ETV Bharat / city

GSEB Results 2022 : શિક્ષિત રિક્ષાચાલકના પુત્ર સચિનની A1 ગ્રેડ મેળવી સિક્સર, ઘરમાં કોઈ અશિક્ષિત નહીં

author img

By

Published : Jun 4, 2022, 9:11 PM IST

આજે ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ (GSEB Results 2022) જાહેર થયું ત્યારે ભાવનગરના એક રીક્ષાચાલક પરિવારમાં ભરપુર ખુશીનો માહોલ બંધાઇ ગયો હતો. કારણ કે આ પરિવારના દીકરો સચિન 99.64 પર્સન્ટાઇલ સાથે ઉત્તીર્ણ થયો છે. તેમના પરિવારની સ્થિતિને લઇને સચિને મેળવી એ સફળતાના (Bhavnagar student Sachin Khasiya success in standard 12) મોંઘા મૂલ છે.

GSEB Results 2022 : શિક્ષિત રિક્ષાચાલકના પુત્ર સચિનની A1 ગ્રેડ મેળવી સિક્સર, ઘરમાં કોઈ અશિક્ષિત નહીં
GSEB Results 2022 : શિક્ષિત રિક્ષાચાલકના પુત્ર સચિનની A1 ગ્રેડ મેળવી સિક્સર, ઘરમાં કોઈ અશિક્ષિત નહીં

ભાવનગર - ભાવનગર શહેરના નટવરભાઈ ખસિયા ઘરનું ગુજરાન ચલાવા નોકરી ન મળી તો રીક્ષા ચલાવીને પૂરું કરે છે. M.A ઇકોનોમિક્સ સુધીના શિક્ષિત નટવરભાઈના નાના પુત્ર (Rickshaw drivers son succeeds in board exam) સચિને મેળવેલી સિદ્ધિથી તેઓ ખૂબ ખુશ છે. મોટા પુત્ર બાદ નાના પુત્રએ મરજી મુજબનું પરિણામ આપતા નટવરભાઈ ગર્વ મેળવી રહ્યા છે. સચિનના દાદાથી સચિન સુધી કોઈ અશિક્ષિત નથી. જાણો સચિનની સિદ્ધિ સાથે પરિવારની શિક્ષણમાં સિદ્ધિઓ શું ? ભાવનગરનું સામાન્ય પ્રવાહનું પરિણામ (GSEB Results 2022) 93.09 પર્સનટાઇલ પરિણામ આવ્યું છે. ઇકોનોમિક્સમાં M.A સુધી પહોંચેલા અને રીક્ષા ટેમ્પો ચલાવતા નટવરભાઈ ખસિયાનો પુત્ર સચિન 99.64 પર્સન્ટાઇલ (Bhavnagar student Sachin Khasiya success in standard 12)લાવ્યો છે. આ રીક્ષાચાલકના પુત્રની બોર્ડ પરીક્ષામાં સિદ્ધિની (Rickshaw drivers son succeeds in board exam) વાત છે.

સચિન ખસિયા 99.64 પર્સન્ટાઇલ સાથે ઉત્તીર્ણ થયો

બીએમ કોમર્સના 12 વિદ્યાર્થી પૈકીનો એક A1 ગ્રેડમાં - ભાવનગર બીએમ કોમર્સમાં અભ્યાસ કરતા સચિન નટવરભાઈ ખસિયાએ (Bhavnagar student Sachin Khasiya success in standard 12)A1 ગ્રેડ સાથે 99.64 પર્સનટાઇલ મેળવ્યા છે. બીએમ કોમર્સના કુલ 12 વિદ્યાર્થીઓએ A1 પર્સનટાઇલ મેળવ્યા છે.પરંતુ સચિનના પિતા માલસામાનની હેરફેર માટે (Rickshaw drivers son succeeds in board exam)રીક્ષા ચલાવે છે. ભાવનગરનું પરિણામ પહેલાં જાણીએ તો કુલ જિલ્લાનું 93.09 પર્સનટાઈલ પરિણામ આવ્યું છે જેમાં A1-151, A2- 2113, B1- 3935 , B2- 3639, C1-2164, C2- 679, D-38 અને E1 -2 વિદ્યાર્થીઓએ મેળવ્યા છે.કુલ 13665 વિદ્યાર્થીઓએ (GSEB Results 2022) પરીક્ષા આપી હતી.

