ગુજરાત

gujarat

Dhandhuka Murder Case:ધંધુકા હત્યાકાંડ મામલે સાહીત્યકારો ઉતર્યા મેદાને, આપી આ પ્રતિક્રિયા....

By

Published : Jan 31, 2022, 8:28 PM IST

ધંધુકા હત્યા કેસમાં એકબાદ એક આરોપીઓની ધરપકડ (Dhandhuka murder case) કરવામાં આવી રહી છે, ત્યારે મૃતકને ન્યાય મળે તે માટે સાહિત્યકાર માયાભાઈ આહીર, રાજભા ગઢવી અને દેવાયત ખવડેએ સોશિયલ મીડિયા દ્વારા પોતાની પ્રતિક્રિયાઓ આપી છે.

Dhandhuka Murder Case:ધંધુકા હત્યાકાંડ મામલે સાહીત્યકારો ઉતર્યા મેદાને, આપી આ પ્રતિક્રિયા....
Dhandhuka Murder Case:ધંધુકા હત્યાકાંડ મામલે સાહીત્યકારો ઉતર્યા મેદાને, આપી આ પ્રતિક્રિયા....

રાજકોટઃતાજેતરમાં જ ધંધુકા ખાતે યુવાનની હત્યાબાદ (Dhandhuka murder case) રાજ્યભરમાં હાહાકાર મચી જવા પામ્યો છે, ત્યારે આ કેસમાં પોલીસ દ્વારા પણ ઊંડાણપૂર્વક (Investigation of Kishan Bharwad murder case) તપાસ કરવામાં આવી રહી છે અને એકબાદ એક આરોપીઓની ધરપકડ કરવામાં આવી રહી છે, જેને લઈને મૃતક યુવાનને ન્યાય મળે તે માટે અલગ અલગ લોક સાહિત્યકારો મેદાને આવ્યા છે.

ધંધુકા હત્યાકાંડ મામલે સાહીત્યકારો ઉતર્યા મેદાને

આ પણ વાંચો:Dhandhuka murder case: મૌલવી ભડકાવ ભાષણ આપી હત્યાનું ષડયંત્ર રચતો હોવાનો ATSનો ખુલાસો

દેવાયત ખવડે સોશિયલ મીડિયામાં વિડીયો પોસ્ટ કર્યો

લોક સાહિત્યકાર દેવાયત ખવડે દ્વારા સોશિયલ મીડિયામાં એક વિડીયો શેર કરવામાં આવ્યો છે, તેમજ રાજ્યના ધંધુકા ખાતે બનેલી ઘટના મામલે પોલીસ દ્વારા નિષ્પક્ષ તપાસ કરવાની માંગ સાથે અપીલ પણ કરવામાં આવી છે. આ સાથે જ દેવાયત ખવડે હિન્દૂ સમાજના તમામ જ્ઞાતિના લોકોને એક થવાની અપીલ કરી હતી. જ્યારે માયાભાઈ આહીર દ્વારા ધંધુકા ખાતે બનેલ ઘટનાને વખોડવામાં આવી હતી, તેમજ મૃતક કિશનના પરિવારની સાથે છે તેમ પણ તેમને જણાવ્યું હતું અને માયાભાઈ દ્વારા હત્યારાઓને કડકમાં કડક સજા થાય તે માટેની અપીલ કરવામાં આવી છે.

આ પણ વાંચો:ધંધુકા મર્ડર કેસમાં રાજકારણ ગરમાયુ, ગુજરાત કોંગ્રેસ પ્રમુખે સરકાર પર કર્યા પ્રહાર

રાજભા ગઢવીએ કરી આરોપીઓને ફાંસીની સજા કરવાની માંગ

જ્યારે બીજી તરફ રાજભા ગઢવીએ પણ સોશિયલ મીડિયામાં વિડીયો અપલોડ કર્યો હતો, જેમાં તેમણે કિશનના હત્યારાઓને ફાંસીની સજા કરવાની માંગ કરી છે. આ સાથે જ તેમને જણાવ્યું હતું કે, મુસ્લિમ આગેવાનો દ્વારા આવા અસામાજિક તત્વોને રોકવા જોઈએ, જ્યારે કિશન દ્વારા સોશિયલ મીડિયામાં પોસ્ટ મુકવા બદલ માફી પણ માંગવામાં આવી હતી, આ પ્રકારની ઘટના ન થવી જોઈએ અને આ પ્રકારની ઘટનાઓને કારણે હિન્દુઓએ પણ એક થઈને રહેવું જોઈએ.

ABOUT THE AUTHOR

...view details