ગુજરાત

gujarat

જેતપુર તાલુકાના જૂની સાંકળી ગામે ઊંચી ટાંકીનું ખાતમુર્હૂત કરાયું

By

Published : Oct 18, 2020, 11:04 PM IST

Updated : Sep 23, 2022, 1:37 PM IST

નલ સે જલ યોજના અંતર્ગત જૂની સાંકળી ગામે કેબિનેટ પ્રધાન કુંવરજીભાઈ બાવળીયા અને પુર્વ પ્રધાન જસુમતીબેન કોરાટના અધ્યક્ષ સ્થાને ઊંચી ટાંકીનું ખાતમુર્હૂત કરાયું હતુ.

જેતપુર તાલુકાના જૂની સાંકળી ગામે ઊંચી ટાંકીનું ખાતમુર્હત
જેતપુર તાલુકાના જૂની સાંકળી ગામે ઊંચી ટાંકીનું ખાતમુર્હત

રાજકોટઃ જેતપુર તાલુકાના જુની સાકળી ગામ ખાતે ગ્રામ્ય જળ અને સ્વચ્છતા સમિતિની દ્વારા ઓગમેન્ટેશન જનરલ ઈન રૂરલ એરિયા ટેપ કનેક્ટિવિટી નલ સે જલ કાર્યક્રમ દ્વારા કુલ અંદાજિત 14.14 લાખના ખર્ચે ગામની પાણી પુરવઠા યોજનામાં ઉચી પણીની ટાંકી મંજૂર કરતા વાસ્મો દ્વારા 70 હજાર લિટરની ક્ષમતા 12 મીટર ઊંચાઇ સાથેની ઉચી પાણીની ટાંકીનું ખાત મુહૂર્ત કરવામાં આવ્યું હતું. પાણી પુરવઠા અને પશુપાલન ગ્રામ ગૃહ નિર્માણ પ્રધાન કુવરજીભાઈ બાવળિયાના હસ્તે કરવામાં આવ્યું હતું
સરકાર દ્વારા પીવાના પાણીની વિતરણ વ્યવસ્થાઆ પ્રસંગે પ્રધાન કુંવરજીભાઈ બાવળિયાએ જણાવ્યું હતું કે, ગ્રામ્ય વિસ્તારમાં પીવાના પાણીની અને વિતરણ વ્યવસ્થામાં કોઈ મુશ્કેલી ન પડે તે માટે રાજ્ય સરકાર દ્વારા વ્યવસ્થિત આયોજન પૂર્વક કામગીરી કરવામાં આવી રહી છે. પીવાનું પાણીની પ્રાથમિક જરૂરિયાત પૂર્ણ કરવા માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે અને છેવાડાના માનવી સુધી રાજ્ય સરકારની આ યોજનાનો લાભ પ્રાપ્ત થાય તે દિશામાં કામગીરી કરવામાં આવી રહી છે.

આ ઊંચી ટાંકી બનતા સાકડી ગામના 466 ઘરોને નળ કનેક્શન દ્વારા પીવાના પાણીની વિતરણ વ્યવસ્થાને વધુ સુવ્યવસ્થિત કરી શકાશે જૂની સાકળી ગામ ખાતે ઉચી પાણીની ટાંકાનું ખાતમુહૂર્ત પ્રસંગે પુર્વ પ્રધાન જસુમતીબેન કોરાટ અગ્રણી ભુપતભાઈ સોલંકી, દિનકરભાઇ ગુંદરિયા, આર કે રૈયાણી, વેલજીભાઈ સરવૈયા, સુભાષભાઈ બાંભરોલીયા, વજુભાઈ કોઠારી, વિપુલભાઈ સંચાણીયા, રામભાઈ જોગી, બાબુભાઈ ખાખરીયા, સરપંચ અરવિંદભાઈ વાલાણી, તેમજ વાસ્મો ના અધિકારી એન જે રૂપારેલ, કમલેશ રાવલ સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

Last Updated : Sep 23, 2022, 1:37 PM IST

ABOUT THE AUTHOR

...view details