ગુજરાત

gujarat

Raksha Bandhan 2021: સુરતમાં 2500 થી લઇ 5 લાખ રૂપિયા સુધીની રાખડીઓની માંગ

By

Published : Aug 5, 2021, 7:18 PM IST

ભાઈ-બહેનનો પવિત્ર સંબંધ સદા હીરાની જેમ ચમકતો રહે આ માટે આ વર્ષે રક્ષાબંધનના પર્વ પર ખાસ રાખડીઓ જોવા મળી રહી છે. સુરત ડાયમંડ સિટી (diamond city surat) છે અને રક્ષાબંધનના (Raksha Bandhan 2021) પવિત્ર તહેવારને ધ્યાનમાં રાખી સોના, પ્લેટિનમ અને ખાસ કરીને રિયલ ડાયમંડની રાખડીઓની માગ છે. બહેન ખાસ રાખડીઓ આપીને ભાઈને અનમોલ ઉપહાર આપવા માંગે છે.

Raksha Bandhan 2021: સુરતમાં 2500 થી લઇ 5 લાખ રૂપિયા સુધીની રાખડીઓની માંગ
Raksha Bandhan 2021: સુરતમાં 2500 થી લઇ 5 લાખ રૂપિયા સુધીની રાખડીઓની માંગ

  • સોના, પ્લેટિનમ અને ખાસ કરીને રિયલ ડાયમંડની રાખડીઓની માંગ
  • બહેન ખાસ રાખડીઓ આપીને ભાઈને આપેે છે અનમોલ ઉપહાર
  • રાખડી રૂપે બહેનો કરે છે ઇન્વેસ્ટમેન્ટ

સુરત: ભાઈના કાંડા પર રાખડી બાંધવા માટે એક વર્ષ સુધી બહેન રાહ જોતી હોય છે. ભાઈ-બહેનના પવિત્ર તહેવાર રક્ષાબંધન (Raksha Bandhan 2021) ને ગણતરીના દિવસો બાકી રહી ગયા છે. ત્યારે બજારમાં આમ તો અવનવી રાખડીઓ જોવા મળે છે. પરંતુ સુરતમાં ખાસ રાખડીઓ બનાવવામાં આવી છે, જેને દરેક બહેન પસંદ કરી રહી છે. સોના, પ્લેટિનમ અને રિયલ ડાયમંડની રાખડીઓ 2500 રૂપિયા થી લઇ 5 લાખ રૂપિયા સુધીની છે. બેન ઈચ્છે છે કે, ભાઇના કાંડામાં રિયલ ડાયમન્ડ ચમકતો રહે અને ભવિષ્યમાં આ ડાયમંડ કે સોનુ તેના સામે આવી શકે. આ ભાવનાત્મક સંબંધને ભવિષ્ય સાથે જોડીને બહેનો સોના અને હીરાની રાખડીઓ ખરીદવા પહોંચી છે.

Raksha Bandhan 2021: સુરતમાં 2500 થી લઇ 5 લાખ રૂપિયા સુધીની રાખડીઓની માંગ
  • સુરતમાં ઉપલબ્ધ અવનવી રાખડીઓની વિશેષતા

પેન્ડલ વાળી રાખડીઓ

પેન્ડલ વાળી સોના અને હીરાની રાખડીઓ બહેનો પસંદ કરી રહી છે. આ રાખડીની ખાસિયત છે કે, સુતરમાં સોનાનું પેન્ડલ હોય છે, જેને રાખડીની જેમ બાંધવામાં આવે છે. થોડો સમય ગયા પછી આ રાખડીમાંથી પેન્ડલ કાઢીને ભાઈ ચેઈનમાં પહેરી શકે છે.

બ્રેસલેટ વાળી રાખડીઓ

બહેનો બ્રેસલેટ વાળી રાખડીઓ પણ પસંદ કરી રહી છે, જે પૂર્ણ રૂપે સોનાની હોય છે. જેના પર ડાયમંડ જડ્યા હોય છે. આ રાખડીમાં સોનાનો ઉપયોગ વધારે કરવામાં આવે છે. રાખડી સ્વરૂપે જ્યારે આ બ્રેસલેટ રાખડીને પહેરશે તો ભાઈ આજીવન રાખડીને બ્રેસલેટ સ્વરૂપમાં પહેરી શકે છે.

ધાર્મિક ચિન્હો વાળી રાખડી

ઓમ સ્વસ્તિક ગણપતિની મૂર્તિ અને મોર પંખ જેવા આકારની રાખડીઓ જે સોના અને ડાયમંડમાં છે. તેની પણ ખૂબ જ ડિમાન્ડ હાલ બજારમાં જોવા મળી રહી છે. જ્વેલર્સ દ્વારા પર્વને ધાર્મિક સ્વરૂપ આપવાનો પણ નક્કી કરાયો છે, આજ કારણ છે કે, અવનવી ડિઝાઇનમાં આ રાખડી મળી રહી છે જે હીરા જડિત છે.

