ ઉપર ફેંકીને અનોખું પ્રદર્શન જૂઓ આ અહેવાલમાં.

વડોદરા ખાડા પડી ગયેલા રોડ રસ્તા ને લઈને સ્થાનિક કોનો અનોખો વિરોધ
વડોદરા ખાડા પડી ગયેલા રોડ રસ્તા ને લઈને સ્થાનિક કોનો અનોખો વિરોધ

વડોદરા: શહેરના તાંદળજા વિસ્તારના(Tandalja area of Vadodara) રોડ રસ્તા ઘણા વર્ષોથી બિસ્માર હાલતમાં છે. વર્ષોથી તાંદળજાના રોડ રસ્તા બનાવવામાં આવ્યા નથી. તાંદળજા વિસ્તારની જોડે ગેરવર્તન કરવામાં આવી રહ્યું છે. જેને લઈને કોંગ્રેસ કાર્યકરો અને સ્થાનિકો(Congress activists and locals) એ અનોખો વિરોધ નોંધાવ્યો હતો.

તાંદળજા વિસ્તારના રોડ રસ્તા ઘણા વર્ષોથી બિસ્માલ હાલતમાં છે

4 વર્ષમાં રોડ ધોવાઈ ગયો -એક બિસ્માર અવસ્થામાં પડેલો રોડ કે જે સનફાર્મા મહારાજા ચોકડીથી(Sunpharma Maharaja Circle) કિસ્મત ચોકડી તાંદળજાથી વાસના રોડને જોડ તો રોડ છે. વર્ષ 2018માં આ રોડ બનાવવામાં આવ્યો હતો. 4 વર્ષની અંદરોઅંદર આખો રોડ ધોવાઈ ગયો છે. જેમાં અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર દ્વારા ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે. તે સ્પષ્ટ નજરે આવી રહ્યું છે. તેવા આક્ષેપો સ્થાનિકો દ્વારા કરવામાં આવી રહ્યા છે.

આ પણ વાંચો:કોગ્રેસ-360, ભાજપ-1000 ને પાર, વિપક્ષનો સતા પર અનોખો વાર

વિવિધ વિસ્તારમાં ભુવા પડવાની શરૂઆત -હાલમાં શહેરના વિવિધ વિસ્તારમાં ભુવા પડવાની પણ સમસ્યાઓ સર્જાઇ રહી છે. પાલિકાના(Vadodara Municipal Corporation) ભ્રષ્ટ કોન્ટ્રાકટરોના પાપે પ્રજા પરિણામ ભોગવી રહી છે. હજુ વરસાદની શરૂઆત થઈ છે ત્યાં આ પ્રકારની પરિસ્થિતિ પ્રવર્તી છે. આગામી સમયમાં જો વધુ વરસાદ પડવાથી પરિસ્થિતિ વિકરાળ બને તેમાં કોઈ નવાઈ નથી. શહેરના વાઘોડિયા આજવા રોડ પર પારાવાર ભુવા પડવાની સમસ્યા યથાવત છે તો બીજી તરફ વરસાદ પહેલાજ રોડ પર ખાડા પડતા રાહદારીઓને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

આ પણ વાંચો:VMCએ કરોડો રૂપિયાના ખર્ચે કરેલ પ્રિમોન્સૂન કામગીરી પહેલાં વરસાદમાં ધોવાણી

કોંગ્રેસ કાર્યકર્તા અને સ્થાનિકો દ્વારા વિરોધ પ્રદર્શન -વડોદરા તાંદળજા રોડની હાલત એવી ખરાબ સ્થિતિમાં છે કે, જેના કારણે ખાડાઓ પડી ગયા છે. વાહનચાલકો અને સ્થાનિકોને અવરજવર કરવામાં હાલાકી ભોગવવી પડે છે. જેના પગલે કોંગ્રેસ કાર્યકર્તા અને સ્થાનિકો દ્વારા વડોદરાના પ્રથમ નાગરિક મેયર કેયુર રોકડિયાના પોસ્ટર અને સત્તાધારી પક્ષનું નિશાન કમળને ખાડા પડી ગયેલા રોડ ઉપર ફેંકીને અનોખો વિરોધ પ્રદર્શન કર્યું હતું.

ABOUT THE AUTHOR

...view details