ગુજરાત

gujarat

લોકમેળો બન્યો શોકમેળો, બે વ્યક્તિના મૃત્યુ નિપજતા પોલીસની ભાગદોડ

By

Published : Aug 24, 2022, 1:19 PM IST

ગોંડલ મેળામાં વીજ કરંટ લાગવાથી બે વ્યક્તિઓના મૃત્યુ નિપજતા ચકચાર મચી ગઈ છે. આ સમગ્ર મામલે બેદરકારી બદલ 10 વ્યક્તિઓ સામે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવતા પોલીસે તમામની ધરપકડ કરી છે. શું છે મામલો જાણો વિગતવાર electrocution death, lok mela 2022 rajkot

લોકમેળો બન્યો શોકમેળો, બે વ્યક્તિના મૃત્યુ નિપજતા પોલીસની ભાગદોડ
લોકમેળો બન્યો શોકમેળો, બે વ્યક્તિના મૃત્યુ નિપજતા પોલીસની ભાગદોડ

રાજકોટગોંડલમાં સંગ્રામસિંહજી હાઇસ્કૂલના મેદાનમાં યોજાયેલા લોકમેળામાં સાતમના દિવસે લાઇટીંગ ટાવરમા વીજ શોક લાગતા બે યુવાનના મૃત્યુ (electrocution death at gondal) નિપજતા ચકચાર મચી ગઈ છે. આ ઘટનાને લઈને મૃતકના ભાઇએ કરેલી પોલીસ ફરિયાદ બાદ પોલીસે મેળાના આયોજકો તેમજ ઇલેક્ટ્રિક કોન્ટ્રાક્ટર સહિત દસ વ્યક્તિ સામે કલમ 304(A) 114 મુજબ ગુનો નોંધી ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે. તો બીજી બાજુ કોંગ્રેસ દ્વારા ગોંડલ નગરપાલિકાના ચીફ ઓફિસર ત પદાધિકારીઓની પણ આ ઘટનામાં જવાબદારી બનતી હોય તેમની સામે ગુનો નોંધવા માગ (gondal lok mela 2022) કરવામાં આવી રહી છે.

આ પણ વાંચોમુખ્યપ્રધાનના હસ્તે આઝાદી અમૃત લોકમેળા 2022નું થયું ઉદ્ઘાટન અને માણી ચકડોળની મોજ

શું હતી ઘટના લોકમેળામાં લાઇટીંગ ટાવરને અડી જતા TRB જવાન ભૌતિક કીરીટભાઇ (janmashtami lok mela) પોપટ તેમજ ફાયર બ્રિગેડના કર્મચારી નરશી ઠાકોરનુ વીજ કરંટ લાગતા મૃત્યુ નિપજ્યું છે. ત્યારે આ બનાવના પગલે મૃતક ભૌતિકના મોટાભાઇ તિરુમાલા ગોલ્ડ સોસાયટીમાં રહેતા ભાવિક પોપટે ગોંડલ સીટી પોલીસમા ફરિયાદ કરી હતી. પોલીસે તપાસ હાથધરીને મેળાના આયોજકો જયેશ સાનીયા, મહેશ મેવાડા, સાગર મેવાડા, સંજય ડાંગર, ભરત ગોલતર, મનોજ લાંબકા, ઉપરાંત ઈલેક્ટ્રીક કોન્ટ્રાક્ટર પ્રદીપ વઘાસીયા, તેના વાયરમેન અશ્ર્વીન મોરબીયા અને નવીન લાલકીયા સામે ગુનો દાખલ કરી કાર્યવાહી કરી હતી.

આ પણ વાંચો'લોકમેળા' પર ભારે સરકારી 'મેળાવડા' : રાજ્યમાં લોકમેળાનો નિર્ણય બાકી, પણ સરકાર 5 વર્ષની ઊજવણી 9 દિવસ સુધી કરાશે

ફરીયાદમાં શું જણાવ્યું આ સમગ્ર બનાવ અંગે ભાવીક પોપટે ફરિયાદમાં જણાવ્યા મુજબ આયોજકો તેમજ ઇલેકોન્ટ્રાક્ટરે લાઇટીંગ ટાવર ફરતે ફેન્સીંગ કે આડશ નહી કરીને ભયંકર બેદરકારી દાખવાઇ હતી. સાતમના દિવસે સાંજે વારંવાર લાઈટ જતી રહેતી હોય કોન્ટ્રાક્ટર પ્રદિપભાઇના વાયરમેન અશ્વીનભાઇએ ELCBને બાયપાસ કરી ડાયરેકટ MCBમાં પાવર આપ્યો હતો. ત્યારે લાઇટીંગ ટાવરમાં એક લાઇટ શોર્ટ થયેલી હોય. જેને કારણે ભૌતિક તેમજ નરશીભાઈ વીજ કરંટનો ભોગ બન્યા હતા. તેથી આ સમગ્ર બાબતે પોલીસે 10ની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે. તો બીજી બાજુ કોંગ્રેસે આ દુર્ઘટનામાં ગોંડલ નગરપાલિકાના પદાધિકારીઓ સામે પણ ગુનો નોંધવાની માંગ કરી છે. electrocution death, lok mela 2022 rajkot, lok mela festival 2022, death festival, folk fair 2022

ABOUT THE AUTHOR

...view details