ગુજરાત

gujarat

Gujarat Police નું વેતન અન્ય રાજ્યના કર્મીઓ કરતા ઓછું: રાજપૂત કરણી સેના

By

Published : Oct 25, 2021, 4:10 PM IST

ગુજરાતમાં પોલીસકર્મીઓના (Gujarat Police ) ગ્રેડ પેમાં (Grade Pay) વધારો કરવામાં આવે તે અંગેનું આંદોલન જોરશોરથી શરૂ થયું છે.તેમાં ઝૂકાવતાં રાજપૂત કરણી સેનાએ (Rajput Karni Sena) નિવેદન કર્યું છે કે અન્ય રાજ્યોમાં જે વેતન છે તેની સરખામણીમાં ગુજરાત પોલીસના જવાનોને ઓછું વેતન મળી રહ્યું છે.

Gujarat Police નું વેતન અન્ય રાજ્યના કર્મીઓ કરતા ઓછું: રાજપૂત કરણી સેના
Gujarat Police નું વેતન અન્ય રાજ્યના કર્મીઓ કરતા ઓછું: રાજપૂત કરણી સેના

  • ગુજરાત પોલીસના વેતન મામલે નિવેદન
  • રાજપૂત કરણી સેનાએ કર્યું નિવેદન
  • અન્ય રાજ્યના કર્મીઓ કરતા ઓછું વેચન છે: રાજપૂત કરણી સેના

રાજકોટઃ તાજેતરમાં જ રાજ્યમાં ગૃહવિભાગ દ્વારા પોલીસની ભરતી જાહેર કરવામાં આવી છે. એવામાં બીજી તરફ નવો જ વિવાદ સોશિયલ મીડિયામાં સામે આવ્યો છે. જેમાં ગુજરાતમાં પોલીસકર્મીઓના (Gujarat Police )ગ્રેડ પેમાં (Grade Pay) વધારો કરવામાં આવે તે અંગેનું આંદોલન જોરશોરથી શરૂ થયું છે. ત્યારે આ મામલે રાજપૂત કરણી સેના (Rajput Karni Sena) દ્વારા ગુજરાત પોલીસના ગ્રેડ પે મામલે સમર્થન જાહેર કરવામાં આવ્યું છે. જેને લઈને રાજપૂત કરણી સેનાના પ્રદેશ અધ્યક્ષ જે. પી. જાડેજા દ્વારા મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને ગૃહપ્રધાન હર્ષ સંઘવીને આ મામલે રજૂઆત કરી હતી.

ગુજારત પોલીસ જવાનોને વેતન ઓછુ મળી રહ્યું છે

ગુજરાત પોલીસકર્મીઓનું વેતન અન્ય રાજ્ય કરતા ઓછું

ગુજરાતના રાજપૂત કરણી સેનાના (Rajput Karni Sena) અધ્યક્ષ જે. પી. જાડેજાએ પોલીસકર્મીઓના વેતન મામલે જણાવ્યું હતું કે દેશના અન્ય રાજ્ય કરતા પોલીસ કર્મીઓ કરતા ગુજરાતના પોલીસકર્મીઓનું વેતન ઓછું છે. જેને લઈને રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ તાત્કાલિક ગુજરાતના પોલીસકર્મીઓના ગ્રેડ પે (Gujarat Police Grade Pay) અને વેતનમાં વધારો કરવો જોઈએ. રાજ્યમાં પોલીસકર્મીઓનું વેતન ઓછું હોવાની વાત સામે આવતા અમારા સંગઠન દ્વારા આ રજૂઆત કરવામાં આવી છે. જે રાજ્ય સરકાર ધ્યાનમાં લે તેવી અમારી માગણી છે.

સોશિયલ મીડિયા પર પણ આંદોલન

ગુજરાત પોલીસકર્મીઓ કામ, સમય અને વેતન (Gujarat Police Grade Pay) મામલે ઘણાં સમયથી સોશિયલ મીડિયામાં આંદોલન કરી રહ્યાં છે. જ્યારે આ મામલો હજુ સુધી ખુલીને બહાર આવ્યો નથી, પરંતુ વિપક્ષો પણ ગુજરાત પોલીસના વેતનને લઈને તેમના સમર્થનમાં જોવા મળી રહ્યાં છે. એવામાં આજે રાજપૂત કરણી સેના (Rajput Karni Sena) દ્વારા પણ જાહેરમાં જ ગુજરાત પોલીસના ગ્રેડ પે મામલે રાજ્ય સરકાર પાસે માગણી કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ વડોદરા પોલીસ દ્વારા વૃદ્ધાશ્રમમાં દિવાળીની ઉજવણી

આ પણ વાંચોઃ રાજ્યમાં લોક રક્ષક જવાનોની ભરતી પ્રક્રિયા શરૂ : 10,459 જવાનોની થશે ભરતી

ABOUT THE AUTHOR

...view details