ગુજરાત

gujarat

Third Wave Of Corona: બાળકો માટે કરાઈ સુરત સ્મીમેર હોસ્પિટલમાં 125 બેડની વ્યવસ્થા

By

Published : Jul 26, 2021, 4:46 PM IST

કોરોનાની સંભવિત ત્રીજી લહેર (Third Wave Of Corona)માટે સુરત શહેર તંત્ર દ્વારા તમામ તૈયારીઓ કરવામાં આવી રહી છે. બાળકો માટે સંભવિત ત્રીજી લહેર ઘાતક થઈ શકે છે, જેથી નવી સિવિલ હોસ્પિટલ(New Civil Hospital)માં 200 બેડની વ્યવસ્થા બાળકો માટે કરાઈ છે, જ્યારે હવે સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલ(SMIMER Hospital )માં પણ બાળકોને સારવાર આપવા 125 બેડની વ્યવસ્થા સાથે ખાસ નિયોનેટલ વેન્ટિલેટર ખરીદવા કવાયત હાથ ધરાઇ છે.

બાળકો માટે કરાઈ સુરત સ્મીમેર હોસ્પિટલમાં 125 બેડની વ્યવસ્થા
બાળકો માટે કરાઈ સુરત સ્મીમેર હોસ્પિટલમાં 125 બેડની વ્યવસ્થા

  • સ્મીમેર હોસ્પિટલમાં બાળકો માટે 125 બેડની કોવિડ હોસ્પિટલ બનાવવા અને 50 ઓક્સિજન ખરીદવા કવાયત હાથ ધરાઇ
  • સ્ટાફ દવાઓ, બેડ, વેન્ટિલેટર સહિતનું આયોજન થઈ રહ્યું છે
  • પીડીયાટ્રીક વોર્ડમાં નિયોનેટલ વેન્ટિલેટર સહિત તમામ સુવિધાઓ ઊભી કરવામાં આવી રહી છે

સુરત: કોરોનાની બીજી લહેરમાં જે અવસ્થા સામે આવી હતી, તે ફરી ન થાય એ માટે તંત્ર સજ્જ છે. ખાસ કરીને સંભવિત ત્રીજી લહેર(Third Wave Of Corona) બાળકોને વધુ અસર કરે તેવી સંભાવનાઓ નિષ્ણાંતો જણાવી રહ્યા છે. આ સંભાવનાઓ વચ્ચે સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલ(SMIMER Hospital ) માં બાળકો માટે 125 બેડની કોવિડ હોસ્પિટલ બનાવવા અને 50 ઓક્સિજન ખરીદવા કવાયત હાથ ધરાઇ છે. કોરોનાની સારવાર માટે 60 ઓક્સિજન બેડ મળી કુલ 125 બેડ માટે સ્ટાફ દવાઓ, બેડ, વેન્ટિલેટર સહિતનું આયોજન થઈ રહ્યું છે.

બાળકો માટે કરાઈ સુરત સ્મીમેર હોસ્પિટલમાં 125 બેડની વ્યવસ્થા

આ પણ વાંચો- કોરોનાની ત્રીજી લહેરના ભણકારા, મુખ્ય આરોગ્ય સચિવે વડોદરાની SSG હોસ્પિટલના તબીબો સાથે કરી ચર્ચા

પીડીયાટ્રીક વોર્ડમાં નિયોનેટલ વેન્ટિલેટર સહિત તમામ સુવિધાઓ ઊભી કરવામાં આવી રહી છે

સુરતના આરોગ્ય અધિકારી ડો.આશિષ નાયકે (Dr. Ashish Naik)જણાવ્યું હતું કે, સ્મીમેર હોસ્પિટલ(SMIMER Hospital )માં બાળકો માટે પીડીયાટ્રીક વોર્ડમાં નિયોનેટલ વેન્ટિલેટર સહિત તમામ સુવિધાઓ ઊભી કરવામાં આવી રહી છે. વોર્ડમાં દાખલ થનાર દર્દીઓ માટે 50 વેન્ટિલેટર ખરીદવામાં આવશે. એટલું જ નહીં પોઝિટિવ તાજા જન્મેલા બાળકની માતા માટે 30 બેડની વ્યવસ્થા કરવામાં આવશે, 125 બેડ ઉપરાંત 30 મધર બનાવવામાં આવશે.

RTPCR દરરોજ 12000 કરવામાં આવશે

સંભવિત ત્રીજી લહેર (Third Wave Of Corona)માટે વેક્સિનેશન વધારવા માટેની પણ તૈયારીઓ સુરત મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી છે. ડોક્ટર આશિષ નાયકે જણાવ્યું હતું કે, રોજ સુરતમાં ત્રણથી ચાર હજાર RTPCR ટેસ્ટ થાય છે, જેને વધારીને દરરોજ 1,2000 કરવામાં આવશે. સિવિલ બાદ હવે સ્મીમેર(SMIMER Hospital )માં પણ કોઈ પણ ટેસ્ટિંગની ક્ષમતા વધારવા પીસીઆર લેબ અપગ્રેટ કરાશે.

આ પણ વાંચો- Surat : સંભવિત ત્રીજી લહેર માટે 30 ટકાથી પણ વધુ દવાઓનો ઓર્ડર પણ આપવામાં આવ્યો

ડેલ્ટા પલ્સ વેરિયન્ટ હાલની વેકસીનને બિનઅસરકારક કરી શકે

દેશભરમાં કોરોના વાયરસના ડેલ્ટા પલ્સનું જોખમ વધી રહ્યું છે. કોરોના વાયરસના નવા વેરિઅન્ટ તેમાં પણ બહુ ચર્ચિત ડેલ્ટા પલ્સ વેરિયન્ટ હાલમાં વેક્સિનને બિનઅસરકારક કરી શકે છે. અત્યાર સુધી વેરિઅન્ટ જાણવા માટે સુરતથી સેમ્પલ અન્ય શહેરોમાં મોકલવામાં આવતા હતા, પરંતુ હવે પરવાનગી બાદ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં જીનોમ સિકવન્સ જાણી શકાશે. ડોક્ટર નાયકે જણાવ્યું હતું કે, મશીનરી આવી ગઈ છે અને ટૂંક સમયમાં આ પ્રક્રિયા પણ હાથ ધરાશે.

ABOUT THE AUTHOR

...view details