રાખડીમાં આ રુદ્રાક્ષ

રાખડીમાં રુદ્રાક્ષ પણ જોવા મળે છે સોનાને ચાંદીની રાખડીમાં રુદ્રાક્ષની માળા પણ આ વખતે છે, જેના કારણે જ્વેલર્સ દ્વારા એક બ્રેસલેટ સ્વરૂપમાં બનાવવામાં આવી છે. જેમાં નાના-નાના રુદ્રાક્ષ સોનામાં ગુથેલાં હોય છે.

મયાન અને લંગર રાખડીમાં

અનેક ડિઝાઇનો સાથે જે ભાઈઓને વધારે ગમે તેવા ચિન્હો વાળી પણ રાખડી બનાવવામાં આવી છે, પુરુષાર્થને બતાવનારા મંગળ અને બયાનમાં તલવાર વાળી ડિઝાઇન પણ આ વખતે રાખડી પર જોવા મળી રહી છે.

અસલ હીરાની રાખડી 8500 રૂપિયા

સુરતના જ્વેલર્સ દિપક ચોક્સીએ જણાવ્યું હતું કે, આ વખતે લોકોના બજેટને ધ્યાનમાં રાખીને સારામાં સારી રાખડીઓ સોના, અસલ હીરા અને પ્લેટિનમ માં મળી રહે આ હેતુથી અનેક રાખડીઓ બનાવી છે સોનામાં સૌથી સસ્તુ અને ડિઝાઇન વાળી રાખડીઓ 2500 રૂપિયા થી શરૂઆત થાય છે. જ્યારે અસલ હીરા ની રાખડી સાડા આઠ હજાર રૂપિયામાં બહેનોને મળી રહેશે આ પછી આ રાખડીઓની કિંમત પાંચ લાખ રૂપિયા સુધી જાય છે.

રાખડી એન્ટિબાયોટિક સ્વરૂપમાં લોકોને મળી રહે

તેઓએ વધુમાં જણાવ્યું હતું કે,રાખડીઓ સાથે જે સુતર બાંધવામાં આવે છે તે માટે પણ ખૂબ જ કાળજી લેવામાં આવે છે કોરોના કારણે ધ્યાનમાં રાખી સૂતરને ખાસ સેનેટાઈઝર કરવામાં આવે છે અને કંકુ લગાવવામાં આવે છે જેથી તે એન્ટિબાયોટિક સ્વરૂપમાં લોકોને મળી રહે સોનાને ચાંદીની રાખડીઓ ટ્રેડિશનલ લુક આપવા માટે ખાસ સૂતનો ઉપયોગ કરવામાં આવ્યું છે.

સુરતમાં સૌથી સારા મળે છે રિયલ ડાયમન્ડ

મુંબઈથી ખાસ રિયલ ડાયમંડ ની રાખડી ખરીદવા આવેલી શ્રેયાએ જણાવ્યું હતું કે સુરતમાં રિયલ ડાયમન્ડ સૌથી સારું મળે છે. આ માટે મુંબઈથી મોટા ભાઈને સરપ્રાઈઝ આપવા રિયલ ડાયમંડની રાખડી ખરીદવા આવી છું, જે તેને આજીવન કામ લાગશે અન્ય રાખડીઓ ભાઈઓ કંઈ પણ મૂકીને ભૂલી જતા હોય છે. પરંતુ મોંઘી રાખડી રહેશે તો તે તેની કાળજી પણ લેશે અને ભવિષ્યમાં ઉપયોગી પણ બની રહેશે.

આ પણ વાંચો:Raksha Bandhan 2021: નહિ પલળે બહેને ભાઈ માટે મોકલેલો સંદેશ, પોસ્ટ વિભાગે બહાર પાડ્યા વોટર પ્રુફ કવરો

એક્સપેન્સિવ ગિફ્ટ તરીકે ગોલ્ડની રાખડી ખરીદવા આવી

નેજાએ જણાવ્યું હતું કે, તે વિદ્યાર્થી છે અને પોકેટ મની એકત્ર કરી સોનાની રાખડી મોટા ભાઈને આપવા માંગે છે. નાનપણથી કાળજી લેનારા ભાઈ માટે આ રક્ષાબંધનના પર્વ પર તે એક્સપેન્સિવ ગિફ્ટ તરીકે આ ગોલ્ડની રાખડી ખરીદવા આવી છે. જે ઇન્વેસ્ટમેન્ટ તરીકે મોટા ભાઈને ક્યારે પણ કામ લાગી શકે છે.

ABOUT THE AUTHOR

...view details