ગુજરાત

gujarat

ઉત્તરાયણ પર્વે સુરતમાં તાપી ઓવરબ્રિજ સિવાયના તમામ ઓવરબ્રિજ કરાયા બંધ, કમિશનરે બહાર પાડ્યું જાહેરનામું

By

Published : Jan 14, 2022, 1:22 PM IST

Updated : Jan 14, 2022, 2:20 PM IST

સુરતમાં વહેલી સવારથી જ તાપી ઓવરબ્રિજ (Tapi overbridge) સિવાય તમામ ઓવરબ્રિજ બંધ કરી દેવામાં આવ્યા છે. સુરત શહેર પોલીસ કમિશનર દ્વારા બ્રિજ ઉપર દોરીથી થતા અકસ્માતોને રોકવા માટે આ જાહેરનામું (Overbridge closed in Surat) બહાર પાડવામાં આવ્યું છે.

Tapi overbridge
Tapi overbridge

સુરત:શહેરમાં વહેલી સવારથી જ તાપી ઓવરબ્રિજ સિવાય તમામ નાનામોટા બ્રિજ બંધ (Overbridge closed in Surat) કરવામાં આવ્યા છે. સુરત શહેર પોલીસ કમિશનર દ્વારા તારીખ 14 અને 15 આ બે દિવસ (Overbridge closed For 2 days) સુધી બ્રિજ ઉપર દોરીથી થતા અકસ્માતોને રોકવા માટે આ જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે.

સુરતમાં તાપી ઓવરબ્રિજ સિવાયના તમામ ઓવરબ્રિજ કરાયા બંધ

બે દિવસ માટે આ જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે

બ્રિજ ઉપર કપાયેલા પતંગના દોરાથી દર વખતે ઘણા અકસ્માતો થતા હોય છે, જેમાં અનેકવાર એવું પણ બન્યું છે કે આ પતંગના દોરાના કારણે કેટલાક લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેને ધ્યાનમાં રાખીને સુરત પોલીસ કમિશનર દ્વારા બે દિવસ માટે આ જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે.

ટુ-વ્હીલર ઉપર સેફટી ગાર્ડ હશે તો જ અપાશે પરમિશન

તમામ બ્રિજ ઉપર ટ્રાફિક પોલીસ તથા TRB જવાન તૈનાત કરી દેવામાં આવ્યા છે અને જો ટુ-વ્હીલ બાઇક ઉપર દોરીથી બચવા માટેનું સેફ્ટી ગાર્ડ હશે તો જ પરમિશન આપવામાં આવી રહી છે. સ્પષ્ટપણે જોઇ શકાય છે કે, કઇ રીતે ટ્રાફિક TRB જવાનો બાઈક ઉપર જતાં લોકોને બ્રિજ ઉપર જવાને બદલે બ્રિજ નીચેથી જવાનો આગ્રહ કરી રહ્યા છે, જેથી બ્રિજ ઉપર દોરીથી થતા અકસ્માતોને અટકાવી શકાય.

આ પણ વાંચો: Makar Sankranti 2022: મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે જગન્નાથના દર્શન અને ગૌ પૂજન કર્યું

આ પણ વાંચો: Happy Makar Sankranti 2022: હિન્દુ ધર્મ મુજબ જાણો ઉત્તરાયણના તહેવારની વિશેષતા

Last Updated : Jan 14, 2022, 2:20 PM IST

ABOUT THE AUTHOR

...view details