ETV Bharat / bharat

પ્રયાગરાજમાં ફરી એક જ પરિવારના 5 લોકોની હત્યા, પુત્રવધૂ સાથે દૂષ્કર્મની શંકા

author img

By

Published : Apr 23, 2022, 12:54 PM IST

સંગમ શહેર પ્રયાગરાજમાં એક જ પરિવારના 5 લોકોની હત્યા કરવામાં આવી હતી. થરવઈ પોલીસ સ્ટેશન વિસ્તારના ખેવરાજપુર ગામમાં ઘરમાં ઘૂસીને બદમાશોએ રાજકુમાર યાદવ સહિત પરિવારના 5 સભ્યોની હત્યા કરી નાખતા સ્થાનિકોમાં હોબાળો મચી ગયો છે.

પ્રયાગરાજમાં ફરી એક જ પરિવારના 5 લોકોની હત્યા
પ્રયાગરાજમાં ફરી એક જ પરિવારના 5 લોકોની હત્યા

પ્રયાગરાજઃ સંગમ શહેર પ્રયાગરાજમાં એક જ પરિવારના 5 લોકોની હત્યા કરવામાં આવી હતી. થરવઈ પોલીસ સ્ટેશન વિસ્તારના ખેવરાજપુર ગામમાં ઘરમાં ઘૂસીને બદમાશોએ રાજકુમાર યાદવ સહિત પરિવારના 5 સભ્યોની હત્યા કરી નાખી છે. નોંધનીય છે કે, થોડા દિવસો પહેલા પ્રયાગરાજથી આવી જ એક ઘટના સામે આવી હતી. જ્યાં એક જ પરિવારની 3 યુવતીઓ સહિત 5 લોકોની હત્યા કરવામાં આવી હતી.

માયાવતીએ શોક વ્યક્ત કર્યો : બસપાના સુપ્રિમો માયાવતીએ ટ્વિટ કરીને લખ્યું કે, પ્રયાગરાજમાં એક જ પરિવારના 5 લોકોની ક્રૂર હત્યાના સમાચાર ખૂબ જ દુઃખદ, નિંદનીય અને ચિંતાજનક છે. સરકારે ઘટનાના તળિયે જવું જોઈએ અને દોષિતો સામે કડક કાયદાકીય કાર્યવાહી સુનિશ્ચિત કરવી જોઈએ.

બદમાશોએ ઘરને આગ ચાંપી : નિર્ભય બદમાશોએ રાજકુમારની પત્ની, અપંગ પુત્રી, પુત્રવધૂ અને માસૂમ પૌત્રી પર હુમલો કરીને તેની હત્યા કરી હતી. હત્યા બાદ બદમાશોએ ઘરને આગ ચાંપી દીધી હતી. જે બાદ સવારે ઘરમાંથી ધુમાડો નીકળતો જોઈને રાહદારીએ પોલીસને ઘટનાની જાણ કરી હતી. પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને તમામને હોસ્પિટલ મોકલી આપ્યા. જ્યાં તબીબોએ તમામને મૃત જાહેર કર્યા હતા.

દુષ્કર્મ ગુજાર્યો હોવાની શંકા : રાજકુમાર યાદવ તેના પરિવાર સાથે થરવઈ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગારાપુરથી સિકંદરા જતા રોડની બાજુમાં રહેતો હતો. જ્યાં પરોઢિયે ઘરમાં ઘૂસી આવેલા બદમાશોએ આખા પરિવારની હત્યા કરી નાખી હતી. બદમાશોએ રાજકુમાર યાદવ, તેમની પત્ની કુસુમ દેવી, પુત્રવધૂ સવિતા, દિવ્યાંગ પુત્રી મનીષા અને માસૂમ પૌત્રી સાક્ષીની હત્યા કરી હતી. મનીષા વિકલાંગ હતી અને જ્યારે પોલીસ ઘટનાસ્થળે પહોંચી ત્યારે તેના કપડા અસ્તવ્યસ્ત હતા, જેના કારણે એવી આશંકા છે કે, તેની હત્યા કરતા પહેલા તેના પર દુષ્કર્મ કરવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતા પોલીસે ઘટનાની તપાસ હાથ ધરી છે. હાલ હત્યા પાછળનું કારણ શું છે તેની તપાસ કરવામાં આવી રહી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.