ગુજરાત

gujarat

Kite with Image of PM Modi : કોંગ્રેસ અને ‘આપ’નો પેચ કાપવા ભાજપ ઉડાડશે પીએમ મોદીની છબિવાળા 25 લાખ પતંગ

By

Published : Jan 13, 2022, 4:26 PM IST

Updated : Jan 13, 2022, 6:05 PM IST

ભાજપ આ વર્ષની મકરસંક્રાતિએ પીએમ મોદીની તસવીરોવાળા 25 લાખ પતંગ ઉડાડાશે. ચૂંટણીના વર્ષમાં વિપક્ષ કોંગ્રેસ અને આપનો પેચ કાપવા (Gujarat Assembly Elections 2022) ભાજપ આ પતંગોથી (Kite with image of PM Modi ) પ્રચાર માટે સુસજ્જ છે.

Kite with image of PM Modi : કોંગ્રેસ અને આપનો પેચ કાપવા ભાજપ ઉડાડશે પીએમ મોદીની છબિવાળા 25 લાખ પતંગ
Kite with image of PM Modi : કોંગ્રેસ અને આપનો પેચ કાપવા ભાજપ ઉડાડશે પીએમ મોદીની છબિવાળા 25 લાખ પતંગ

સુરત : ઉત્તરાયણના પર્વ પર ગુજરાતમાં પીએમ મોદીની છબિવાળા 25 લાખ પતંગ ચગાવવામાં આવશે. વિધાનસભાની ચૂંટણીના આ પહેલા ઉત્તરાયણ પર્વ પર આ પતંગના માધ્યમથી ભાજપ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તસવીરના (Kite with image of PM Modi ) માધ્યમથી પ્રચાર-પ્રસાર કરવા માટે તૈયાર છે.

પ્રદેશ પ્રમુખ પાટીલે કરી જાહેરાત

ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે (BJP President C R Patil) સુરત ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તસવીરવાળી પતંગ કાર્યકર્તાઓને આપવાની વાત કહી છે. વર્ષના અંતમાં ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી યોજાઈ શકે છે. આ વિધાનસભાની ચૂંટણી માટે ભાજપે કમર કસી લીધી છે. આ વખતે ભાજપ સામે માત્ર કોંગ્રેસ જ નહીં પરંતુ આમ આદમી પાર્ટી પણ છે. ભાજપ પોતાની પીએમ મોદીની તસવીરવાળી (Kite with image of PM Modi ) પતંગના માધ્યમથી આમ આદમી પાર્ટી અને કોંગ્રેસનો પેચ (Gujarat Assembly Elections 2022 ) કાપવા માટે તૈયાર છે. આજ કારણ છે કે ભાજપના કાર્યકર્તાઓ ઉતરાયણ પર્વ પર ખાસ પતંગો ચગાવશે. આ 25 લાખ પતંગના માધ્યમથી તેઓ કરોડો લોકો સુધી વડાપ્રધાનની તસવીર અને તેમની ઉપલબ્ધિઓ પહોંચાડશે.

ચૂંટણીના વર્ષમાં વિપક્ષોનો પેચ કાપવા ભાજપ મોદી પતંગથી સુસજ્જ

આ પણ વાંચોઃ Amit Shah In Ahmedabad: કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ આજે આવશે ગુજરાત, પરિવાર સાથે ઉજવશે ઉત્તરાયણ

પતંગ પર શું જોવા મળશે

ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલે જણાવ્યું હતું કે (Kite with image of PM Modi ) કુલ 25 લાખ પતંગ તૈયાર કરવામાં આવી છે. જેમાં પીએમ મોદીની તસવીર છે. આઝાદીકા અમૃત મહોત્સવની સાથોસાથ જે કોરોના વેકસીન લોકોને નિશુલ્ક આપવામાં આવી છે તેનો ઉલ્લેખ આ પતંગ ઉપર જોવા મળશે. આ પતંગના માધ્યમથી લોકોને વેક્સિન લેવા માટે પણ અપીલ કરવામાં આવશે. આ 25 લાખ પતંગ બૂથ લેવલ પર દરેક જિલ્લા અને શહેરના પ્રમુખ વિતરણ કરશે.

આ પણ વાંચોઃ Makar Sankranti 2022: શા માટે મકરસંક્રાતિ પર ઉડાવવામાં આવે છે પતંગ, જાણો ઈતિહાસ...

Last Updated : Jan 13, 2022, 6:05 PM IST

ABOUT THE AUTHOR

...view details