Gujarat Assembly Election 2022 : દાહોદ વિધાનસભા બેઠક પર કોંગ્રેસને પણ મુશ્કેલી, આમ આદમી પાર્ટી પગપેસારો કરવા તલપાપડ

author img

By

Published : Jun 26, 2022, 6:00 AM IST

Gujarat Assembly Election 2022 : દાહોદ વિધાનસભા બેઠક પર કોંગ્રેસને પણ મુશ્કેલી, આમ આદમી પાર્ટી પગપેસારો કરવા તલપાપડ

ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election 2022) આવી રહી છે. ત્યારે ETV Bharat આપને વિધાનસભા બેઠકો વિશે માહિતી આપી રહ્યું છે. દરેક બેઠકનું મહત્વ, VIP ઉમેદવાર અને શા કારણે વિધાનસભા બેઠકની ઓળખ છે એવી તમામ માહિતી આપના સુધી પહોંચાડીએ છીએ. આજે જાણો દાહોદ વિધાનસભા બેઠક (Dahod Assembly Seat ) વિશે..

દાહોદ -દાહોદ વિધાનસભા મતવિસ્તારમાં (Dahod Assembly Seat ) સ્માર્ટ સિટી દાહોદ અને દાહોદ અને ગરબાડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોના વિવિધ ગામોનો સમાવેશ થઇ રહ્યો છે. દાહોદ જિલ્લાની દાહોદ વિધાનસભા બેઠક આદિવાસી અનામત (Gujarat Assembly Election 2022) બેઠક છે. દાહોદ વિધાનસભા બેઠક પર 1962થી 1985 સુધી કોંગ્રેસે બેઠક જાળવી રાખી હતી, ત્રણ ટર્મથી કોંગ્રેસના ધારાસભ્ય વજેસિંહ પણદા સતત ચૂંટાઈ ભાજપના ઉમેદવારોને પછડાટ આપીને વિજેતા બની રહ્યા છે.

દાહોદ વિધાનસભા બેઠકની ડેમોગ્રાફી - વર્ષ 2022ના મતદારોની ગણતરી પ્રમાણે દાહોદ વિધાનસભા બેઠક પર (Dahod Assembly Seat ) 49.94 ટકા મહિલા મતદારો છે. જ્યારે 50.06 ટકા પુરુષ મતદારો નોંધાયા છે. દાહોદ વિધાનસભા બેઠક 1,34,464 પુરુષ મતદારો આવેલા છે. જ્યારે 1,34,775 મહિલા મતદારો આવેલા છે આમ આ બેઠક પર ફુલ 2,69, 239 મતદારો નોંધાયેલા છે. જે પૈકી 2022ની ચૂંટણીમાં મતદારોની સંખ્યા વધવાની શક્યતા રહેલી છે. આદિવાસી અનામત દાહોદ વિધાનસભા બેઠકમાં ભીલ અને પટેલિયા સમુદાયની આદિવાસી પ્રજા મહત્તમ વસવાટ કરી રહી છે જ્યારે દાહોદ શહેરમાં અને ગ્રામ્ય પંથકમાં હિન્દુ, મુસ્લિમ, ખ્રિસ્તી, જૈન ધર્મના લોકો વસવાટ કરી રહ્યા છે.

આગામી ચૂંટણીમાં આ આંકડામાં વધારો નોંઘાશે
આગામી ચૂંટણીમાં આ આંકડામાં વધારો નોંઘાશે

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગતા ભાજપ, કોંગ્રેસ, આપ સહિત રાષ્ટ્રીય પાર્ટીઓના નેતા નરેન્દ્ર મોદી અને રાહુલ ગાંધી દ્વારા ચૂંટણી પ્રચારની (Gujarat Assembly Election 2022)શરૂઆત દાહોદ વિધાનસભા મતવિસ્તારમાંથી (Dahod Assembly Seat ) કરવામાં આવી છે. આદિવાસી બાહુલ્ય ધરાવતા દાહોદ જિલ્લામાં ગુજરાત વિધાનસભાની છ બેઠકો આવેલી છે. છ પૈકી ઝાલોદ, દાહોદ અને ગરબાડા આ ત્રણ બેઠકો કોંગ્રેસના ફાળે છે જ્યારે ફતેપુરા, લીમખેડા અને દેવગઢ બારીયા આ ત્રણ બેઠકો ભાજપના ફાળે આવેલી છે. જેમાં દાહોદ વિધાનસભા મતવિસ્તાર (Assembly seat of Dahod) ફરી ગઢ બનાવવા માટે ભાજપે કવાયત શરૂ કરી છે. જ્યારે કોંગ્રેસ સત્તા જાળવી રાખવા મહેનત શરૂ કરી દીધી છે, તો આમ આદમી પાર્ટી અસ્તિત્વ જમાવવા તલપાપડ જોવા મળી રહી છે. દાહોદ વિધાનસભા બેઠક પર કોંગ્રેસ અને ભાજપ નો દબદબો રહેવા પામ્યો છે, દાહોદ બેઠક પરથી કેશુભાઈ પટેલના શાસનકાળ દરમિયાન ભાજપના ધારાસભ્ય તરીકે તેરસીંગભાઈ ડામોર ત્રણ વખત ચૂંટાઇ આવ્યા હતા અને ભાજપ સરકારમાં અંગત સચિવ તરીકે પદ ભોગવ્યું હતું. જ્યારે કોંગ્રેસના ધારાસભ્ય લલીતભાઈ પટેલ દાહોદ બેઠક ઉપર વિજેતા બની આદિજાતિ મંત્રી તરીકે સરકારમાં રહી ચૂક્યા છે દાહોદ વિધાનસભા મતવિસ્તાર બેઠક પર છેલ્લા 10 વખત કોંગ્રેસનો પંજો અડીખમ રહ્યો છે અને છેલ્લા ત્રણેય વખત કોંગ્રેસના ધારાસભ્ય વજેસિંહ પણદાએ (Vajesinh Panada Seat) વિજયની હેટ્રિક કરેલી છે.

