ગુજરાત

gujarat

વડોદરા VMSS દ્વારા 27.5 કરોડના ખર્ચે સોલાર પેનલનું લોકાર્પણ

By

Published : Jul 2, 2021, 12:54 PM IST

વડોદરા મહાનગરપાલિકા દ્વારા સ્વર્ણિમ જયંતી (Golden Jubilee) મુખ્યપ્રધાન શહેરી વિકાસ યોજના, ફૅઝ-2 તથા સ્માર્ટ સિટી અંતર્ગત 27.4 કરોડના ખર્ચે મહારાણી શાંતાદેવી (અકોટા-દાંડિયાબજાર) બ્રિજ પર તૈયાર થયેલા રુફટોફ સોલર પાવર પલાન્ટના લોકાર્પણનો કાર્યક્રમ ગુજરાત રાજ્યના ઉર્જા પ્રધાન સૌરભ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું.

વડોદરા VMSS દ્વારા 27.5 કરોડના ખર્ચે સોલાર પેનલનું લોકાર્પણ
વડોદરા VMSS દ્વારા 27.5 કરોડના ખર્ચે સોલાર પેનલનું લોકાર્પણ

  • મહાનગરપાલિકા દ્વારા સોલર પલાન્ટનું ઇ-લોકાર્પણ કરવામાં આવ્યું
  • 27.5 કરોડના ખર્ચે રુફ ટોપ સોલર પ્લાન્ટ તૈયાર
  • કોરોના વોરિયર્સ ડોકટરનું પણ સન્માન કરવામાં આવ્યું

વડોદરા: મહાનગરપાલિકા દ્વારા સ્વર્ણિમ જયંતી (Golden Jubilee) મુખ્યપ્રધાન શહેરી વિકાસ યોજના, ફૅઝ-2 તથા સ્માર્ટ સિટી અંતર્ગત 27.4 કરોડના ખર્ચે મહારાણી શાંતાદેવી (અકોટા-દાંડિયાબજાર) બ્રિજ પર તૈયાર થયેલા રુફટોફ સોલર પાવર પલાન્ટના લોકાર્પણનો કાર્યક્રમ ગુજરાત રાજ્યના ઉર્જા પ્રધાન સૌરભ પટેલના હસ્તે કરવામાં આવ્યો હતો. MGVCLના સહયોગથી કાર્ય કરનારા આ સોલર પેનલના માધ્યમથી વીજળીનું ઉત્પાદન કરી શકાશે. જેનાથી પાલિકાને પણ આવક મળી રહેશે.

MGVCLના સહયોગથી સોનલ પેનલ વીજળીનું ઉત્પાદન કરી શકાશે

MGVCLના સહયોગથી સોનલ પેનલ વીજળીનું ઉત્પાદન કરી શકાશે. વડોદરા મહાનગરપાલિકા દ્વારા સોલર પાવર પ્લાન્ટનું લોકાર્પણ અને કોરોના વોરિયર્સ ડોકટરના સન્માનનો કાર્યક્રમ યોજાયો હતો. સાથે-સાથે આજે ડોકટર ડે નિમિત્તે કોરોના વોરિયર્સ ડોક્ટરના સન્માન પણ કાર્યક્રમ સર સયાજી નગર ગૃહ અકોટા ખાતે યોજવામાં આવ્યો હતો.

આ પણ વાંચો:અમરેલીના ખેડૂતે સૌર ઊર્જાની મદદથી પિયત કરાવી નફો મેળવ્યો

ભારતીય જનતા પાર્ટીના તમામ હોદેે્દારો હાજર રહ્યા

કોરોનાના કપરા કાળમાં રાત દિવસ કાર્ય કરનારા પાલિકાના ચીફ મેડિકલ ઓફિસર દેવેસ પટેલ અને બીજા ડોકટરોનું સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં રાજય કક્ષાના પ્રધાન યોગેશ પટેલ, સાંસદ રંજનબેન ભટ્ટ, ધારાસભ્ય જીતેન્દ્ર સુખડીયા, સીમાબેન મોહિલે, મ્યુનિસિપલ કમિશ્નર શાલિની બેન અગ્રવાલ, મેયર કેયુર રોકડીયા સહિત તમામ મહાનગરપાલિકાના અધિકારીઓ સાથે ભારતીય જનતા પાર્ટીના તમામ હોદેે્દારો હાજર રહ્યા હતા.

આ પણ વાંચો:વડોદરામાં સોલાર પેનલ બેસાડવા જિલ્લા કલેકટરે કર્યો વિચાર વિમર્શ

ABOUT THE AUTHOR

...view details