ગુજરાત

gujarat

હીરાની ચમકતી 'સૂરત' પાછળ ક્રાઈમ સિટી બનતું 'સુરત', ફિલ્મી ઢબે હત્યાનો રાફડો

By

Published : Apr 26, 2022, 12:47 PM IST

Updated : Apr 26, 2022, 2:55 PM IST

સુરતની મુરત દિવસેને દિવસે બત્તર બનતી જાય છે. ત્યારે ફરી એક વખત સુરતની ફાઈવ સ્ટાર હોટલમાં મૃતદેહ (Surat Murder Case) મળી આવતા ચકચાર મચી છે. ફાઈવ સ્ટાર હોટલમાં કચરા પેટીમાંથી મૃતદેહ (Murder Five Star Hotel in Surat) મળી આવતા ભારે સનસનાટી ફેલાઈ છે. જો કો હોટલના એક કર્મચારીના પગ પર લોહીના ડાઘ દેખાતા પોલીસે તપાસ હાથ ધરી છે.

Surat Murder Case : સુરતમાં ફરી એક વખત ફિલ્મી ઢબે હત્યા થતાં ચકચાર
Surat Murder Case : સુરતમાં ફરી એક વખત ફિલ્મી ઢબે હત્યા થતાં ચકચાર

સુરત: ડુમસની ફાઈવ સ્ટાર લા મેરિડિયન હોટલમાં મૃતદેહ મળી આવતા ચકચાર (Surat Murder Case) મચી ઉઠ્યો છે. હોટલના સ્ટોર રૂમમાં કચરા પેટીમાં પ્લાસ્ટીકની થેલીમાંથી મૃતદેહ મળી આવતા ભારે ફફડાટ ફેલાયો છે. જો કે ફિલ્મી ઢબે કરેલી હત્યાનો ભેદ ડુમસ પોલીસે ગણતરીના કલાકમાં ઉકેલી કાઢ્યો હતો. પરંતુ હોટેલમાં જ નોકરી કરતા હાઉસ કીપીંગ મેનેજરના બુટ પર લોહીનો ડાઘ જોવા મળ્યા હતા.

સુરતની ફાઈવ સ્ટાર હોટલમાં મૃતદેહ મળી આવતા સનસનાટી ફેલાઈ

લાખો રુપિયા લઈને નીકળ્યો હતો -મળતી માહિતી મુજબ, ડુમસ રોડ પર આવેલી ફાઈવ સ્ટાર લા મેરિડિયન અને TGBના નામે ઓળખાતી હોટલમાં મૂળ ઓરીસ્સાનો વતની 26 વર્ષીય જીવન રાવત વર્ષ 2017થી કેશિયર તરીકે નોકરી કરતો હતો. સુરતમાં મગદલ્લા ગામમાં રહેતો હતો. જીવન રાવત રોજ હોટેલનું કલેક્શન બેંકમાં જમા કરાવવા જતો હતો. ત્યારે બપોરે 23 લાખ રૂપિયા લઈને વેસુ (Murder at Dumas Hotel) ખાતે આવેલી બેંકમાં જવા નીકળ્યો હતો. પરંતુ એક-બે કલાક પછી પરત નહીં આવતા હોટેલના સ્ટાફે તેનો સંપર્ક કરતા ફોન બંધ આવ્યો હતો.

પ્લાસ્ટિકની થેલીમાંથી મૃતદેહ - જેથી તેની શોધખોળ દરમિયાન બેઝમેન્ટમાં આવેલા સ્ટોર રૂમમાં કચરા પેટીમાં પ્લાસ્ટિકની થેલીમાં જીવનની મૃતદેહ (Murder Five Star Hotel in Surat) મળી આવતા સ્ટાફના માણસો હેબતાઇ ગયા હતા. અને તેમને હોટેલમાં જાણ કરી હતી. પોલીસને જાણ કરતા ડુમસ પોલીસે આવીને તપાસ હાથ ધરી હતી. જીવન બેંકમાં લઈ ગયેલા રૂપિયા પણ ગાયબ થઈ ગયા હતા. જો કે, પોલીસે હત્યાનો ગુનો નોંધી વધારે તપાસ હાથ ધરી છે. હાલ પોલીસે શંકાના આધારે હોટેલમાં હાઉસ કીપીંગ મેનેજરની અટકાયત (Corpse in a Plastic Bag) કરી વધારે તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો :પ્રયાગરાજમાં ફરી એક જ પરિવારના 5 લોકોની હત્યા, પુત્રવધૂ સાથે દૂષ્કર્મની શંકા

બુટ પર લોહીના ડાઘ જોઈ પોલીસે આરોપી ઝડપી પાડ્યો -હોટેલમાં સ્ટોર રૂમમાં હાઉસ કીપીંગ મેનેજર તરીકે નોકરી કરતો વિરેન ઉર્ફે વાહીદ સૈની મૂળ સોમનાથ વેરાવળનો વતની છે. તે પણ વર્ષ 2017-18થી હોટેલમાં નોકરી કરતો હતો. હત્યાને લઈને પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિતનો ડુમસ પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. આ દરમિયાન પોલીસને વિરેનના બુટ પર લોહીના ડાઘ દેખાતા તેને શંકાના આધારે કડક રાહે (Murder at Le Meridien Hotel) પુછપરછ કરી હતી. જેથી વીરેને પોતે હત્યા કરી હોવાની કબૂલાત કરી લીધી હતી.

આ પણ વાંચો :Bhavnagar Murder Case: સરિતા સોસાયટીમાં ચાર્મીની હત્યા કરનારા આરોપી પતિ અને તેના મિત્રને આજીવન કેદ

બે દિવસનું કલેક્શન હતું, આશરે ચારેક લાખ રિકવર કર્યા -હોટેલમાં 23 લાખ રૂપિયા બે દિવસનું કલેક્શન હતું. શનિવાર અને રવિવારે બેંકો બંધ હોવાથી આ રકમ સોમવારે જમા કરવાની હતી. પરંતુ તે બેંકમાં જાય તે પહેલા તેના સહકર્મીએ તેની હત્યા (Crime Case in Surat) કરી લૂંટી લીધા હતા. પોલીસે આરોપીની અટકાયત કરી તેની પાસેથી આશરે ચારેક લાખ રિકવર કર્યા હોવાનું જાણવા મળ્યું છે. બાકીની રકમ તેની સાથે કોની સંડોવણી હતી કે કેમ અને તેને રૂપિયા કોને આપ્યા છે તે અંગે તપાસ ચાલુ છે.

Last Updated :Apr 26, 2022, 2:55 PM IST

ABOUT THE AUTHOR

...view details