પણદા ત્રણ ટર્મથી બેઠક જીતી રહ્યાં છે
પણદા ત્રણ ટર્મથી બેઠક જીતી રહ્યાં છે

આ પણ વાંચોઃ Gujarat Assembly Election 2022 : શું આ ચૂંટણીમાં પણ કોંગ્રેસની જીત નિશ્ચિત છે ?

અગાઉની ચૂંટણીના પરિણામો - દાહોદ વિધાનસભા બેઠક પર (Dahod Assembly Seat ) આઝાદી કાળ પછીથી કોંગ્રેસનો ચાર દાયકા સુધી પરચમ લહેરાયલો જોવા મળ્યો છે. જ્યારે વર્ષ 1990 વર્ષ 1995 વર્ષ 2002 દરમિયાન ભાજપના તેરસિહભાઈ ડામોરે કોંગ્રેસના ગઢમાં કાંકરા કેળવીને કમળ લહેરાવ્યું હતું. પરંતુ ત્યારબાદ 2007થી અત્યાર સુધી ત્રણેયવાર કોંગ્રેસે અડીખમ રહી પોતાનો ગઢ ફરીવાર સાચવ્યો છે. દાહોદ વિધાનસભા મતવિસ્તારમાં વર્ષ 2007માં વજેસિંહભાઈ પારસીગભાઈ પણદાએ ભાજપના ઉમેદવાર ઝીથારાભાઈ ભુરાભાઈ ડામોરને 13,268 વોટથી હરાવીને વિજેતા બન્યા હતાં. જ્યારે વર્ષ 2012ની ચૂંટણીમાં કોંગ્રેસના ધારાસભ્ય વજેસિંહભાઈ પણદાએ બીજેપીના ઉમેદવાર નગરશિહ પલાસને 39,548 વોટથી હરાવીને જવલંત વિજય મેળવ્યો હતો. જ્યારે 2017ની વિધાનસભાની ચૂંટણીમાં (Gujarat Assembly Election 2017) કોંગ્રેસના ધારાસભ્ય વજેસિંહ પણદાએ (Vajesinh Panada Seat)બીજેપી ઉમેદવાર કનૈયાલાલ કિશોરીને (Kaniyalal Kishori Seat) 15,503 મતથી હરાવીને વિજય મેળવ્યો હતો. આમ દાહોદ વિધાનસભા બેઠક પર કોંગ્રેસે હેટ્રિક કરીને પંજાનો પરચમ લહેરાવી રાખ્યો છે.

દાહોદ વિધાનસભા વિસ્તાર અનેકરીતે વિશેષ છે
દાહોદ વિધાનસભા વિસ્તાર અનેકરીતે વિશેષ છે

દાહોદ વિધાનસભા બેઠકની ખાસિયત -દાહોદ (Dahod Assembly Seat ) શહેરમાં અંગ્રેજોના શાસનકાળ દરમિયાન બનેલું રેલવે વર્કશોપ આવેલું છે. આ રેલવે વર્કશોપમાં રેલવેે વેગન railway coach અને ઇલેક્ટ્રિક એન્જિનોનું સમારકામ કરવામાં આવી રહ્યા છે. દાહોદ રેલવે વર્કશોપમાં રેલવે પ્રોટેકશન ફોર્સની રાયફલનું સર્વિસ સેન્ટર પણ આવેલું છે.દાહોદ શહેરમાં ગુજરાતના અનાજ માર્કેટનું ખેતીવાડી ઉત્પન્ન બજાર આવેલું છે. દાહોદ વિસ્તારમાં મુખ્યત્વે મકાઈ અને ચણાનો ખેતી પાક થતો હોય છે. દાહોદમાં ચણાના પાકનું સંશોધન કેન્દ્ર આવેલું છે. દાહોદમાં ઔરંગઝેબે બનાવેલો ગડી ફોર્ટનો કિલ્લો આવેલો છે. જ્યાં હાલ મામલતદાર કચેરી તેમજ સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ કચેરી આવેલી છે.

