ETV Bharat / state

Dhandhuka Murder Case: કિશન ભરવાડ પહેલાં પોરબંદરના શખ્સની હત્યાનું ઘડાયું હતું કાવતરું

author img

By

Published : Jan 31, 2022, 6:51 AM IST

Dhandhuka Murder Case
Dhandhuka Murder Case

ધંધુકામાં કિશન ભરવાડની હત્યા કેસમાં એક ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. જેમાં ઝડપાયેલા આરોપીની (Accused in Dhandhuka Murder Case) પૂછપરછમાં સામે આવ્યું છે કે આ શખ્સોએ અગાઈ પોરબંદરના એક વ્યકિ્તની હત્યા કરવાનું કાવતરું (conspired to kill a Porbandar man) ઘડ્યું હતું.

પોરબંદર: ધંધુકામાં કિશન ભરવાડની હત્યા કેસના (Dhandhuka Murder Case) બન્ને આરોપી ઝડપાયા છે. ત્યારે પૂછપરછમાં આ બન્ને શખ્સો એ આગાઉ પોરબંદરમાં રેકી કરી હતી અને પોરબંદરના એક વ્યક્તિની હત્યાનું કાવતરું (Investigation of Kishan Bharwad murder case) ઘડ્યાનું પણ સામે આવ્યું હતું પરંતુ આ કામગીરીમાં તેઓ નિષ્ફળ રહ્યાં હતાં.

Dhandhuka Murder Case
Dhandhuka Murder Case

આ પણ વાંચો: Dhandhuka murder case: મૌલવી ભડકાવ ભાષણ આપી હત્યાનું ષડયંત્ર રચતો હોવાનો ATSનો ખુલાસો

સાજણ આડેદરા વિરુદ્ધ સોશિયલ મીડિયામાં અભદ્ર ટીપ્પણી કરવાનો ગુનો નોંધાયો હતો

ધંધુકાના કિશન ભરવાડ હત્યા કેસમાં (Kishan Bharwad killed in Dhandhuka) ગુજરાત ATSની ટીમે શબ્બીર અને ઐયુબ મોલાનાને ઝડપી લીધા છે. ત્યારે તેઓએ કિશન ભરવાડની હત્યા પહેલા પોરબંદરના સાજણ ઓડેદરાની હત્યા માટે ઓગષ્ટ મહિનામાં પોરબંદર ગયાં હતાં પરંતુ હત્યાને અંજામ આપી શક્યા ન હતા અને સાજણ આડેદરા વિરુદ્ધ સોશિયલ મીડિયામાં અભદ્ર ટીપ્પણી કરવાનો ગુનો નોંધાયો હતો. આ સંદર્ભે સાજણની મે 2021માં ધરપકડ કરવામાં આવી હતી અને બે મહિનાની જેલ પણ થઈ હતી.

આ પણ વાંચો: ધંધુકા મર્ડર કેસમાં રાજકારણ ગરમાયુ, ગુજરાત કોંગ્રેસ પ્રમુખે સરકાર પર કર્યા પ્રહાર

સાજણ ઓડેદરાને પોલીસ સુરક્ષા

સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકવાની બાબતમાં હત્યા સુધીનો બનાવ બન્યો છે. ત્યારે ATSમાં ઝડપાયેલા શખ્સો પોરબંદરમાં આવ્યા હતા અને હત્યાનું કાવતરું ઘડ્યું હતું. પોરબંદરમાં કોને મળ્યા હતા તે અંગે પણ હવે ગુજરાત ATS માટે તપાસનો વિષય બની ગયો છે. હાલ સાજણ ઓડેદરાને પોલીસ જવાનોની સુરક્ષા આપવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.