ગુજરાત

gujarat

જૂનાગઢ શહેરમાં અતિભારે વરસાદને કારણે ઠેરઠેર માર્ગો પર ભરાયાં પાણી, લોકો પરેશાન

By

Published : Sep 13, 2021, 7:17 PM IST

જૂનાગઢ શહેરમાં ગત રાત્રીથી ધીમી ધારે વરસાદની શરૂઆત થઇ છે. આજે વહેલી સવારથી જૂનાગઢ શહેરમાં ધોધમાર 10 ઇંચ જેટલો વરસાદ વરસી જવા પામ્યો છે, જેને લઇને શહેરના માર્ગો પર ઠેરઠેર પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે. આ કારણે વેપારથી લઇને વાહનચાલકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

વાહનચાલકો અને દુકાનદારોને અનેક સમસ્યા અને મુશ્કેલીમાંથી પસાર થવું પડ્યું
વાહનચાલકો અને દુકાનદારોને અનેક સમસ્યા અને મુશ્કેલીમાંથી પસાર થવું પડ્યું

  • જૂનાગઢ શહેરમાં છેલ્લા 24 કલાક દરમિયાન પડ્યો ધોધમાર વરસાદ
  • અતિભારે વરસાદને કારણે શહેરના માર્ગો પર ફરી વળ્યા વરસાદી પાણી
  • રાજમાર્ગો પર પાણી ભરાતા વાહનચાલકો અને વેપારીઓને પડી પારાવાર મુશ્કેલીઓ

જૂનાગઢ: જૂનાગઢ શહેરમાં છેલ્લા 24 કલાકથી સતત વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. રાત્રીથી શરૂ થયેલો વરસાદ આજે વહેલી સવારે ધોધમાર વરસી પડતા શહેરમાં ઠેરઠેર વરસાદી પાણી ભરાઇ જતાં જોવા મળી રહ્યા હતા. જૂનાગઢ શહેરમાં પડેલા અતિભારે વરસાદને કારણે રાજમાર્ગો પર વરસાદી પાણીનો ભરાવો જોવા મળી રહ્યો છે, જેને કારણે વાહન ચાલકોને પણ પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

અતિભારે વરસાદને કારણે માર્ગો પર ભરાયા વરસાદી પાણી

ચોમાસા દરમિયાન આ પ્રકારના દ્રશ્યો જૂનાગઢ શહેરમાં આજે પ્રથમ વખત જોવા મળી રહ્યા છે જેને કારણે લોકો પણ ભારે વરસાદને કારણે અનેક મુશ્કેલીમાં જોવા મળી રહ્યા છે. જૂનાગઢ શહેરમાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદ તૂટી પડ્યો છે જેને કારણે શહેરના માર્ગો પર ઠેર ઠેર વરસાદી પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે, જેને કારણે વાહનચાલકો અને દુકાનદારોને અનેક સમસ્યા અને મુશ્કેલીમાંથી પસાર થવું પડ્યું હતું.

શહેરમાં અતિભારે વરસાદને કારણે ઠેરઠેર માર્ગો પર ભરાયાં પાણી

વાહનચાલકો અને દુકાનદારોને પડી મુશ્કેલી

અતિભારે વરસાદને કારણે માર્ગો પર એક ફૂટ જેટલા વરસાદી પાણી ભરાયેલા જોવા મળતા હતા, જેના કારણે વાહનચાલકોને ખાસ કરીને દુકાનદારોને મુશ્કેલીમાંથી પસાર થવાનો વારો આવ્યો હતો. આ પ્રકારની પરિસ્થિતિ દર વર્ષે ચોમાસા દરમિયાન જૂનાગઢ શહેરમાં જોવા મળે છે, પરંતુ હજુ સુધી વરસાદી પાણીના નિકાલને લઈને કોઈ સમસ્યાનું સમાધાન થતું હોય તેવું સામે આવ્યું નથી, જેને કારણે વેપારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

વધુ વાંચો: જામનગર જળબંબાકાર: ઠેરઠેર પાણી ભરાયા, NDRFની ટીમ રવાના

વધુ વાંચો: ગુજરાત પર આભનું સંકટ, હજુ 3 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી

ABOUT THE AUTHOR

...view details