ETV Bharat / city

Dhandhuka Murder Case: ધંધુકા મર્ડર કેસમાં રાજકારણ ગરમાયુ, ગુજરાત કોંગ્રેસ પ્રમુખે સરકાર પર કર્યા પ્રહાર

author img

By

Published : Jan 30, 2022, 3:02 PM IST

ધંધુકામાં ફાયરિંગ વિથ મર્ડર કેસ મામલે (Dhandhuka Murder Case)હાલ ગુજરાત ATS તપાસ કરી રહી છે. તેવામાં હવે રાજકારણ પણ ગરમાયુ છે. કોંગ્રેસ પ્રમુખે ભાજપ પ્રહાર કરતા (Congress president attacks On BJP) કહ્યું કે, ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પડી ભાંગી છે.

Dhandhuka Murder Case: ધંધુકા મર્ડર કેસમાં રાજકારણ ગરમાયુ, ગુજરાત કોંગ્રેસ પ્રમુખે સરકાર પર કર્યા પ્રહાર
Dhandhuka Murder Case: ધંધુકા મર્ડર કેસમાં રાજકારણ ગરમાયુ, ગુજરાત કોંગ્રેસ પ્રમુખે સરકાર પર કર્યા પ્રહાર

અમદાવાદ: ધંધુકામાં બનેલી ચકચારી ઘટનામાં (Dhandhuka Murder Case) રાજકારણ ગરમાયુ છેે, જેમાં કોંગ્રેસ પ્રમુખે ભાજપ પર આકરા પ્રહારો (Congress president attacks On BJP) કર્યાં છે. ગુજરાત કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે જણાવ્યું કે, રાજ્યમાં કોઈપણ પ્રકારનો ગુનો બને તે રાજ્ય માટે દેશ માટે ગુનેગારોને સજા કરવા માટેનો જ ગુન્હો હોઈ શકે છે, ત્યારે ગુજરાત કોંગ્રેસનું પણ ગુન્હેગારોને કડકમાં કડક સજા થાય તે દિશામાં જ સ્ટેન્ડ છે, પરંતુ મારે સરકારને પૂછવું છે કે 26મી જાન્યુઆરીએ રેડ એલર્ટ હતું, ત્યારે વર્તમાન પેપરોમાં જે હથિયારો બતાવો છે એ કનેક્શન 26 જાન્યુઆરીનું એલર્ટ હોવા છતાં હેરાફેરી કેવી રીતે શક્ય બને છે.

ધંધુકા મર્ડર કેસમાં રાજકારણ ગરમાયુ, ગુજરાત કોંગ્રેસ પ્રમુખે સરકાર પર કર્યા પ્રહાર

આ પણ વાંચો: Dhandhuka Murder Case: કિશન ભરવાડ હત્યા મામલે કંગના રનૌતનું નિવેદન, તેણે કહ્યું કે...

રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા પડી ભાંગી

જગદીશ ઠાકોરે જણાવ્યું કે, માત્ર ધંધુકાનો જ બનાવ નહિ થોડા દિવસ અગાઉ નરોડમાં પોલીસને રોડ ઉપર મારતા વીડિયો પણ વાઇરલ થયા છે. સુરત અને રાજકોટમાં કાયદાની એસીતેસી કરવા વાળા લોકો ખુલ્લેઆમ દાદાગીરી કરતા જોવા મળ્યા છે, થોડા સમય પહેલા સૌરાષ્ટ્રમાં હોટલ પર જેમ ફિલ્મી પ્રકારે ખલનાયક અને નાયક વચ્ચે ફાયરિંગ થાય તે પ્રકારની ઘટનાઓ ગુજરાતમાં આપણે સૌએ જોઈયે છીએ. ગુજરાતમાં આજે કાયદો વ્યવસ્થા પડી ભાંગી છે. રાજ્યમાં ખુલ્લેઆમ દાદાગીરી, લુખ્ખાગિરી કરવા વાળા ફરી રહ્યા છે, ત્યારે સરકારને પણ વિનંતી છે આ પ્રકારના અસામાજિક તત્વો જે લોકોને હેરાન કરી રહ્યા છે તેમના વિરુદ્ધ જે પગલાં ભરવાના છે, તે કાયદેસરની કાર્યવાહી કરી ગુજરાતની પ્રજાને શાંતિ આપો.

ભાજપ પર કર્યા આકરા પ્રહાર

પ્રમુખે વધુમાં જણાવ્યું કે, રાજ્યમાં હજુ ઘણું થવાનું છે. આ પહેલો એપિસોડ નથી, માત્ર શરૂઆત છે, મારે પૂછવું છે જે વીડિયો બનાવવા વાળા લોકો છે, આ બનાવ પછી ભારતીય જનતા પાર્ટી સાથેના સંકલન કરવા વાળા સંગઠનો છે. ઉશ્કેરાટ ઉભો કરે છે તેવા તમામ લોકોને પૂછવું છે કે, ગોધરાકાંડ પછીના બનાવમાં જે હિન્દૂવાદના નામે યુવાનોને ભડકાવ્યા જેમને સજા થઈ તેઓ આજે પણ જેલમાં છે, જેમને ભાવ પૂછવા વાળું પણ કોઈ નથી, માત્ર તમારો ઉશ્કેરાટ જ નવ લોહિયા યુવાનનો જીવ લે છે, કોઈકને જેલમાં મોકલે છે. ત્યારે તમારું મગનું રાજકારણ ચાલે છે. તેને હવે રૂક જાવ કહેવાનો સમય આવી ગયો છે, જે તમામ બાબતોથી જાણકાર થઈ કોંગ્રેસ આગામી રણનીતિ બનાવી રહી છે.

આ પણ વાંચો: Dhandhuka murder case: કેસની સંપૂર્ણ તપાસ ATSને સોંપાઈ, મૌલવી મહંમદ ઐયુબના 8 દિવસના રિમાન્ડ મંજૂર

રાજ્યમાં અન્ય લોકો પણ હતા ટાર્ગેટ પર

ધંધુકા કિશન ભરવાડની હત્યા પાછળ (Kishan Bharwad Murder Case) કટ્ટરવાદી માનસિકતા હોવાનો ખુલાસો થયો છે, પોલીસ હત્યા કરનારા આરોપીઓ અને જમાલપુરના મૌલવીની ધરપકડ કરી છે, તો બીજી તરફ દિલ્હીના મૌલવીની અટકાયત કરી દેવામાં આવી છે. ધાર્મિક પોસ્ટના વિવાદને કારણે આરોપીઓએ હત્યા કરી હોવાનું ખુલ્યું છે. મહત્વનું છે કે, આ મામલે અત્યાર સુધીમાં 4 લોકોની ધરપકડ કરી લેવામાં આવી છે અને અન્ય લોકોના નામ પણ સામે આવી રહ્યા છે. આ મામલે વધુ 4 મૌલિકનું નામ સામે આવ્યા છે અને તેમને પકડવા અલગ-અલગ રાજ્યોમાં ગુજરાત ATSની ટીમો કામે લાગી છે. તપાસમાં અન્ય એક મોટો ખુલાસો સામે આવ્યો છે કે આ મામલે અન્ય લોકો પણ ટાર્ગેટ પર હતા અને જેને લઈ હવે રાજ્યની પોલીસ પણ એલર્ટ થઈ ગઈ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.