ગુજરાત

gujarat

પાટનગરમાં મેઘરાજાની અડધો કલાકની બેટિંગમાં વાતાવરણમાં ઠંડક પ્રસરી, ગાંધીનગરમાં એક ઈંચ વરસાદ પડ્યો

By

Published : Jul 15, 2020, 9:42 PM IST

રાજ્યના પાટનગર ગાંધીનગરમાં મેઘરાજાએ સમી સાંજે ધુઆધાર બેટિંગ કરી હતી. બુધવારે બપોર સુધીમાં અસહ્ય ઉકળાટ રહ્યો હતો. ત્યારે સાંજે એકાએક વાદળો ઘેરાઈને ગાંધીનગર ઉપર આવી ચડ્યા હતા. વીજળીના કડાકા-ભડાકા સાથે અડધો કલાક ખાબકેલા મેઘરાજાએ વાતાવરણમાં ઠંડક પ્રસરાવી દીધી હતી. જ્યારે નીચાણવાળા વિસ્તારના પાણી ભરાયા હતા.

પાટનગરમાં મેઘરાજાની અડધો કલાકની બેટિંગમાં વાતાવરણમાં ઠંડક પ્રસરી, ગાંધીનગરમાં એક ઈંચ વરસાદ પડ્યો
પાટનગરમાં મેઘરાજાની અડધો કલાકની બેટિંગમાં વાતાવરણમાં ઠંડક પ્રસરી, ગાંધીનગરમાં એક ઈંચ વરસાદ પડ્યો

ગાંધીનગરઃ રાજ્યમાં સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં મેઘરાજા મનમૂકીને વરસી રહ્યા છે. પરંતુ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત ઉપર જાણે રિસામણા કર્યા હોય ત્યાં મેઘરાજા વાદળો કરીને વિખેરાઈ જતા હતા. છેલ્લા દસ દિવસ કરતા વધુ સમયથી ગાંધીનગર અસહ્ય ઉકળાટ જોવા મળતો હતો. નગરજનો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. પરંતુ જાણે મેઘ રિસાયા હોય તેમ વર્ષા વિના જતા રહેતા હતા.

પાટનગરમાં મેઘરાજાની અડધો કલાકની બેટિંગમાં વાતાવરણમાં ઠંડક પ્રસરી, ગાંધીનગરમાં એક ઈંચ વરસાદ પડ્યો

ગાંધીનગરમાં બુધવારની સમી સાંજે એકાએક વાદળો ઘેરાયા હતા. ખેડૂતો અને નાગરિકોમાં પણ વરસાદ મન મૂકીને વરસે તેવી આશા બંધાઈ હતી. ત્યારે અડધો કલાક સુધી એકધાર્યું વરસાદ ગાંધીનગર ઉપર પડતો હતો. જેને લઇને અસહ્ય ઉકળાટ એકાએક ઠંડકમાં પરિણામ હતું. જ્યારે નાગરિકો પણ મોસમને માણતા જોવા મળ્યા હતા. અડધો કલાકમાં ગાંધીનગરમાં પાણી-પાણી કરી નાખ્યા હતા. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા, તો ખેડૂતોમાં હર્ષની હેલી જોવા મળી હતી.

ABOUT THE AUTHOR

...view details