ETV Bharat / state

મન હોય તો માળવે જવાય: અનેક મુશ્કેલીઓ વચ્ચે વિદ્યાર્થીઓએ ધોરણ 12માં કર્યું ટોપ

author img

By

Published : Jun 4, 2022, 5:40 PM IST

ગુજરાતમાં ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ (GSEB HSC Results 2022)જાહેર કરવામાં આવ્યું છે. કેટલાક એવા તેજસ્વી વિદ્યાર્થીઓએ તેમણે ખૂબ જ મુશ્કેલ પરિસ્થિતિઓનો સામનો કરી ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં ટોપ કર્યું છે. હવે એ વિદ્યાર્થીઓ ટોપ કરી પોતાની મનગમતી કારકિર્દીની કેડી કંડારવા તૈયાર છે.

મન હોય તો માળવે જવાય: અનેક મુશ્કેલીઓ વચ્ચે વિદ્યાર્થીઓએ ધોરણ 12માં કર્યું ટોપ
મન હોય તો માળવે જવાય: અનેક મુશ્કેલીઓ વચ્ચે વિદ્યાર્થીઓએ ધોરણ 12માં કર્યું ટોપ

અમદાવાદઃ મંઝિલ ઉસ કો હી મિલતી હૈ જીનકે સપનો મે જાન હોતી હૈ સિર્ફ પંખ હોને સે કુછ નહી હોતા આ પંક્તિને સાર્થક કરી છે કેટલાક એવા તેજસ્વી વિદ્યાર્થીઓએ તેમણે ખૂબ જ મુશ્કેલ પરિસ્થિતિઓનો સામનો કરી ધોરણ 12 સામાન્ય(GSEB HSC Results 2022) પ્રવાહમાં ટોપ કર્યું છે. હવે એ વિદ્યાર્થીઓ ટોપ કરી પોતાની મનગમતી કારકિર્દીની કેડી(Good result of Ahmedabad students) કંડારવા તૈયાર છે.

ધોરણ 12

આ પણ વાંચોઃ સારું પરિણામ મેળવવું હોય તો શું કરવું, વિદ્યાર્થીઓએ આપી સલાહ

સીએ બની પિતાની ઇચ્છા પૂરી કરવી - એચ બી કાપડીયા સ્કૂલમાં અભ્યાસ કરતા હર્ષ વિલાસ વાણી વિદ્યાર્થીએ ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 90 ટકા અને 99.3 પર્સન્ટાઈલ મેળવ્યા છે. કોરોનામાં પિતા મૃત્યુ પામ્યા હોય તે વિદ્યાર્થીની શું હાલત હોય તે સમજી શકાય છે. આવી જ સ્થિતિમાં હર્ષની હતી. જ્યારે હર્ષ ધોરણ 11માં હતો ત્યારે કોરોનામાં પિતાની છત્રછાયા ગુમાવી હતી છતાં હિંમત હાર્યા વગર ધોરણ 12માં ટોપ (STD 12 Commerce Result declared)કર્યું છે ત્યારે હવે સીએ બની પિતાની ઇચ્છા પૂરી કરવા ઈચ્છે છે.

આ પણ વાંચોઃ GSEB HSC Results 2022: સૌથી વધુ વિદ્યાર્થીઓએ A-1 ગ્રેડ મેળવી ગુજરાતના આ જિલ્લાએ વગાડ્યો ડંકો

બિઝનેસ મેનેજમેન્ટમાં કારકિર્દી બનાવવાની ઇચ્છા - એક વિદ્યાર્થી અક્ષત ચૌહાણ જણાવ્યું હતું કે તેના ધોરણ-12માં 92 ટકા અને 99.20 PR મેળવ્યા છે. તેના પિતા 25 વર્ષથી દરજી કામ કરે છે અક્ષતના પિતા નવ પાસ અને માતા 12 ધોરણ સુધી ભણ્યા છે. જો કે જીવનની અનેક મુશ્કેલીઓનો સામનો કરી માતા પિતા દીકરાને ભણાવ્યો છે અક્ષર અને એમબીએ કરી બિઝનેસ મેનેજમેન્ટમાં કારકિર્દી બનાવવાની ઇચ્છા છે. ધોરણ 12 સામાન્ય પ્રવાહનું 86.91 ટકા પરિણામ જાહેર થયું છે. જેમાંના કેટલાક એવા તેજસ્વી તારલા જેવો મુશ્કેલીઓને અવગણીને પોતાની કારકિર્દી તરફ આગળ વધ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.