ગુજરાત

gujarat

વડોદરા એરપોર્ટ પર કોરોનાને લઈ સાવચેતીની તમામ કાર્યવાહી પૂર્ણ

By

Published : May 22, 2020, 12:20 AM IST

25મી મે થી ડોમેસ્ટિક ફ્લાઇટ શરૂ થવાની છે. જેને લઇને વડોદરા એરપોર્ટ ખાતે કોરોના વાઈરસને લઈ સાવચેતીની તમામ કાર્યવાહી પૂર્ણ કરી દેવામાં આવી છે.

વડોદરા
વડોદરા

વડોદરા: 25મી મે થી ડોમેસ્ટિક ફ્લાઇટ શરૂ થવાની છે. જેને લઇને વડોદરા એરપોર્ટ ખાતે કોરોના વાઈરસને લઈ સાવચેતીની તમામ કાર્યવાહી પૂર્ણ કરી દેવામાં આવી છે.

25મી મે થી કેટલીક ડોમેસ્ટિક ફલાઈ શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેને લઈ એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા(AAI)એ પેસેન્જર માટે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસીજર(SOP) પણ બહાર પાડી દીધી છે. આ SOPમાં 14 વર્ષના બાળકો સિવાય તમામે આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરવી જરૂરી હશે. ફ્લાઈટના ટાઈમથી ઓછામાં ઓછા 2 કલાક પહેલા પહોંચવું જરૂરી હશે.

એરપોર્ટ પર એન્ટ્રી ગેટથી બોર્ડિંગ પાસ સુધી સોશિયલ ડિસ્ટન્ટ માટેની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. તમામ ટ્રોલી, એક્સરે મશીન અને રેલિંગ પણ કલાકો મુજબ સેનેટાઇઝ કરવામાં આવશે. આ ઉપરાંત મુસાફરોએ ક્યાંય સ્પર્શ ન કરવો પડે તેવી ખાસ વ્યવસ્થા પણ કરવામાં આવી છે. શરૂઆતમાં વડોદરાથી દિલ્હી અને મુંબઈની ફ્લાઈટો જ શરૂ કરવામાં આવી છે અને મુસાફરોએ ફ્લાઈટના સમયથી 2 કલાક અગાઉ એરપોર્ટ પહોંચવું પડશે.

ABOUT THE AUTHOR

...view details