ગુજરાત

gujarat

MLA Son Of Farmer : કયા ધારાસભ્યે પોતાની કાર પર લખાવ્યું Son Of Farmer, જાણો અમારા વિશેષ અહેવાલમાં

By

Published : Apr 28, 2022, 3:06 PM IST

વિસાવદરના કોંગ્રેસના ધારાસભ્ય હર્ષદ રિબડીયાએ (Junagadh MLA Harshad Ribadiya)પોતાની કાર પર ખેડૂત પુત્ર (MLA Son Of Farmer )લખાવ્યું છે. જે ચિંતન શિબિરમાં (Congress one day chintan shibir at junagadh )આવી રહેલા તમામનું ધ્યાન ખેંચી રહી છે. વાંચો આ વિશેષ અહેવાલ.

MLA Son Of Farmer : કયા ધારાસભ્યે પોતાની કાર પર લખાવ્યું Son Of Farmer, જાણો અમારા વિશેષ અહેવાલમાં
MLA Son Of Farmer : કયા ધારાસભ્યે પોતાની કાર પર લખાવ્યું Son Of Farmer, જાણો અમારા વિશેષ અહેવાલમાં

જૂનાગઢ- જૂનાગઢમાં કોંગ્રેસની એક દિવસની ચિંતન શિબિરનું (Congress one day chintan shibir at junagadh )આયોજન થયું છે. જેમાં જૂનાગઢ જિલ્લાના ધારાસભ્યો હાજરી આપી રહ્યા છે ત્યારે ચિંતન શિબિરમાં હાજરી આપવા માટે આવેલા વિસાવદરના ધારાસભ્ય હર્ષદ રિબડિયાની કાર (Congress MLA Harshad Ribdia Car) અહીં આવેલી તમામ કારો કરતાં વિશેષ અને અલગ રીતે તરી આવતી જોવા મળી હતી.

તમામ કારો કરતાં વિશેષ અને અલગ રીતે તરી આવતી કાર

પ્રથમ ઓળખ ખેડૂત પુત્ર - કારની ખાસિયત એ હતી કે જે ગાડીમાં હર્ષદ રિબડિયા ધારાસભ્ય (Junagadh MLA Harshad Ribadiya)તરીકે પ્રવાસ કરી રહ્યા છે તે ગાડી પર મોટા અક્ષરે son of farmer લખેલુ જોવા મળ્યુ હતુ એ દ્રષ્ટિએ ધારાસભ્ય હર્ષદ રિબડિયાની કાર (MLA Son Of Farmer )અહીં પડેલી તમામ કાર કરતા વિશે અને આગવી રીતે જોવા મળી હતી. હર્ષદ રિબડિયા પોતે એવું માને છે કે તેઓ ધારાસભ્ય કે રાજકીય નેતા બનતા પહેલા ખેડૂત પુત્ર છે અને ખેડૂત પુત્ર હોવાને નાતે તેઓ પોતાની પ્રથમ ઓળખ ખેડૂત પુત્ર તરીકે આપતા આજે પણ ગર્વાન્વિત મહેસૂસ કરે છે. આ ગર્વ પોતે પોતાની કાર પર પોતાની ખેડૂત પુત્ર તરીકેની ઓળખ આપીને ખૂબ જ ખુમારી સાથે જાહેર જીવનમાં રાજકીય નેતા તરીકે લોકોને પ્રેરણાની સાથે ખેડૂત પુત્રની શું ઓળખ હોઈ શકે તેવો સંદેશો પણ આપી રહ્યા છે.

આ પણ વાંચોઃ વિસાવદરના ધારાસભ્ય રિબડિયાએ ગીરના નેસમાં રહેતા માલધારીઓને ઘાસચારો આપવા કરી માંગ

ધારાસભ્યો પણ પોતાની જાતને ખેડૂત પુત્ર તરીકે આગળ લાવે તેવો રિબડિયાનો વિચાર -પોતાની કાર પર ખેડૂત પુત્ર (MLA Son Of Farmer ) લખવાને લઈને હર્ષદ રિબડિયાએ (Junagadh MLA Harshad Ribadiya)જણાવ્યું હતું કે હું ખેડૂતપુત્ર છું. આજે પણ ખેતી કરું છું. ધારાસભ્ય પદ સુધી પહોંચ્યો છતા ખેતી ક્યારેય છોડી નથી. આ પરિસ્થિતિમાં ખેડૂતોનુ દર્દ ખેડૂત ધારાસભ્યો સમજે અને તેમનો વિચાર કરે અને ખેડૂત ધારાસભ્ય સરકાર સમક્ષ ખૂબ જ મકકમતાથી ખેડૂતોને પડતી મુશ્કેલીઓની રજૂ કરે.

આ પણ વાંચોઃ વિસાવદરના ધારાસભ્ય હર્ષદ રિબડીયાએ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીને લખ્યો પત્ર

ખેડૂત પુત્ર હોવાનું ગર્વ-રિબડિયાનો (Junagadh MLA Harshad Ribadiya)વિચાર છે કે સૌ ધારાસભ્યોને આવે તેવા એક માત્ર ઉદ્દેશ સાથે તેમણે કારમાં son of farmer એવું લખાવીને ખેડૂતોને પડતી મુશ્કેલીઓ ઉજાગર થાય અને સરકાર પણ ખેડૂતને લઈને ખૂબ જાગૃત અને સચેત બને એકમાત્ર ઉદ્દેશ્ય સાથે તેમણે પોતાની કાર પર (MLA Son Of Farmer ) લખાવીને જગતના તાતની વેદના અને ખેડૂત પુત્ર હોવાનું ગર્વ પ્રદર્શિત કરવાનું ખુમારી સાથે સ્વીકાર કરી રહ્યા છે.

ABOUT THE AUTHOR

...view details