ETV Bharat / city

ધોળા દિવસે વૃદ્ધાની આંખો પર પાટા બાંધી કરાઇ લૂંટ

author img

By

Published : Aug 18, 2022, 3:23 PM IST

ભર બજારે વૃદ્ધાના આંખો પર પાટા બાંધી મચાવી લૂંટફાટ
ભર બજારે વૃદ્ધાના આંખો પર પાટા બાંધી મચાવી લૂંટફાટ

પારસીઓના નવા વર્ષના પ્રારંભે જ એક વૃદ્ધાના લૂંટાતા ચકચાર મચી ગઇ છે. બે લૂંટારા ભર બજારે વૃદ્ધાના આંખો પર પાટા બાંધી લૂંટફાટ મચાવી હતી. બનાવની જાણ પોલીસને થતાં તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ઘરી હતી. Elderly robbery in Vadodara, Crime rate in Gujarat, Gold robbery in Vadodara

વડોદરા શહેરના દાંડિયા બજાર વિસ્તારમાં એકલા રહેતા 98 વર્ષના પારસી વૃદ્ધાની આંખો ઉપર પાટા બાંધી બે લૂંટારા (Crime rate in Gujarat) તેઓના હાથમાંથી બે સોનાની બંગડીઓની લૂંટ ચલાવી ફરાર થઇ ગયા હતા. પારસીઓના પતેતીના દિવસથી શરૂ થતાં નવા વર્ષના પ્રથમ દિવસે પારસી વૃદ્ધાની બે સોનાની બંગડીઓની લૂંટ ચલાવી લૂંટારા ફરાર થઇ જતા સનસનાટી મચી ગઇ હતી. આ લૂંટનો ભેદ ઉકેલવા રાવપુરા પોલીસ તેમજ ક્રાઇમ બ્રાંચની ટીમ સ્થળ ઉપર પહોંચી જઇ (Robbery case in Vadodara) તપાસ હાથ ધરી છે.

વડોદરા દાંડિયા બાઝાર વિસ્તારમાં વૃધ્ધાના આંખો પર પાટા બાંધી લૂંટ

આ પણ વાંચો અજાણ્યા વાહનમાં બેસતા પહેલા સાવધાન! નહીં તો...

શું હતો બનાવ વડોદરા દાંડિયા બજાર જંબુબેટ ટેકરા ઉપર અરૂણોદય કોમ્પ્લેક્ષમાં 98 વર્ષિય ઇલાવીયાબહેન એકલા રહે છે. જ્યાં બપોરે બે લૂંટારા તેઓના ઘરમાં ઘૂસી ગયા હતા અને વૃદ્ધા ઇલાવીયાબહેનના પાછળથી તેમના મોંઢા ઉપર કાપડ નાંખી તેઓના હાથમાંથી બે સોનાની બંગડીઓની લૂંટ ચલાવી ફરાર થઇ ગયા હતા. લૂંટારુઓ ફરાર થઇ ગયા બાદ ઇલાવીયા બહેને બુમરાણ મચાવતા સ્થાનિક લોકો દોડી આવ્યા હતા. જેને લઈને તેઓની માહિતીના આધારે બનાવની જાણ પોલીસ કંટ્રોલમાં કરી હતી. પોલીસ કંટ્રોલમાં જાણ કરતા જ રાવપુરા પોલીસ દોડી આવી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં બે લૂંટારૂઓ તેમના ઘરમાં ઘૂસી ગયા હતા અને લૂંટારૂઓએ વૃદ્ધાના મોંઢા ઉપર પાછળથી કપડું ઢાંકી દીધું હતું. તેઓની આંખોમાં પાટા બાંધી તેમના હાથમાંથી બે સોનાની બંગડીઓની લૂંટ ચલાવી ફરાર ગયા હતા.

આ પણ વાંચો અંકલેશ્વરની બેન્કમાં થયેલી લૂંટનો ભેદ ઉકેલાયો

લૂંટનો ભેદ પારસીઓના નવા વર્ષના પ્રારંભે જ વૃદ્ધા લૂંટાતા ભારે ચકચાર મચી ગઇ હતી. આ બનાવ બનતા જ વિસ્તારના લોકોના ટોળા એકત્ર થઇ ગયા હતા. પોલીસે લૂંટનો ભેદ ઉકેલવા માટે ઝીણવટભરી તપાસ હાથ ધરી છે. બનાવ અંગે રાવપુરા પોલીસે ફરિયાદની કાર્યવાહી હાથ ધરી છે. તે સાથે પોલીસે લૂંટનો ભેદ ઉકેલવા માટે વિસ્તારમાં લાગેલા cctv મેળવવાની પોલીસે તજવીજ હાથ ધરી છે. લૂંટના બનાવમાં કોઇ જાણ ભેદુ હોવાનું પોલીસનું અનુમાન છે. પોલીસનો દાવો છે કે આગામી ગણતરીના કલાકોમાં લૂંટનો ભેદ ઉકેલાઇ જશે. આ બનાવે દાંડિયા બજાર વિસ્તારમાં ભારે ચકચાર જગાવી મૂકી હતી. Robbery case in Vadodara, Gold robbery in Vadodara, Crime rate in Gujarat, Parsis New Year, Elderly robbery in Vadodara, Robbery old Parsi woman gold jewellery

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.