ગુજરાત

gujarat

Mango Orchards Will Cut Down?: શું ગીરની કેસર કેરીના ચાલી રહ્યા છે અંતિમ દિવસો કેમ ખેડૂતોએ આંબાવાડિયા કાપવાની કરી વાત

By

Published : May 3, 2022, 9:45 PM IST

કેસર કેરીનું ઉત્પાદન સૌરાષ્ટ્રમાં(Kesar mango farming in Saurashtra) વધુ જોવા મળે છે. વંથલી પંથકના ખેડૂતો ચિંતિત છે કે આવનારા વર્ષોમાં તર કેસર કેરીનો પાક નહિ લઇ શકે. શું ચિ ખેડતોને મૂંઝવતી બાબતો(Challenges cultivating mango orchards )? જાણો

Mango Orchards Will Cut Down?: શું ગીરની કેસર કેરીના ચાલી રહ્યા છે અંતિમ દિવસો કેમ ખેડૂતોએ આંબાવાડિયા કાપવાની કરી વાત
Mango Orchards Will Cut Down?: શું ગીરની કેસર કેરીના ચાલી રહ્યા છે અંતિમ દિવસો કેમ ખેડૂતોએ આંબાવાડિયા કાપવાની કરી વાત

જૂનાગઢ: ગીર તાલાલા બાદ વંથલી પંથકમાં ફળોના રાજા તરીકે ગણાતી કેસર કેરીની પારંપરિક ખેતી ખૂબ વર્ષોથી થતી આવે છે. આ કેસર કેરીનું ઉત્પાદન સૌરાષ્ટ્રમાં(Kesar mango production in Saurashtra) વધુ જોવા મળે છે. ખેડૂતો માટે દિવસેને દિવસે કેરીના ઉત્પાદન માટે અને તેની માવજત માટે ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોવાથી હવે વંથલી પંથકના ખેડૂતો અન્ય કૃષિ પાકને ધ્યાનમાં લેવાની હિમાયત(Mango Orchards Will Cut Down) શરુ કરી રહ્યા છે.

આંબાવાડિયાની ખેતી લુપ્ત થતી નજરે ચડશે આંબાવાડિયાની ખેતી લુપ્ત થતી નજરે ચડશે

આ પણ વાંચો:Kesar Mango auction Start in Junagadh : ફળોની રાણી કેસર કેરીની હરાજી ક્યાં થશે શરૂ, કેવા રહેશે બજારભાવો જાણો

વંથલી પંથકના ખેડૂતો આંબાવાડીયાની ખેતીથી થયા પરેશાન -કેસરનું નામ સમગ્ર વિશ્વમાં સન્માન સાથે આજે જોવા મળે છે, પરંતુ પાછલા કેટલાક વર્ષોથી વાતાવરણની પ્રતિકૂળતા, કમોસમી વરસાદ અને વાવાઝોડું તેમજ બાગાયતી પાકમાં દર વર્ષે સતત વધતી જતી જીવાતને કારણે ખેડૂતો સતત પરેશાન થઈ ગયા છે. આ સાથે ગ્રાહકો જે દર વર્ષે કેરીને જે રીતે ખરીદતા હતા તેમાં પણ ઘટાડો જોવા મળશે. કેરીના સતત વધતા ભાવ(Kesar mango rates Junagadh) ગ્રાહકોને મુશ્કેલીમાં પડી શકશે.

ખેડૂતો માટે દિવસેને દિવસે કેરીના ઉત્પાદન માટે અને તેની માવજત માટે ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોવાથી હવે વંથલી પંથકના ખેડૂતો અન્ય કૃષિ પાકને ધ્યાનમાં લેવાની હિમાયત શરુ કરી રહ્યા છે.

આંબાવાડિયાની ખેતી લુપ્ત થતી નજરે ચડશે - દર વર્ષે કેરીનો ઉતારો સતત ઘટી રહ્યો છે. તેને કારણે આવકમાં મોટું ગાબડું પડી રહ્યું છે. બીજી તરફ આંબાવાડિયાની ખેતી અને તેની માવજત માટે ખર્ચ દર વર્ષે વધી રહ્યો છે. આવી પરિસ્થિતિમાં(farmer situation Junagadh district) હવે વંથલી પંથકના ખેડૂતો આંબાવાડિયાને દૂર કરીને અન્ય કૃષિ પાકો તરફ નજર(Vanthali farmers changing harvesting crops) દોડાવી રહ્યા છે. જેના કારણે આગામી વર્ષોમાં આંબાવાડિયાની ખેતી દુષ્કર બનતી જોવા મળશે.

આ પણ વાંચો:Mango Production in Gir Somnath: વાવાઝોડાની અસરના કારણે ગીરમાં કેરીનું ઉત્પાદન ઘટે તેવી શક્યતા

દર વર્ષે કેસર કેરીનું ઉત્પાદન ઓછું થઈ રહ્યું છે - ખેડૂતો વર્ષમાં એક વખત લઈ શકાય તેવા આંબાવાડિયાની ખેતી સાથે સંકળાયેલા છે, પરંતુ હવે ખૂબ નુકસાની કરી રહેલો આંબાવાડિયું દૂર કરવાનું મન વંથલી પંથકના ખેડૂતો બનાવી રહ્યા છે. આંબાવાડિયાની ખેતીથી વર્ષમાં એક જ કૃષિ ઉત્પાદન લઈ શકાય છે. જેના કારણે ખેડૂતો અન્ય કૃષિ ઉત્પાદનો લઈ શકતા નથી. આંબાવાડિયા સિવાય અન્ય ખેતી પાક ખેડૂતો માટે એક વર્ષમાં સીઝન(mango season Junagadh) અનુરૂપ ઓછામાં ઓછા ત્રણ કૃષિ પાકો લઈ શકાય તેવું ખેડૂતો ખુદ માની રહ્યા છે. અધૂરામાં પૂરું આંબાવાડિયાની ખેતી હવે મુશ્કેલ(Challenges cultivating mango orchards) બની રહી છે. દર વર્ષે ઉત્પાદન ઓછું થઈ રહ્યું છે. તેની સામે ખેડૂતોને માવજત અને ઉત્પાદન ખર્ચને ધ્યાનમાં લઈને કેસર કેરીના બજાર ભાવ ખૂબ ઓછા મળી રહ્યા છે.

ABOUT THE AUTHOR

...view details