આ પણ વાંચોઃ મન હોય તો માળવે જવાય: અનેક મુશ્કેલીઓ વચ્ચે વિદ્યાર્થીઓએ ધોરણ 12માં કર્યું ટોપ

સચિનની સિદ્ધિ પાછળનું મહત્વ અને પરિવારની સ્થિતિ - સચિનના પિતા નટવરભાઈ ખસિયા માલસામાન હેરફેર માટે (Rickshaw drivers son succeeds in board exam)રીક્ષા ફેરવીને ગુજરાન ચલાવે છે. પોતાને છાપરા વાળું મકાન છે. સચિન કોઈ ટ્યુશન વગર ઘરમાં અભ્યાસ કરતો હતો. શાળામાં જે અભ્યાસ કરાવાય તેને સમજીને ઘરે આવી રિવિઝન કરતો હતો. શાળા દ્વારા વીડિયો પણ યુટ્યુબ મારફત મોકલવામાં આવતા જેથી અભ્યાસ કરવામાં અનુકૂળતા રહેતી હતી. અન્ય કોઈ પ્રવૃત્તિ વગર સચિન અભ્યાસ કરતો હતો. ઘરમાં શિક્ષણના જરૂરિયાતના પેપર શોધવા પડે નહીં અંતે તેનો કાગળ ફ્રીઝ,બારણું અને દીવાલ પર ચીપકાવીને (Bhavnagar student Sachin Khasiya success in standard 12)અભ્યાસ કરતો હતો. સચિનની ઈચ્છા બેન્ક અથવા GPSC પાસ કરીને ઓફિસર બનવાની છે. સચિને જણાવ્યું હતું કે તેને મહેનત કરતા વધારે પરિણામ (GSEB Results 2022) મળ્યું છે. મોબાઈલ હોવા છતાં તેનો ઉપયોગ અભ્યાસ હેતુ કર્યો છે. ધોરણ 11 માં મોબાઈલ ખૂબ જ મહત્વનો બન્યો હતો. અન્ય બાળકો મોબાઈલથી ગુમરાહ થઈ જતા હોય છે પણ મેં જરૂરિયાત મુજબ ઉપયોગ કર્યો હતો.

આ પણ વાંચોઃ GSEB HSC Results 2022: સૌથી વધુ વિદ્યાર્થીઓએ A-1 ગ્રેડ મેળવી ગુજરાતના આ જિલ્લાએ વગાડ્યો ડંકો

સચિનના પિતા,ભાઈ અને માતાનું શિક્ષણ સ્તબ્ધ કરનારું - રોજગારીની શોધમાં (Rickshaw drivers son succeeds in board exam)કોઈ પણ વ્યવસાય કે કાર્ય કરવું પડે છે આવું સચિનના પિતા નટવરભાઈનું પણ છે. માલસામાનની રીક્ષા (Bhavnagar student Sachin Khasiya success in standard 12)ચલાવતા નટવરભાઈ ખસિયા B.COM સેકન્ડ કલાસ પાસ અને M.A પાર્ટ 2માં ઇકોનોમિક્સમાં એક વિષયમાં માત્ર બે માર્ક માટે ફેલ થયાં હતાં. જો કે તે સમયની સ્થિતિ વિશે નટવરભાઈ બોલવા માંગતા નથી. સચિનની માતા વર્ષાબેન B.COM ફર્સ્ટ કલાસ પાસ છે. સચિનનો મોટો ભાઈ દિવ્યરાજ B.sc કેમેસ્ટ્રી પાસ છે અને હાલ નોકરી પ્રાપ્ત કરી છે. નવીન વાત એ છે કે સચિન અને તેના માતાપિતા ત્રણેય NCC કેડેટ છે. સચિનના દાદા મહાનગરપાલિકામાં કાળુભાઇ ખોડાભાઈ ખસિયા જુનિયર ઇન્સ્પેકટર હતાં જેમને રિટાયર્ડ બાદ સન્યાસ મેળવી લીધો અને હાલ ગારીયાધારમાં આશ્રમ બનાવી કલ્યાણદાસ બાપુ તરીકે ઓળખાય છે. સચિનના દાદાના સમયથી બધા જ શિક્ષિત છે અને વારસા પ્રમાણે તેને પણ શિક્ષણમાં સિદ્ધિ મેળવવામાં કોઈ કસર છોડી નથી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.