ETV Bharat / city

કોગ્રેસ-360, ભાજપ-1000 ને પાર, વિપક્ષનો સતા પર અનોખો વાર

author img

By

Published : Jun 27, 2022, 3:42 PM IST

Gujarat Assembly Election 2022 : ચૂંટણીને લઈને કોંગ્રેસ મોંધવારીનો મુદ્દા લઈ મેદાને
Gujarat Assembly Election 2022 : ચૂંટણીને લઈને કોંગ્રેસ મોંધવારીનો મુદ્દા લઈ મેદાને

વિધાનસભાની ચૂંટણીને લઈને (Gujarat Assembly Election 2022) નેતાઓ જંગ માટે આભને ધરતી એક કરી રહ્યા છે. ત્યારે કોંગ્રેસ પણ મોંધવારીને લઈનેે મેદાનમાં ઉતરશે તેવું લાગી રહ્યું છે. કોંગ્રેસના એક સંમેલનમાં મોંધવારીને (Congress Opposes Inflation) લઈને ચૂંટણીના મેદાન પર આવશે તેવું સૌરાષ્ટ્ર પંથકમાં સ્પષ્ટ જોવા મળ્યું હતું.

જૂનાગઢ : આગામી વિધાનસભાની ચૂંટણીઓમાં કોંગ્રેસ પ્રજાને (Gujarat Assembly Election 2022) સ્પર્શતા મોંઘવારીના મુદ્દાને લઈને ચૂંટણી જંગમાં ઉતરે તેવી શક્યતાઓ છે. બે દિવસ પૂર્વે સોમનાથમાં આયોજિત કોંગ્રેસનું સૌરાષ્ટ્રનું સંમેલન યોજાયું હતું. ત્યારબાદ, વેરાવળ અને સોમનાથ શહેરમાં કોંગ્રેસ દ્વારા મોંઘવારીના (Congress Opposes Inflation) વિરોધમાં જાહેર માર્ગોપર પ્રચાર કરાઇ રહ્યો છે.

આ પણ વાંચો : Gujarat Assembly Election 2022 : દાહોદ વિધાનસભા બેઠક પર કોંગ્રેસને પણ મુશ્કેલી, આમ આદમી પાર્ટી પગપેસારો કરવા તલપાપડ

કોંગ્રેસ મોંઘવારીને લઈને લડશે - રાજ્ય વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓ (Congress Convention in Saurashtra) આવી રહી છે. ત્યારે આ પરિસ્થિતિમાં રાજકીય હલચલ અને ગતિવિધિઓ પણ ખૂબ ઝડપથી બદલાઈ રહી છે. આવી પરિસ્થિતિમાં કોંગ્રેસ લોકોને સ્પર્શતા અને વર્તમાન સમયમાં સૌથી વધુ ચર્ચામાં જોવા મળતાં મોંઘવારીના મુદ્દાને લઈને ચૂંટણી જંગમાં ઉતરશે તેવું સ્પષ્ટ લાગી રહ્યું છે. બે દિવસ પૂર્વે કોંગ્રેસનું સૌરાષ્ટ્ર કક્ષાનુ સંમેલન સોમનાથ ખાતે યોજાયો હતુ. ત્યારે વેરાવળ અને સોમનાથની જાહેર બજારોમાં (Congressional Elections Issues) મોંઘવારી વિરુદ્ધના સુત્રો કોંગ્રેસ દ્વારા લખાયા છે જે આગામી ચૂંટણીની રણનીતિ સમાન બનાવી રહ્યા છે.

આ પણ વાંચો : Gujarat Assembly Election 2022 : ગુજરાતની આ વિધાનસભા જ્યાં પાટીદાર ઇફેક્ટ ઘણી ઊંડી છે

મોંઘવારી લઈને કરાયું વિરોધ પ્રદર્શિત - મોંઘવારીને લઈને આગામી વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓ કોંગ્રેસ લડશે તેવું સ્પષ્ટ લાગી રહ્યું છે. સોમનાથ સંમેલન બાદ વેરાવળ અને સોમનાથની બજારોમાં ખાદ્યતેલ રાંધણ ગેસ અને અન્ય મોંઘવારીને લઈને વર્ષ 2014ની યુપીએ (Assembly Elections 2022) સરકારના સમયે જે બજાર ભાવો હતા તેની સરખામણી આજના દિવસે બજાર ભાવો સાથે કરવામાં આવી રહી છે. જેમાં ખૂબ મોટો તફાવત જોવા મળે છે. જેને જાહેર માર્ગો પર કોંગ્રેસ દ્વારા પ્રદર્શીત કરાઈ રહ્યો છે. આ સ્પષ્ટ દર્શાવી આપે છે કે, આગામી 2022ની ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓ કોંગ્રેસ સામાન્ય જનતાને સ્પર્શતા મોંઘવારીના મુદ્દાને પ્રમુખ સ્થાને રાખીને ચૂંટણી જંગમાં ઊતરશે તે સ્પષ્ટ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.