ગુજરાત

gujarat

World Blood Donor Day: આ છે એવું દાન જે ગરીબ અને અમીર એક સમાન રીતે કરી શકે, અને લોકોને જીવનદાન અર્પી શકે

By

Published : Jun 14, 2022, 6:03 AM IST

આજે સમગ્ર વિષમ રક્તદાતા દિવસ(World Blood Donor Day ) તરીકે ઉજવણી થાય છે. આ એક એવું દાન છે. કટોકટીના સમયે લોકોને નવજીવન રક્ત દ્વારા આપવું( Blood Donation Activity) એ ખુબ મોટી વાત ગણાય છે. આજે 14 જૂન 2022એટલે કે વિશ્વ રક્ત દિવસની ઉજવણી જૂનાગઢ શહેરમાં રક્ત ડોનેટ કરીને ઉજવમાં આવી હતી.જૂનાગઢ જિલ્લામાં પ્રતિ વર્ષ આઠ હજાર જેટલા રક્ત યુનિટની જરૂરિયાત પડતી હોય છે.

World Blood Donor Day: આ છે એવું દાન જે ગરીબ અને અમીર એક સમાન રીતે કરી શકે, અને લોકોને જીવનદાન અર્પી શકે
World Blood Donor Day: આ છે એવું દાન જે ગરીબ અને અમીર એક સમાન રીતે કરી શકે, અને લોકોને જીવનદાન અર્પી શકે

જૂનાગઢ:આજે(સોમવારે) સમગ્ર વિશ્વમાં રક્તદાતા દિવસની ઉજવણી(World Blood Donor Day) કરાઇ રહી છે. લોહીની જરૂરિયાતોને(Blood Donation Activity ) પૂરી કરી શકાય તેમજ રક્તદાન પ્રવૃત્તિમાં સામેલ પ્રત્યેક રક્તદાતાને પ્રોત્સાહિત કરી શકાય તેવા ઉમદા ઉદ્દેશ સાથે આજે વિશ્વ રક્તદાતા દિવસની ઉજવણી થઇ રહી છે. વિશ્વ રક્તદાતા દિવસની ઉજવણી કરવાની શરૂઆત વર્ષ 2005માં વિશ્વ આરોગ્ય સંસ્થા(World Health Organization) અને રેડક્રોસના સંયુક્ત ઉપક્રમે યોજાઇ હતી. ત્યારબાદ દર વર્ષે 14મી જૂનના દિવસે વિશ્વ રક્તદાતા દિવસની ઉજવણી થઇ રહી છે.

રક્તદાન અંગે જાગૃતિ માટે કરાઈ છે ઉજવણી

આ પણ વાંચો:World Blood Donor Day : સુરતના ઘનશ્યામભાઈએ 11 વર્ષ બ્લડ કેમ્પ યોજીને 17 હજાર લોહીની બોટલો બ્લડ બેન્કને અપાવી

રક્તદાન અંગે જાગૃતિ માટે કરાઈ છે ઉજવણી -વિશ્વ રક્તદાતા દિવસની ઉજવણી રક્તદાન પ્રવૃત્તિમાં પ્રત્યેક વ્યક્તિ જાગૃત બન્ને અને રક્તદાન પ્રક્રિયામાં વૈશ્વિક રીતે આગળ આવે તેવી લોકોમાં જાગૃતતા ઉભી થાય તેના માટે વિશ્વ રક્તદાતા દિવસની ઉજવણી થતી હોય છે. જેમાં ખૂબ મોટી સંખ્યામાં રક્તદાતાઓ જોડાતા હોય છે. રક્ત દાતાઓ દ્વારા કરવામાં આવેલા લોહીના દાનથી સમગ્ર વિશ્વમાં અનેક લોકોને નવજીવન મળી રહ્યું છે. વર્ષ 1930મા પેથોલોજી ક્ષેત્રમાં વિશ્વના સર્વોચ્ચ સન્માન નોબેલ પારિતોષિક મેળવેલા ઓસ્ટ્રેલિયન અમેરિકન પેથોલોજીસ્ટ(Australian American Pathologist) ડૉ. કાર્લ લેન્ડસ્ટેઇનરના જન્મદિવસ છે. વિશ્વ રક્તદાતા દિવસની ઉજવણી કરતા હોય છે. ડૉ. કાર્લ લેન્ડસ્ટેઇનર દ્વારા ABO રક્તનું ગ્રુપ શોધવા માટેના પ્રથમ પ્રહરી માનવામાં આવે છે. આ સાથે સાથે એમના દ્વારા રક્ત તબદિલીની સિસ્ટમ પણ આધુનિક પદ્ધતિથી અપનાવવાને લઈને પણ તેમના જન્મ દિવસે વિશ્વ રક્તદાતા દિવસની ઉજવણી થાય છે.