દાહોદની આ માગણીઓ પણ ધ્યાન આપો
દાહોદની આ માગણીઓ પણ ધ્યાન આપો

આ પણ વાંચોઃ Gujarat Assembly Election 2022 : ગુજરાતની આ વિધાનસભા જ્યાં પાટીદાર ઇફેક્ટ ઘણી ઊંડી છે

વિધાનસભા મતવિસ્તારના લોકોની માગ -આઝાદી કાળથી અસ્તિત્વમાં આવેલા દાહોદ વિધાનસભા મતવિસ્તારમાં (Dahod Assembly Seat ) પાટાડુંગરી જળાશય યોજના સિવાય સિંચાઈ માટે ડેમ આવેલો નથી. જેથી અમુક વિસ્તાર સિવાયના લોકોને અવકાશી ખેતી પર નિર્ભર રહેવું પડે છે. જિલ્લામાં હાલ સિંચાઇની સુવિધા સત્વરે વધારવામાં આવે એવું લોકો ઇચ્છી રહ્યા છે. દાહોદ વિધાનસભા ક્ષેત્રમાં રોજગારીનું પ્રમાણ નહિવત છે જેથી મોટા ઉદ્યોગોની સ્થાપના થવી જોઈએ. દાહોદમાં કડાણા અને નર્મદા સિંચાઈ પાણી આપવા ગ્રામીણ પ્રજાની સતત માગ રહેલી છે. દાહોદવાસીઓમાં સરકારી મેડિકલ કોલેજની માંગ પણ જોવા મળી રહી છે. રોજગારી વિકાસ અને શિક્ષણ ક્ષેત્રે પાછળ રહેલ દાહોદ જિલ્લાના આદિવાસી સમાજમાં આદિવાસીઓના વિકાસ માટે અલગ ભીલ પ્રદેશની માંગ ઉઠવા પામી છે. દાહોદ વિધાનસભા અને જિલ્લાના આદિવાસી લોકોને રાષ્ટ્રીય પાર્ટીઓ દ્વારા દરકિનાર કરવામાં આવતા હોવાના આક્ષેપ સાથે આદિવાસીઓના વિકાસ માટે નવા ભીલ પ્રદેશ રાજ્યની માંગ પ્રજામાં તેમજ સોશિયલ મીડિયા દ્વારા ઊઠવામાં પામી છે.

દાહોદ જિલ્લો ગુજરાતનું પૂર્વ પ્રવેશ દ્વાર - ત્રણ રાજ્યની ત્રિભેટે આવેલા આદિવાસી બાહુલ્ય ધરાવતો દાહોદ જિલ્લો ગુજરાતનું પૂર્વ પ્રવેશ દ્વાર છે. માળવા અને ગુજરાતની વચ્ચે આવેલો પ્રદેશ હોવાના કારણે "દોહદ" અને ત્યારબાદ દાહોદ નામ પડ્યું છે. દાહોદની ધુધિમતી નદી કિનારે દધીચિ ઋષિએ તપસ્યા કરી હોવાના કારણે દ્રધિપદ્ર નગરી તરીકે ઓળખાતું હતું. દાહોદ વિધાનસભા બેઠકના મત વિસ્તારમાં સ્માર્ટ સિટી દાહોદ (Dahod Assembly Seat ) અને આસપાસના ગ્રામ્ય પંથકના વિસ્તારનો સમાવેશ કરવામાં આવેલો છે. દાહોદ જિલ્લામાં 75 ટકા આદિવાસી પ્રજા વસવાટ કરી રહી છે. જેમાં મહત્તમ ભીલ અને ત્યારબાદ પટેલીયા સમુદાયના આદિવાસી પ્રજા વસવાટ કરી રહી છે. દાહોદ વિધાનસભા મતવિસ્તારમાં ડુંગરાળ ભૌગોલિક સ્થિતિ ધરાવતી જમીન આવેલી છે અને સિંચાઇની અસુવિધાના કારણે ખેડૂતો અવકાશી ખેતી પર મહત્તમ નિર્ભર છે. રોજગારીના અભાવે પેટિયું રળવા માટે 8થી 10 મહિના ગુજરાતના વિવિધ શહેરોમાં મજૂરી અર્થે પલાયન કરતા હોય છે. આમ રોજગારી માટે સ્થળાંતરનું પ્રમાણ વધુ હોવાના કારણે શિક્ષણ પર માઠી અસર પડેલી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.