ગુજરાત

gujarat

પોલીસ અને મળતિયા દ્વારા ગેરકાયદેસર ઉઘરાણા, લાઇવ કરનાર પર હુમલો

By

Published : Aug 18, 2022, 7:44 PM IST

પોલીસ અને મળતિયા દ્વારા ગેરકાયદેસર ઉઘરાણા
પોલીસ અને મળતિયા દ્વારા ગેરકાયદેસર ઉઘરાણા

સુરતમાં વારંવાર ક્રાઈમની ઘટનાઓ સામે આવતી હોય છે, પરંતુ આજે જે ઘટના બની છે તે સુરત પોલીસને નીચું જોવા મજબૂર કરી દેશે. મેહુલ બોઘરા નામના એડવોકેટ ગેરકાયદેસર રીતે લોકો પાસેથી ઊઘરાના કરતા ટ્રાફિક પોલીસ અને તેમના મળતિયાઓનું લાઈવ કરી રહ્યો હતો. આ દરમિયાન તેના પર લાકડી વડે હુમલો કરવામાં આવ્યો હતો. હુમલા સમયે તેમના ફોનમાં લાઈવ શરૂ હતું આથી આ સમગ્ર ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે. આ હુમલામાં તેમને માથાના ભાગે ઇજા પહોંચતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. Attckt On Advocate, viral video Of Incident, Crime In Surat

સુરત :સરથાણા વિસ્તારમાં એડવોકેટ મેહુલ બોઘરા પર હુમલો કરવામાં આવ્યો છે. મેહુલ ફેસબુક ઉપર લાઈવ કરી રહ્યો હતો અને બતાવવા માંગતો હતો કે, કઈ રીતે ટેમ્પો ચાલકો પાસે પોલીસના મળતિયાઓ દ્વારા ગેરકાયદેસર ઉઘરાણી કરવામાં આવી રહી છે, તે દરમિયાન એક વ્યક્તિ રિક્ષામાંથી લાકડી કાઢી અચાનક જ તેની ઉપર હુમલો કરવા લાગે છે. આ હુમલા દરમિયાન પણ મેહુલ ફેસબુક લાઈવ ચાલુ રાખે છે. આ હુમલામાં એડવોકેટ મેહુલ બોઘરા ઈજાગ્રસ્ત થયા છે. માથાના ભાગે ગંભીર ઈજાઓ થતા લોહી લુહાણ હાલતમાં પોતે બાઈક પર બેસીને મેહુલ હોસ્પિટલ પહોંચ્યો હતો. Attack with sticks, Attack on Advocate Mehul Boghra

આ પણ વાંચો :ધોળા દિવસે વૃદ્ધાની આંખો પર પાટા બાંધી કરાઇ લૂંટ

હુમલાની ઘટનાનો લાઈવ વીડીયો :ઉલ્લેખનીય છે કે, એડવોકેટ મેહુલ બોઘરા અવાર નવાર ફેસબુક લાઈવ મારફતે પોલીસ અને તેમના મળતિયા દ્વારા કરવામાં આવતા ગેરકાયદે ઉઘરાણાનો પર્દાફાશ કરે છે. ફેસબુક લાઈવના કારણે કેટલાક પોલીસ કર્મચારીઓ ઉપર કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવી છે. આ વખતે પણ તેઓ દ્વારા ફેસબુક લાઈવ (Crime Front Of Facebook Live ) કરીને બતાવતો હતો, ત્યારે જ તેઓની ઉપર હુમલો કરવામાં આવ્યો હતો. આ ઘટના બાદ, પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. Crime Video Viral

આ પણ વાંચો :વ્યાજખોર દ્વારા વેપારીની કનડગત ધક્કો મારી 12 ફૂટ નીચે પાડ્યો

TRB સુપર વાઈઝર દ્વારા હુમલો :મેહુલ બોઘરાએ જણાવ્યું હતું કે, સરથાણા કેનાલ રોડ પર રીક્ષામાં ગેરકાયદે હપ્તા ઉઘરાણા કરવામાં આવી રહ્યા હતા. આ અગાઉ પણ મેં તે લોકોને આવા ઉઘરાણા નહી કરવા વોર્નિંગ આપી હતી. આથી, તે લોકોએ મને મારવાની ધમકીઓ આપી હતી. આજે પણ લસકાણા પોલીસ ચોકી પાસે હું ગયો ત્યાં જ મારા પર પોલીસની હાજરીમાં હુમલો કરવામાં આવ્યો હતો. મેહુલ દ્વારા આ હુમલો કરનાર TRB સુપર વાઈઝર સાજન ભરવાડ હોવાનું જણાવવામાં આવ્યું હતું. viral video Of Incident, Crime In Surat

ABOUT THE AUTHOR

...view details