ગુજરાત

gujarat

vadodara sucide: મોકસી ગામે 21 વર્ષીય પ્રેમી-પંખીડાંએ ગળેફાંસો ખાઈ કરી આત્મહત્યા

By

Published : Jul 17, 2021, 12:04 PM IST

વડોદરા સાવલી તાલુકાના મોકસી ગામે 21 વર્ષીય યુવાપ્રેમી પંખીડાંએ ગુરુવારે રાત્રીએ મોકસી ગામની સીમમાં ખેતરમાં લીમડાના ઝાડ પર લટકી જઈ જીવન ટુંકાવ્યુ હતુ. ભાદરવા પોલીસે મૃતદેહોનો કબજો મેળવી પીએમ સહિતની તપાસ કાર્યવાહી હાથ ધરી હતી.

vadodara sucide: મોકસી ગામે 21 વર્ષીય પ્રેમી-પંખીડાંએ ગળેફાંસો ખાઈ કરી આત્મહત્યા
vadodara sucide: મોકસી ગામે 21 વર્ષીય પ્રેમી-પંખીડાંએ ગળેફાંસો ખાઈ કરી આત્મહત્યા

  • વડોદરાના મોક્સી ગામની સીમમાં પ્રેમિ પંખીડાએ કરી આત્મહત્યા
  • સમાજ લગ્નની મંજૂરી નહિં આપે તે ડરથી કરી આત્મહત્યા
  • લીમડાના ઝાડની ડાળી પર લટકી ગળેફાંસો ખાઈ કરી આત્મહત્યા

વડોદરા:સાવલી તાલુકાના મોકસી ગામે 21 વર્ષીય યુવાપ્રેમી પંખીડાંએ આપણને આ દુનિયા સાથે નહિ જીવવા દે તેવું લાગતાં ગુરુવારે રાત્રીએ મોકસી ગામની સીમમાં ખેતરમાં લીમડાના ઝાડ પર લટકી જઈ જીવન ટુંકાવ્યુ હતુ. બનાવની જાણ ગ્રામજનોને થતાં લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. ભાદરવા પોલીસને ઘટનાની જાણ કરાઈ હતી. ભાદરવા પોલીસે મૃતદેહોનો કબજો મેળવી પીએમ સહિતની તપાસ કાર્યવાહી હાથ ધરી હતી.

vadodara sucide: મોકસી ગામે 21 વર્ષીય પ્રેમી-પંખીડાંએ ગળેફાંસો ખાઈ કરી આત્મહત્યા

પહેલા પણ બંન્ને ફરાર થયા હતા

મૂળ વડોદરા જિલ્લાના શાકરદા ગામના બે શ્રમજીવી પરિવારો મજૂરી અર્થે સાવલી તાલુકાના મોકસી ગામે ચાવડાવગા વિસ્તારમાં વસવાટ કરી રહેતાં હતાં. જ્યાં બળવંત ચાવડાની 21 વર્ષીય પુત્રી સીમા ઘરની સામે જ રહેતા 21, વર્ષીય હરીશ સાથે બે વર્ષથી પણ વધુના સમયથી આંખો મળી હતી. બંને પ્રેમીપંખીડા ફરાર પણ થઈ ગયા હતા જેની ફરિયાદ ભાદરવા પોલીસના ચોપડે નોંધાઇ હતી. જેતે સમયે ભાદરવા પોલીસે ભાગેડુ પ્રેમીપંખીડાંઓને પકડી લાવી બંને પક્ષકારોને સામ-સામે સમાધાન કરાવી બાંહેધરી લખાવી તેઓના વારસદારોને સોંપ્યાા હતાં. હરેશના પિતાના જણાવ્યા અનુસાર પ્રેમી હરીશ ઘરે જમ્યા પછી ગાયબ થયા હતાં જ્યારે પ્રેમિકા સીમાના પિતા પણ પોતાની પુત્રી સીમા પણ ઘરેથી ગુમ હોવાથી શોધખોળ માટે નીકળ્યા હતા. હરીશના પિતાને જણાવ્યું હતું કે, મારી પુત્રી પણ કાંઈ પણ કીધા વગર રાત્રીએ ક્યાંક જતી રહી છે.

આ પણ વાંચો: ભુજ નગરપાલિકાના સફાઇ કર્મચારીએ દિવાલ પર લોહીથી Suicide Note લખી અને ગળેફાંસો ખાઈ Suicide કર્યું

ભાદરવા પોલીસમાં ફરિયાદ નોંધાવી

મોડી રાત થવાના કારણે સવારે વધુ તપાસ કરવાનું નક્કી કરાયુ હતું. શુક્રવારે સવારે મોકસી ગામના ખેડૂતો ખેતીના કામે ખેતરે જતાં મોકસી ગામની સીમના ખેતરમાં લીમડાના ઝાડ પર સાડીથી લટકેલી હાલતમાં જોડાને જોતાં આશ્ચર્ય ચકિત થયા ગયા હતાં. ગ્રામજનોને વાત કરતાં લોક ટોળા ઘટના સ્થળે ઉમટી પડ્યા હતાં. ભાદરવા પોલીસને ઘટનાની જાણ કરવામાં આવી હતી. ભાદરવા પોલીસે મૃતદેહનો કબજો મેળવી પી.એમ કરાવવાની તજવીજ હાથધરી આગળની તપાસ હાથ ધરી હતી. ઘટનાસ્થળે લીમડાના ઝાડ પાસે ભૂરા રંગના પ્રવાહીની બોટલો પણ પડેલી હાલતમાં હતી. ઘટનાને પગલે મોકસી પંથકમાં ભારે શોકની લાગણી પ્રસરી હતી.

ABOUT THE AUTHOR

...view details