ETV Bharat / city

વિસાવદરના ધારાસભ્ય હર્ષદ રિબડીયાએ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીને લખ્યો પત્ર

author img

By

Published : May 1, 2021, 7:43 AM IST

વિસાવદરના ધારાસભ્ય હર્ષદ રિબડીયાએ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીને પત્ર લખીને જૂનાગઢ જિલ્લામાં પણ હજાર બેડ ધરાવતી કોવિડ હોસ્પિટલ શરૂ કરવામાં આવે તેવી માંગ કરી છે. રિબડીયાએ મુકેશ અંબાણીને લખેલા પત્રમાં માતૃભૂમિ અને કર્મભૂમિ પ્રત્યેનો ઋણ અદા કરવાની તક મુકેશ અંબાણી ઝડપી લઈને જૂનાગઢ જિલ્લામાં 1,000 બેડની હોસ્પિટલ શરૂ કરે તેવી માંગ કરી છે.

વિસાવદરના ધારાસભ્યએ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીને લખ્યો પત્ર
વિસાવદરના ધારાસભ્યએ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીને લખ્યો પત્ર

  • વિસાવદરના ધારાસભ્યએ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીને લખ્યો પત્ર
  • પત્રમાં જૂનાગઢ જિલ્લામાં હજાર બેડની હોસ્પિટલ શરૂ કરવાની કરી માંગ
  • પત્રમાં માતૃભૂમિ અને કર્મભૂમિ પ્રત્યે ઋણ અદા કરવાનો ભાવનાત્મક કર્યો ઉલ્લેખ

જૂનાગઢ: જિલ્લાના વિસાવદરના ધારાસભ્ય હર્ષદ રિબડીયાએ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીને પત્ર લખ્યો છે. આ પત્રમાં તેમણે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા જે પ્રકારે જામનગરમાં હજાર બેડની હોસ્પિટલ શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. તેને ભારોભાર આવકાર્યો છે અને આ જ પ્રમાણે જૂનાગઢ જિલ્લાની હદમાં હજાર બેડ ધરાવતી હોસ્પિટલ ઉભી કરવાની માંગ કરી છે.

ધારાસભ્ય હર્ષદ રિબડીયા

આ પણ વાંચો: પાક ધિરાણ વીમો અને પ્રીમિયમની કામગીરી ઓનલાઇન કરવા હર્ષદ રિબડિયાની માગ

અંબાણી પરિવાર એકમાત્ર ઉદ્યોગપતિ પરિવાર

જૂનાગઢ જિલ્લાના ચોરવાડનો વતની અંબાણી પરિવાર વતન પ્રત્યે સહાનુભૂતિ ભર્યું વલણ દાખવીને હોસ્પિટલ ઉભી કરે તેવી માંગ પણ કરાય છે. હર્ષદ રિબડિયાએ પત્રમાં જણાવ્યું છે કે, જૂનાગઢ જિલ્લામાં અંબાણી પરિવાર એકમાત્ર ઉદ્યોગપતિ પરિવાર તરીકે જોવા મળે છે, ત્યારે અહીં પણ અંબાણી પરિવાર દ્વારા સંચાલિત હજાર બેડની હોસ્પિટલ શરૂ થાય તેવી ધારાસભ્ય હર્ષદ રિબડીયાએ માંગ કરી છે.

આ પણ વાંચો: ભેંસાણના કોરોનાસગ્રસ્ત ડોક્ટરનો મામલોઃ હર્ષદ રિબડીયાએ સંપર્કમાં આવેલા લોકોના ટેસ્ટની કરી માંગ

જન્મ અને કર્મભૂમિ પ્રત્યે ઋણ અદા કરવાની વિશેષ તકનો ઉલ્લેખ

હર્ષદ રિબડિયાએ પત્રમાં કેટલાક ભાવનાત્મક મુદ્દાનો પણ ઉલ્લેખ કર્યો છે. મુકેશ અંબાણીના માતા અને પિતા ધીરુભાઈ અને કોકિલાબેન અંબાણીનું જન્મ સ્થાન જૂનાગઢ જિલ્લાના ચોરવાડ અને વિસાવદર તાલુકાનું હોવાનું ઉલ્લેખ કરાયો છે. ભાવનાત્મક મુદ્દાઓને લઈને હર્ષદ રિબડિયાએ પત્રમાં જન્મભૂમિ અને કર્મભૂમિ પ્રત્યે અંબાણી પરિવાર ઋણ અદા કરશે તેવો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો છે. અંબાણી પરિવાર સમગ્ર દેશમાં દાન કરવા માટે પહેલ કરી ચૂક્યા છે, ત્યારે સંકટના સમયમાં કર્મ અને માતૃભૂમિ પ્રત્યે અંબાણી પરિવાર ઋણ અદા કરીને જિલ્લામાં 1,000 બેડ ધરાવતી હોસ્પિટલ શરૂ કરે તેવી આગ્રહ ભરી વિનંતી અને માંગ ધારાસભ્ય હર્ષદ રિબડીયાએ કરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.