ગુજરાત

gujarat

સુરત મનપા કમિશનરે શહેરની તમામ સ્કૂલ-કોલેજના આચાર્ય સાથે યોજી બેઠક

By

Published : Feb 25, 2021, 5:16 PM IST

સુરત સાયન્સ સેન્ટર ખાતે મનપા કમિશનર બંછાનિધિ પાનીએ શહેરની તમામ સ્કૂલ અને કોલેજોના આચાર્ય જોડે એક બેઠક કરી હતી. આ બેઠકમાં હાલ સુરતમાં વધી રહેલા કોરોના મહામારીને લઈને વિદ્યાર્થીઓના હિત માટે ચર્ચાઓ કરવામાં આવી હતી. સ્કૂલ-કોલેજોમાં વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખીને ચર્ચાઓ કરવામાં આવી હતી.

શહેરની તમામ સ્કૂલ અને કોલેજના આચાર્ય જોડે બેઠક કરતા મનપા કમિશનર બંછાનિધિ પાની
શહેરની તમામ સ્કૂલ અને કોલેજના આચાર્ય જોડે બેઠક કરતા મનપા કમિશનર બંછાનિધિ પાની

  • વિદ્યાર્થીઓના હિત માટે બેઠક યોજવામાં આવી
  • શરદી-ઉધરસ હલકો તાવ જેવું લાગે તો તરત કોરોના ટેસ્ટ કરવામાં આવશે
  • રિપોર્ટ પોઝિટિવ કે નેગેટિવ આવ્યો છે તેની જાણકારી સ્કૂલ-કોલેજોમાં આપવી પડશે

સુરતઃ મનપા કમિશનર બંછાનિધિ પાનીએ સુરતની તમામ સ્કૂલ અને કોલેજોના આચાર્ય જોડે એક બેઠક યોજી હતી. તેમાં મનપા કમિશનર દ્વારા સ્કૂલ કોલેજોના આચાર્યઓને જણાવવામાં આવ્યું હતું કે, જો તમારી સ્કૂલ કોલેજોમાં તમને અથવા તમારા શિક્ષકોને, વિદ્યાર્થીઓને શરદી-ઉધરસ, તાવ જેવું લાગે તો તરત કોરોના ટેસ્ટ કરાવવો અને ત્યારબાદ વિદ્યાર્થીને જે તે રિપોર્ટ આવ્યા બાદ જ સ્કૂલ-કોલેજોમાં પ્રવેશ આપવો. જેથી આપણે અને આપણી કોલેજના વિદ્યાર્થીઓ, સંચાલકો સુરક્ષિત રહી શકે.

વિદ્યાર્થીઓના હિત માટે બેઠક કરવામાં આવી

શાળા-કોલેજમાં આવતા પહેલા કોરોના ટેસ્ટ કરવો પડશે

મનપા કમિશનર બંછાનિધિ પાનીએ સુરતની તમામ સ્કૂલ અને કોલેજોના આચાર્ય જોડે બેઠક દરમિયાન જણાવ્યું હતું કે, તમારા શાળા કે કોલેજના સંચાલકો, વિદ્યાર્થીઓ લગ્નપ્રસંગ કે પ્રવાસગમન કે અન્ય કાર્યક્રમમાં ગયા હોય તો શાળા-કોલેજમાં આવતા પહેલા કોરોના ટેસ્ટ કરવો પડશે. કોરોના ટેસ્ટ કરાવી ચૂક્યા છે તો તેનો રિપોર્ટ પોઝિટિવ કે નેગેટિવ આવ્યો છે તેની જાણકારી સ્કૂલ-કોલેજોમાં આપવી પડશે.

ABOUT THE AUTHOR

...view details