ગુજરાત

gujarat

વાવાઝોડાને પગલે જૂનાગઢ મનપાના અસ્થાઈ કંટ્રોલરૂમમાં મળી 200 જેટલી ફરિયાદ

By

Published : May 18, 2021, 10:45 PM IST

વાવાઝોડાને પગલે જૂનાગઢ મનપા દ્વારા આકસ્મિક ફરિયાદોના નિરાકરણ માટે 48 કલાક માટે કન્ટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો હતો. જેમાં વૃક્ષ પડવા હોર્ડિંગ્સ તેમજ મકાનનાં છાપરાં ઊડી જવા તેમજ સ્ટ્રીટ લાઈટ બંધ થવી મળીને કુલ 200 જેટલી ફરિયાદ આવી હતી. જેનું યથાયોગ્ય સમયમાં મનપાના કર્મચારીઓએ નિરાકરણ કર્યું હતું

વાવાઝોડાને પગલે જૂનાગઢ મનપાના અસ્થાઈ કંટ્રોલરૂમમાં મળી ૨૦૦ જેટલી ફરિયાદ
વાવાઝોડાને પગલે જૂનાગઢ મનપાના અસ્થાઈ કંટ્રોલરૂમમાં મળી ૨૦૦ જેટલી ફરિયાદ

  • વાવાઝોડાના પગલે જૂનાગઢ મનપાના શરૂ કર્યા અસ્થાઈ કંટ્રોલરૂમ
  • છેલ્લા 48 કલાકમાં મળી 200 ફરિયાદ
  • મોટાભાગની ફરિયાદનો સમયસર થયો નિકાલ

જૂનાગઢ: વાવાઝોડાને પગલે જૂનાગઢ મનપા દ્વારા છેલ્લા 48 કલાકથી આકસ્મિક ફરિયાદોનું નિરાકરણ થાય તે માટે અસ્થાઈ કંટ્રોલરૂમ ઉભો કરવામાં આવ્યો હતો. જેમાં પાછલા બે દિવસ દરમિયાન 200 જેટલી અલગ-અલગ ફરિયાદ મળી હતી. જેનો સમય રહેતા મનપાના કર્મચારી અને અધિકારીઓએ નિરાકરણ કર્યું હતું. વાવાઝોડાને પગલે હોર્ડિંગ્સ પડવા, વૃક્ષો ધરાશાયી થવા, અસ્થાઈ મકાનના છાપરા ઉડવાની જેવી 75 જેટલી ફરિયાદ મળી હતી. તેમજ સ્ટ્રીટ લાઇટ બંધ થવાની 113 જેટલી ફરિયાદ મનપાના કંટ્રોલરૂમમાં નોંધાઈ હતી. જે પૈકીની મોટાભાગની ફરિયાદનું નિરાકરણ પણ કરી દેવામાં આવ્યું છે.

વધુ વાંચો:અમદાવાદના બોપલ વિસ્તારમાં વરસાદના પાણી ભરાયા અને ભૂવા પડ્યા

વાવાઝોડાને પગલે મ્યુનિસિપલ કમિશ્નર તાકીદે કંટ્રોલરૂમ શરૂ કર્યો હતો

વાવાઝોડા પગલે મ્યુનિસિપલ કમિશ્નર અને જૂનાગઢ મનપાના અધિકારીઓ દ્વારા તાકિદે આકસ્મિક ફરિયાદ નિવારણ માટેનો અસ્થાઈ કંટ્રોલરૂમ શરૂ કરવામાં આવ્યો હતો. જેમાં સમયાંતરે અલગ-અલગ કર્મચારી-અધિકારીઓ 24 કલાક હાજરી આપીને જે કંઈ પણ લોકોને પડતી તકલીફને દૂર કરવાની દિશામાં પ્રયાસ હાથ ધર્યો હતો. જેના ભાગરૂપે 48 કલાકમાં 200 જેટલી ફરિયાદો વાવાઝોડા બાદની મુશ્કેલીને લઈને અસ્થાઈ કંટ્રોલ રૂમમાં આવી હતી. જેનો સમય રહેતા યોગ્ય નિરાકરણ પણ કર્મચારીઓ અને અધિકારીઓ દ્વારા કરવામાં આવ્યું હતું. જેના કારણે જૂનાગઢના લોકોને વાવાઝોડા બાદ કોઈપણ પ્રકારની મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હોય તેવું જોવા મળ્યું ન હતું

વધુ વાંચો:35 કરોડના ખર્ચે બનેલા ઘ 4 અંડર પાસમાં સામાન્ય વરસાદથી જ લીકેજ

ABOUT THE AUTHOR

...view details