ETV Bharat / city

સરકાર ગીરના ખેડૂતોને આંબા સાચવવા રૂપિયા આપે: હર્ષદ રિબડીયા

author img

By

Published : Mar 10, 2021, 3:11 PM IST

વિસાવદરના કોંગ્રેસ ધારાસભ્ય હર્ષદ રિબડીયાએ વિધાનસભામાં કહ્યું હતું કે, સરકારે 91 મણ ચણા ખરીદવાનો વાયદો કર્યો હતો અને માત્ર 50 મણ ચણાની ટેકાના ભાવે ખરીદી થાય છે. આવું કહીને તેણે ખેડૂતો પ્રત્યે ચિંતાની લાગણીઓ વ્યક્ત કરી હતી.

સરકારે 91 મણ ચણા ખરીદવાનો વાયદો કર્યો હતો
સરકારે 91 મણ ચણા ખરીદવાનો વાયદો કર્યો હતો

  • સરકારે 91 મણ ચણા ખરીદવાનો વાયદો કર્યો હતો
  • માત્ર 50 મણ ચણાની ટેકાના ભાવે ખરીદી થાય છે
  • ખરાબાની જમીનમાં બાગાયતની સરકારની 100 કરોડની યોજના

ગાંધીનગર: વિધાનસભામાં જૂનાગઢ જિલ્લાના વિસાવદરના કોંગ્રેસ ધારાસભ્ય હર્ષદ રિબડીયાએ જણાવ્યું હતું કે, સરકારે ટેકાના ભાવે 91 મણ ચણા ખરીદવાનું વચન આપ્યું હતું. પરંતુ તેની જગ્યાએ ફક્ત 50 મણ ચણાની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવી રહી છે. જેમાં ખેડૂતોનું ભાડું પણ નીકળતું નથી. અનેક કિસાન સંગઠનોએ તેમની સમક્ષ આ મુદ્દે રજૂઆત કરી છે. ગૃહમાં પણ આ મુદ્દે પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો છે. અમારી માંગ છે કે, ખેડૂતો પાસેથી 50ની જગ્યાએ 200 મણ ચણા ટેકાના ભાવે ખરીદવા જોઈએ. આ અંગે તેઓ મુખ્યપ્રધાન વિજય રૂપાણી સમક્ષ રજૂઆત કરશે.

આ પણ વાંચો: ગોંડલ માર્કેટ યાર્ડમાં ડુંગળીની બમણી આવક નોંધાઇ

200-500 કરોડ ગીરના ખેડૂતોને ફાળવો

હર્ષદ રિબડિયાએ જણાવ્યું હતું કે, સરકાર બાગાયત વિકાસ મિશન અંતર્ગત ખેડૂતોને બદલી કોર્પોરેટ કંપનીઓને ખરાબાની જમીન આપશે. વળી તેમાં 100 કરોડ પણ ફાળવશે. ખરાબાની જમીનમાં કેવી રીતે 02 લાખ મેટ્રિક ટન ઉત્પાદન મળશે તે મોટો પ્રશ્ન છે. સરકારી જમીનો કોર્પોરેટ કંપનીઓને પધરાવવાનું આ એક તરકટ છે. 100 ખર્ચ કરવાની જગ્યાએ ગીરના ખેડૂતોને 200થી 500 કરોડની મદદ આંબા સાચવવામાં કરવી જોઈએ.

આ પણ વાંચો: ગોંડલ માર્કેટ યાર્ડમાં મગફળીની 1 લાખ ગુણીની આવક નોંધાઇ

વીમા કંપનીઓએ ખેડૂતોને લૂંટયા

હર્ષદ રિબડીયાએ જણાવ્યું હતું કે, વીમા કંપનીઓએ ખેડૂતોનું કોઈ ભલું કર્યું નથી. તેમ છતાં તેને સાચવવાનું કાર્ય આ સરકારે કર્યું છે.

કોંગ્રેસ ધારાસભ્ય હર્ષદ રિબડીયા
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.