ગુજરાત

gujarat

સુરત: સામાન્ય સભા દરમિયાન AAP અને ભાજપના કાર્યકર્તાઓનો એકબીજા સામે સૂત્રોચ્ચાર

By

Published : Mar 12, 2021, 7:45 PM IST

સુરતના અડાજણ ખાતે સંજીવ કુમાર ઓડિટોરીયમની બહાર આમ આદમી પાર્ટી અને ભાજપના કાર્યકર્તાઓ આમને સામને આવી ગયા હતા. એક બાજુ ઓડિટોરિયમની અંદર સામાન્ય સભા ચાલી રહી હતી અને બીજી બાજુ આમ આદમી પાર્ટી અને ભાજપના કાર્યકર્તાઓ એકબીજાની સામે સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા.

સુરત: સામાન્ય સભા દરમિયાન AAP અને ભાજપના કાર્યકર્તાઓનો એકબીજા સામે સૂત્રોચ્ચાર
સુરત: સામાન્ય સભા દરમિયાન AAP અને ભાજપના કાર્યકર્તાઓનો એકબીજા સામે સૂત્રોચ્ચાર

  • સુરત મહાનગર પાલિકાની પ્રથમ સામાન્ય સભામાં હાઈવોલ્ટેજ ડ્રામા
  • નિયમ પ્રમાણે કોઈપણ ધારાસભ્ય સામાન્ય સભામાં હાજર રહી શકે નહી
  • AAP દ્વારા ભાજપના ધારાસભ્ય હાજર હોવાનો આક્ષેપ કરાતા હોબાળો

સુરત: મહાનગરપાલિકાની પ્રથમ સામાન્ય સભા દરમિયાન આમ આદમી પાર્ટી અને ભાજપના કાર્યકર્તાઓ આમને સામને આવી ગયા હતા. સુરતના અડાજણ ખાતે સંજીવ કુમાર ઓડિટોરીયમની બહાર આ ઘટના બની હતી. એક બાજુ ઓડિટોરિયમની અંદર સામાન્ય સભા ચાલી રહી હતી અને બીજી બાજુ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને ભાજપના કાર્યકર્તાઓ એકબીજાની સામે સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા.

AAPનો આક્ષેપ: ભાજપના ધારાસભ્ય સામાન્ય સભામાં હાજર રહ્યા

આમ આદમી પાર્ટી દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો કે, સામાન્ય સભામાં ભાજપના ધારાસભ્ય બેસ્યા હતા. જ્યારે, નિયમ મુજબ કોઈપણ ધારાસભ્ય સામાન્ય સભામાં હાજર રહી શકે નહિ. આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલીયા દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા હતા કે, તેમણે ભાજપના ધારાસભ્યને સામાન્ય સભામાં જોયા હતા. જ્યારે આ વાતને ભાજપના કાર્યકર્તાઓએ વખોડી કાઢી હતી. આ જ મુદ્દે બંને પક્ષો વચ્ચે વિવાદ સર્જાયો હતો. જે બોલાચાલીમાં પરિણમી હતી.

સુરત: સામાન્ય સભા દરમિયાન AAP અને ભાજપના કાર્યકર્તાઓનો એકબીજા સામે સૂત્રોચ્ચાર
AAPના પ્રદેશ પ્રમુખ પાસે જવાબ જ નહોતો કે ક્યા ધારાસભ્ય હતા હાજરસુરત પોલીસે પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલીયા સહિત પૂર્વ કોર્પોરેટર અને હાલ ભાજપના નેતા દિનેશ નાવડિયા ને ખેંચીને ઓડિટોરિયમ થી બહાર લાવ્યા હતા પટેલ સ્ટેડિયમની ગેટની બહાર પણ બંને પાર્ટીના કાર્યકર્તાઓ એકબીજાની સામે સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા ETV Bharat જ્યારે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલીયા પ્રશ્ન પૂછ્યો હતો કે કયા ધારાસભ્ય સામાન્ય સભામાં હાજર રહ્યા હતા તો તેમની પાસે આ પ્રશ્નનો ઉત્તર નહોતો આપ્યા.

ABOUT THE AUTHOR

...view details