ક્તદાન પ્રવૃત્તિમાં સામેલ પ્રત્યેક રક્તદાતાને પ્રોત્સાહિત કરી શકાય તેવા ઉમદા ઉદ્દેશ સાથે આજે વિશ્વ રક્તદાતા દિવસની ઉજવણી થઇ રહી છે.

રક્તદાનનું શું છે મહત્વ? - રક્તદાન થકી વિશ્વના કરોડો લોકોને નવજીવન મળી રહ્યું છે. રક્તદાનની આ એકમાત્ર ઉપલબ્ધિ નથી વિશ્વના અનેક લોકો વિવિધ રોગોથી પીડાય રહ્યા છે. જેમાં તેમને સમયાંતરે અને ચોક્કસ નિર્ધારિત સમયે બહારથી લોહી આપવું પડે તેવી જરૂરિયાત ઊભી થાય છે. આવા તમામ લોકોને રક્ત દાતાઓ દ્વારા દાન કરેલું લોહી નવજીવન આપવા માટે પૂરતું છે. રક્તદાન થકી નવજીવન મેળવેલા પ્રત્યેક વ્યક્તિને લોહી નવજીવન આપે છે. આ સાથે સાથે રક્તદાતાને પણ તે ખૂબ જ મદદગાર બને છે. રક્તદાન કરનાર પ્રત્યેક વ્યક્તિને આરોગ્યની દ્રષ્ટીએ શરીર માટે ખૂબ જ સારું માનવામાં આવે છે. રક્તદાન કરનાર પ્રત્યેક વ્યક્તિ બીમારી સામે ખૂબ સારી લડત આપી શકે છે. અન્ય વ્યક્તિઓ કરતા બીમારી સામે પ્રતિકારક શક્તિ મા સૌથી આગળ જોવા મળે છે. આ સાથે સાથે રક્તદાન કરતા પ્રત્યેક વ્યક્તિ લાંબુ દીર્ઘ આયુષ્ય પણ મેળવતા હોય છે. તબીબી વિજ્ઞાનના સંશોધન મુજબ રક્તદાન થકી વણજોઈતા વજનને ઘટાડવા માટે પણ ખૂબ મદદ મળે છે. જે વધુમાં રક્તદાનથી લિવરની તંદુરસ્તી ખૂબ સારી બન્ને છે. તેને કારણે શરીરમાં આયર્નનું પ્રમાણ સમાંતર જોવા મળે છે. સૌથી મોટી વાત રક્તદાન કરનાર પ્રત્યેક રક્તદાતાઓ હૃદયરોગના હુમલાની શક્યતાઓ પણ ખૂબ ઓછી જોવા મળે છે.

આજે સમગ્ર વિશ્વમાં રક્તદાતા દિવસ ની ઉજવણી કરાઇ રહી છેઆજે સમગ્ર વિશ્વમાં રક્તદાતા દિવસ ની ઉજવણી કરાઇ રહી છે

આ પણ વાંચો:WORLD BLOOD DONOR DAY 2021 - 14 જૂનના રોજ ઉજવાય છે વિશ્વ રક્તદાતા દિવસ

જૂનાગઢ જિલ્લામાં પ્રતિ વર્ષ આઠ હજાર જેટલા રક્ત યુનિટની જરૂરિયાત -વાત જુનાગઢ શહેર અને જિલ્લાની કરીએ તો વર્ષ દરમિયાન 7000થી 8000 જેટલા લોહીના યુનિટની જરૂરિયાત પડતી હોય છે. મોટાભાગનું લોહી રક્તદાન કેમ્પ અને સ્વૈચ્છિક રક્ત દાતાઓ દ્વારા સિવિલ હોસ્પિટલ અને અન્ય બ્લડ બેંકોને પ્રાપ્ત થતું હોય છે. જેનો ઉપયોગ અકસ્માત પ્રસૂતા અને થેલેસેમિયા ગ્રસ્ત દર્દીઓ માટે વિશેષ પ્રમાણમાં થતો હોય છે. જુનાગઢ સરકારી હોસ્પિટલ(Junagadh Government Hospital) સોમનાથ જુનાગઢ અને રાજકોટ જિલ્લાના ધોરાજી ઉપલેટા સહિતના મોટાભાગના દર્દીઓ સિવિલ હોસ્પિટલમાં તબીબી સેવાઓ મેળવવા માટે આવતા હોય છે. જેને લઇને જૂનાગઢ સિવિલ હોસ્પિટલને થેલેસેમિયા પ્રસુતિ અને ઓર્થોપેડિક વિભાગમાં થતી શસ્ત્રક્રિયા માટે પ્રતિવર્ષ સાતથી લઈને 8 હજાર જેટલા લોહીના યુનિટ ની જરૂર પડતી હોય છે.

ABOUT THE AUTHOR

...view details