ETV Bharat / state

VMCએ કરોડો રૂપિયાના ખર્ચે કરેલ પ્રિમોન્સૂન કામગીરી પહેલાં વરસાદમાં ધોવાણી

author img

By

Published : Jul 7, 2022, 6:04 PM IST

VMCએ કરોડો રૂપિયાના ખર્ચે કરેલ પ્રિમોન્સૂન કામગીરી પહેલાં વરસાદમાં ધોવાણી
VMCએ કરોડો રૂપિયાના ખર્ચે કરેલ પ્રિમોન્સૂન કામગીરી પહેલાં વરસાદમાં ધોવાણી

વડોદરા મહાનગરપાલિકાની (Vadodara Municipal Corporation)કરવામાં આવેલ પ્રિમોન્સૂન કામગીરીની પોલ ખુલ્લી પડી છે. શહેરના ગેંડા સર્કલ વિસ્તારમાં રોડ પર ખાડા જોવા મળી (potholes on the road in vadodara )રહ્યા છે. રોડ પર ખાડા પડવાના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે. મહાનગરપાલિકાની પ્રિમોન્સૂન કામગીરીમાં પહેલા વરસાદમાં દેખાઈ આવી છે.

વડોદરા: શહેર મહાનગરપાલિકાની (Vadodara Municipal Corporation)કરોડો રૂપિયા ખર્ચી કરવામાં આવેલ પ્રિમોન્સૂન કામગીરીની પોલ ખુલ્લી પડી છે. શહેરમાં હજુ પ્રથમ વરસાદની શરૂઆત થઈ છે ત્યાં શહેરના ગેંડા સર્કલ વિસ્તારમાં રોડ પર ખાડા જોવા (potholes on the road in vadodara )મળી રહ્યા છે. ખાડાઓના કારણે નગરજનો રોડ પરથી પસાર થતા અકસ્માતની ભીતિ સેવાઇ રહી છે સાથે વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સમનો કરવો પડી રહ્યો છે.

વડોદરા પ્રિમોન્સૂન કામગીરીની

આ પણ વાંચોઃ વરસાદમાં તકલીફ ન પડે તે માટે VMCનો નવો એક્શન પ્લાન...

વિવિધ વિસ્તારમાં ભુવા પડવાની શરૂઆત - હાલમાં શહેરના વિવિધ વિસ્તારમાં ભુવા પડવાની પણ સમસ્યાઓ સર્જાઇ રહી છે. પાલિકાના ભ્રષ્ટ કોન્ટ્રાકટરોના પાપે પ્રજા પરિણામ ભોગવી રહી છે. હજુ વરસાદની શરૂઆત થઈ છે ત્યાં આ પ્રકારની પરિસ્થિતિ પ્રવર્તી છે. વધુ વરસાદ પડે તો પરિસ્થિતિ વિકરાળ બને તેમાં કોઈ નવાઈ નહીં. શહેરના વાઘોડિયા આજવા રોડ પર પારાવાર ભુવા પડવાની સમસ્યા યથાવત છે તો બીજી તરફ વરસાદ પહેલાજ રોડ પર ખાડા પડતા રાહદારીઓને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

આ પણ વાંચોઃ Pre monsoon meeting: 15 જુન બાદ રાજ્યમાં વરસાદી માહોલ, આ વર્ષનું ચોમાસુ કેવું રહેશે?

ટીમ રિવોલ્યુશન દ્વારા ખાડા પૂરો ઇનામ મેડવોની જાહેરાત - ટીમ રિવોલ્યુશન દ્વારા 3 દિવસનું ખાડા પૂરો અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. જેમાં શહેરનો કોઈપણ નાગરિક કોર્પોરેશનની હદમાં આવતા રોડ પરના ખાડા પૂરે તો 200 રૂપિયા એક ખાડા દીઠ વળતર ટીમ રિવોલ્યુશન ચુકવશે તેવી જાહેરાત ટીમ રિવોલ્યુશનના સ્વેજલ વ્યાસ દ્વારા કરવામાં આવી છે. આ રીતે જાગૃત નાગરિક દ્વારા અભિયાન ચલાવી ખાડા પુરાવાએ પાલિકા તંત્ર માટે ખુબજ શરમજનક બાબત છે. આવનાર સમયમાં વરસાદના પગલે પાલિકા દ્વારા કયા પ્રકારની કામગીરી કરવામાં આવે છે તે જોવું રહ્યું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.