ગુજરાત

gujarat

મોડી રાત્રે ડીજે બંધ કરાવાતાં લોકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ, પીસીઆર વાન પર પથ્થરમારો

By

Published : Aug 22, 2022, 10:08 PM IST

ગણેશોત્સવ 2022 Ganeshotsav 2022 in Surat, ના દિવસો નજીક છે ત્યારે રાજ્યમાં ગણેશ પ્રતિમાઓ લઇ જવાનું શરુ કરવામાં આવ્યું છે. ગતરાત્રે સુરતના ઉધનામાં ડીજેના તાલે ગણેશ પ્રતિમા લઇ જતાં લોકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ Police Public Clash in Surat, સર્જાયું હતું. પરિસ્થિતિ ઉગ્ર બનતાં પથ્થરમારો Stone Pelting on surat police PCR Van, પણ થયો હતો.

મોડી રાત્રે ડીજે બંધ કરાવાતાં લોકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ, પીસીઆર વાન પર પથ્થરમારો
મોડી રાત્રે ડીજે બંધ કરાવાતાં લોકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ, પીસીઆર વાન પર પથ્થરમારો

સુરત ગણેશોત્સવ 2022 Ganeshotsav 2022 in Surat, ને લઇને સુરતમાં પણ તૈયારીઓ જોવા મળી રહી છે. સુરત શહેરના ઉધના વિસ્તારમાં ભગવાન ગણેશની સ્થાપના માટે શ્રીજીની પ્રતિમા સોસાયટીના રહેશો દ્વારા લાવવામાં આવી રહી હતી. તે દરમિયાન લોકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ Police Public Clash in Surat, થતાં માથાકૂટની પરિસ્થિતિ સર્જાઈ હતી. એટલું જ નહીં ઘર્ષણ સમયે પોલીસ ઉપર પથ્થરમારો Stone Pelting on surat police PCR Van,પણ થયો હતો.

લોકોના ઉગ્ર રોષનો ભોગ બની ઉધના પોલીસ

ડીજે બંધ કરાવાતાં લોકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ હાલ ગણેશોત્સવ 2022 Ganeshotsav 2022 in Surat, ને ગણતરીના દિવસો બાકી રહ્યા છે અને ગણેશ ભક્તો આ મહોત્સવને લઇ તૈયારીઓ પણ કરી રહ્યા છે. સુરતમાં અને અનેક મંડળ દ્વારા ગણેશ પ્રતિમાઓનું આગમન કરવામાં આવી રહ્યું છે. ઉધના વિસ્તારના પણ એક ગણેશ મંડળ દ્વારા શ્રીજીની પ્રતિમા સોસાયટીમાં લાવવામાં આવી હતી તે દરમિયાન મોડીરાત સુધી ડીજે વાગતા પોલીસ સોસાયટીમાં પહોંચી ગઈ હતી અને ડીજે બંધ કરાવ્યું હતું. પોલીસની કાર્યવાહીને લઈ સ્થાનિકો ઉશ્કેરાઇ ગયાં હતાં અને ઉધના પોલીસની પીસીઆર વાનને સોસાયટીમાંથી Police Public Clash in Surat, બહાર કઢાવી હતી.

આ પણ વાંચો વલસાડમાં પોલીસ અને ધારાસભ્ય ભરત પટેલ વચ્ચે મામલો ગરમાયો, શું થયું જૂઓ

પીસીઆર વાન ઉપર પથ્થરમારો સોસાયટીના લોકો અને પોલીસ વચ્ચે ઘર્ષણની સ્થિતિ Police Public Clash in Surat, સર્જાઈ હતી. આ દરમિયાન કેટલાક સ્થાનિકો પોલીસ વાન ઉપર પથ્થરમારા કરતાં હોય તે પ્રકારનો વિડીયો પણ સામે આવ્યો છે. વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે પીસીઆર વાન ઉપર કેટલાક લોકો પથ્થરમારો કરી રહ્યા Stone Pelting on surat police PCR Van, છે.

આ પણ વાંચો તાપીના ડોસવાડા ગામે ઝિંક પ્લાન્ટના વિરોધમાં ગ્રામજનો દ્વારા હોબાળો, પોલીસ પર કર્યો પથ્થરમારો

કંટ્રોલરૂમમાં ફરિયાદ મળી હતીઆ સમગ્ર મામલે ઉધના પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર એચ. એસ. આચાર્યે જણાવ્યું હતું કે અમને કંટ્રોલરૂમમાંથી જાણ કરવામાં આવી હતી કે મોડી રાત સુધી ડીજે ચાલુ છે અને આ વિસ્તારના કેટલાક લોકો જેના કારણે હેરાન થઈ રહ્યા છે. કંટ્રોલરૂમથી વર્દી મળતા જ અમે ઘટના સ્થળે પહોંચી ગયાં હતાં. જોકે આ સમગ્ર મામલે અત્યાર સુધીમાં ફરિયાદ નોંધવવામાં આવી નથી.

ABOUT THE AUTHOR

...view details