ગુજરાત

gujarat

ગુજરાતના આ શહેર માટે ગૌરવની ક્ષણ, ભારતીય નૌકાદળના જહાજને એક સિટીનું નામ અપાયું

By

Published : May 15, 2022, 4:50 PM IST

Updated : May 15, 2022, 5:40 PM IST

ભારતીય નૌકાદળના (Indian Navy War Ship) એક જહાજને INS SURAT નામ આપવામાં આવ્યું છે. જે વાત સુરતવાસીઓ માટે ગૌરવભરી છે. આ એક ફ્રન્ટલાઈન વૉરશીપ (INS Frontline Warship) છે. જેને પ્રોજેક્ટ 15B અંતર્ગત તૈયાર કરાયું છે. 163 મીટર લાંબુ અને 7400 ટન વજન ધરાવતા આ શીપમાં (INS Surat in Mumbai) તમામ આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ થયો છે. ખાસ વાત એ છે કે, આ સંપૂર્ણપણે સ્વદેશી ટેકનિકથી તૈયાર કરાયું છે.

ગુજરાતના આ શહેર માટે ગૌરવની ક્ષણ, ભારતીય નૌકાદળના જહાંજને એક સિટીનું નામ અપાયું
ગુજરાતના આ શહેર માટે ગૌરવની ક્ષણ, ભારતીય નૌકાદળના જહાંજને એક સિટીનું નામ અપાયું

સુરત: સુરત માટે ગૌરવની વાત છે કે, ભારતીય નૌકાદળના જહાજને INS SURAT નામ આપવામાં આવ્યું છે. તારીખ 17 મી મેં ના રોજ મુંબઈના મઝગાંવ ડોકયાર્ડમાં INS SURAT જહાજને લોન્ચ કરવામાં આવશે. આ જહાજ 7400 ટન વજન ધરાવે છે. નેવીના જહાજ પ્રોજેક્ટ 15-B હેઠળ આ જહાજ આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને બનાવવામાં આવ્યું છે. આ જહાજને વિશાખાપટ્ટનમ ખાતે તૈનાત કરવામાં આવશે. પ્રોજેક્ટ 15-B હેઠળ આ જહાંજ તૈયાર કરવામાં આવ્યું છે. ભારતના સંરક્ષણ મંત્રાલય હેઠળ 7400 ટન ધરાવતું ચોથું અને અંતિમ યુદ્ધજહાજ તૈયાર કરવામાં આવ્યું છે. જેનું નામ INS SURAT નક્કી કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો:સુરતના રસ્તાઓમાં હવે નહીં પડશે ખાડા કારણ કે મનપાએ શહેરમાં સ્ટીલ રોડ બનાવવાની કવાયત શરૂ કરી

ત્રણ યુદ્ધ જહાજના નામ: INS-SURAT પહેલા 3 યુદ્ધ જહાજના નામ INS વિશાખાપટ્ટનમ, INS પારદીપ, અને INS ઇમ્ફાલ રાખવામાં આવ્યા હતા. મુંબઈના મઝગાંવ ડોકયાર્ડ લિમિટેડ નામની ભારત સરકારની કંપની તારીખ 19 જુલાઈ 2018 થી મઝગાંવ ડોક્યાડમાં આ યુદ્ધજહાજ તૈયાર કરી રહી હતી. જેનું લોન્ચીંગ હવે તારીખ 17મી ના રોજ કરવામાં આવશે. દેશમાં સૌથી ઝડપથી વિકસી રહેલા શહેરમાં સુરત શહેરનો સમાવેશ થાય છે. ડાયમંડ સિટી તરીકે સુરત શહેરની એક અલગ ઓળખ ઊભી થઈ રહી છે. સુરતવાસીઓ માટે ગૌરવની વાત એ છે કે, ભારતીય નૌકાદળના જહાજને INS SURAT નામ આપવામાં આવ્યું છે.

આ પણ વાંચો:સુરતમાં ફળની લારી ચલાવનારના પુત્રએ ધોરણ 12 સાયન્સના પરિણામમાં મારી બાજી

ગૃહ પ્રધાને કર્યું ટ્વિટ: ગુજરાત રાજ્યના ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ આ અંગે એક ટ્વિટ કરીને જાણકારી આપી હતી. કેન્દ્રીય રક્ષા પ્રધાન રાજનાથ સિંહ તારીખ 17 મેના રોજ મુંબઈના મઝગાંવથી બે ફ્રન્ટલાઈન્સ વૉર શીપને દરિયામાં લૉન્ચ કરશે. અધિકારીઓએ જણાવ્યું હતું કે, INS SURAT ચોથું અને છેલ્લું સ્ટીલ્થ ડિસ્ટ્રોયર છે. આ એક સ્વદેશી યુદ્ધ જહાજ છે. જહાજ નિર્માણના ઇતિહાસમાં આ એક ઐતિહાસિક ક્ષણ છે. આ એક ગાઈડેડ મિસાઈલ ડિસ્ટ્રોયર છે. સુરતને ગુજરાતની વેપારી રાજધાની માનવામાં આવે છે. સમૃદ્ધ દરિયો અને જહાજ નિર્માણના ઇતિહાસ સાથે સુરતનું નામ પણ જોડાયેલું છે.

Last Updated :May 15, 2022, 5:40 PM IST

ABOUT THE AUTHOR

...view details