ગુજરાત

gujarat

ધોરણ 10ના પરિણામમાં સુરતી લાલાઓએ માર્યું મેદાન

By

Published : Jun 6, 2022, 11:49 AM IST

સમગ્ર રાજ્યમાં ધોરણ 10ના પરિણામમાં સુરતે બાજી મારી (Surat highest result in standard 10) છે. ત્યારે અહીં 2,532 વિદ્યાર્થીઓએ બોર્ડની પરીક્ષામાં A1 ગ્રેડ મેળવ્યો છે. તો સારું પરિણામ આવતાં જ વિદ્યાર્થીઓ ઢોલનગારાના તાલે ઝૂમી (Happiness among the students of Surat) ઊઠ્યા હતા.

ધોરણ 10ના પરિણામમાં સુરતી લાલાઓએ માર્યું મેદાન
ધોરણ 10ના પરિણામમાં સુરતી લાલાઓએ માર્યું મેદાન

સુરતઃ રાજ્યમાં આજે ધોરણ 10નું પરિણામ જાહેર (STD 10 Result declared) કરવામાં આવ્યું છે. ત્યારે સુરત શહેરના આશાદિપ સ્કૂલના 238થી વધુ વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવતા વિદ્યાર્થીઓ ઢોલનગારાના તાલે ઝૂમી (Happiness among the students of Surat) ઊઠ્યા હતા. સાથે જ સ્કૂલ સંચાલકે તમામ વિદ્યાર્થીઓને મિઠાઈ ખવડાવી મોઢું મીઠું કરાવ્યું હતું.

છેલ્લા 2 મહિનામાં પેપર સોલ્વ કર્યા હતા

સૌથી વધુ પરિણામ મેળવનારો જિલ્લો બન્યો સુરત - 75.64 ટકા પરિણામ સાથે સુરત જિલ્લો સમગ્ર રાજ્યમાં સૌથી વધુ પરિણામ (Surat highest result in standard 10) મેળવનારો જિલ્લો બની ગયો છે. સમગ્ર રાજ્યમાં સૌથી વધુ 2,532 A1 ગ્રેડ મેળવનારા વિદ્યાર્થીઓ સુરતના છે.

ગયા વર્ષ કરતાં પરિણામ ઘણું સારું - ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં આશાદિપ સ્કૂલે (Surat highest result in standard 10) બેવડી સદી ફટકારી છે. તેના કરતાં પણ વધુ A1 ગ્રેડ આશાદિપ સ્કૂલ મેળવીને પહેલા ક્રમાંકે આવી છે. તો ત્રણ વિદ્યાર્થીઓ પ્રથમ ક્રમાંકે આવ્યા છે.

વિદ્યાર્થીઓની મહેનતનું પરિણામ

આ પણ વાંચો-મન હોય તો માળવે જવાય: અનેક મુશ્કેલીઓ વચ્ચે વિદ્યાર્થીઓએ ધોરણ 12માં કર્યું ટોપ

વિદ્યાર્થીઓની મહેનતનું પરિણામ - ધોરણ 10ના વિદ્યાર્થીએ જણાવ્યું હતું કે, આ પરિણામ મેળવવા પહેલાંથી આયોજન કર્યું હતું. સાથે જ સ્કૂલ તરફથી પણ ઘણી મદદ મળી હતી. પહેલાથી જ રાઈટીંગ અને પેપર સોલ્યૂશન કરવામાં આવતું હતું. એટલે જ સારું પરિણામ આવ્યું છે. આ વિદ્યાર્થીના પિતા 4 વર્ષ પહેલા મૃત્યુ પામ્યા હતા. તો તેના માતા તેને મહેનતથી ભણાવી રહ્યા છે. જોકે, અત્યારે તો તેઓ ભાડાના મકાનમાં રહે છે. હવે આ વિદ્યાર્થીને આગળ IT એન્જિનિયરિંગમાં રોબોટિક્સનું ભણવાની ઈચ્છા છે. સાથે જ આ વિદ્યાર્થીએ અન્ય વિદ્યાર્થીને સલાહ આપી હતી કે, બોર્ડના નામથી ડરવાની જરૂર નથી. મહેનત કરશો તો ચોક્કસ સારું પરિણામ (Advice given by students) મેળવશો જ .

સૌથી વધુ પરિણામ મેળવનારો જિલ્લો બન્યો સુરત

આ પણ વાંચો-GSEB Results 2022 : શિક્ષિત રિક્ષાચાલકના પુત્ર સચિનની A1 ગ્રેડ મેળવી સિક્સર, ઘરમાં કોઈ અશિક્ષિત નહીં

છેલ્લા 2 મહિનામાં પેપર સોલ્વ કર્યા હતા - સારું પરિણામ મેળવનારી વિદ્યાર્થિની યશ્વી સેલડિયાએ જણાવ્યું હતું કે, મને ધોરણ 10માં 97.83 ટકા આવ્યા છે. અમારા શિક્ષકો અને અમારા પરિવારને જે પ્રમાણે મહેનત કરાવી હતી. તેનું આ પરિણામ છે. અભ્યાસ દરમિયાન અમને ખૂબ જ સારી મહેનત કરાવવામાં આવતી હતી. તો છેલ્લા 2 મહિનામાં પેપર સોલ્વ કર્યા હતા. એટલે આટલું સારું પરિણામ મેળવ્યું છે. જોકે, હવે તેઓ પોતાના પિતાની જેમ ડોક્ટર બનવા માગે છે.

સ્કૂલમાં થતી એક્સરસાઈઝથી મળી મદદ -વિદ્યાર્થિની વાણી ગોયાણીએ જણાવ્યું હતું કે, મને ધોરણ 10માં 97.66 ટકા આવ્યા છે. આ પરિણામ પછી અમારા શિક્ષકો અને મારા પરિવારને ખૂબ જ સારો સહકાર હતો. આ પરિણામ માટે જે સ્કૂલમાં મહેનત કરવામાં આવતી હતી. તે જ મહેનતને ઘરે આવીને કરી હતી. સ્કૂલમાં અમને રાઈટીંગ અને પેપર સોલ્વ કરાવતા હતા. જોકે, મારા પપ્પા રત્ન કલાકાર છે. તો હવે આગળ કમ્પ્યુટર એન્જિનીયરિંગ કરવાની ઈચ્છા છે.

ABOUT THE AUTHOR

...view details