ગુજરાત

gujarat

રાજ્ય સરકારની કેબિનેટ બેઠકમાં રથયાત્રા બાબતે ચર્ચા, નિર્ણય અકબંધ

By

Published : Jul 7, 2021, 4:33 PM IST

રાજ્ય સરકારની મુખ્યપ્રધાન રૂપાણી( Chief Minister Vijay Rupani )ની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક ( Cabinet Meeting )નું આયોજન કરવામાં આવ્યું હતું. બેઠકમાં 12 જુલાઈએ રથયાત્રા( 144th Jagannath Rathyatra )ને લઈને નિર્ણય કરવામાં આવવાનો હતો. હાલ કોઈ આ બાબતે રાજ્ય સરકાર તરફથી સ્પષ્ઠતા કરવામાં આવી નથી.

રાજ્ય સરકારની કેબિનેટ બેઠકમાં રથયાત્રા બાબતે ચર્ચા કરાઈ
રાજ્ય સરકારની કેબિનેટ બેઠકમાં રથયાત્રા બાબતે ચર્ચા કરાઈ

  • રાજ્ય સરકારની કેબિનેટ બેઠકમાં રથયાત્રા પર થશે ચર્ચા
  • સરકારે હજી સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી
  • જનતા કરફ્યૂની વચ્ચે રથયાત્રા નીકળે તેવી સંભાવના

ગાંધીનગર:રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી( Chief Minister Vijay Rupani )ની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક( Cabinet Meeting )નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મહત્વની વાત કરવામાં આવે તો કેબિનેટ બેઠકમાં 12 જુલાઈના દિવસે અમદાવાદમાં કાઢવામાં આવનારી રથયાત્રા( 144th Jagannath Rathyatra )બાબતે ચર્ચા કરવામાં આવી હતી, પરંતુ રથયાત્રા નિકળશે કે નહીં નીકળે તે બાબતે હજી સુધી રાજ્ય સરકારે કોઈપણ પ્રકારની સ્પષ્ટતા કરી નથી.

આ પણ વાંચો: રથયાત્રાનું આયોજન કોરોનાની ત્રીજી લહેરને આમંત્રણ: IB

રથયાત્રા નીકળશે તે બાબતે સરકાર પોઝિટિવ

વિજય રૂપાણીની અધ્યક્ષતા મળેલી કેબિનેટ બેઠકમાં રથયાત્રા બાબતે ચર્ચા કરવામાં આવી છે. જેમાં સૂત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે, અમદાવાદની ૧૪૪મી રથયાત્રા નીકળશે, પરંતુ કઈ રીતે નીકળશે તે હજી સુધી સ્પષ્ટ કરવામાં આવ્યું નથી. આ બાબતે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીની રાજ્યકક્ષાના ગૃહપ્રધાન પ્રદિપસિંહ જાડેજા અને ગૃહ વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક બાદ 7 જુલાઈના સાંજ સુધીમાં રાજ્ય સરકાર રથયાત્રા બાબતે સ્પષ્ટતા કરશે.

કેબિનેટ બેઠકમાં લેવાશે નિર્ણય

રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી, રાજ્યકક્ષાના ગૃહપ્રધાન પ્રદિપસિંહ જાડેજા અને ગૃહ વિભાગના અન્ય ઉચ્ચ અધિકારીઓ વચ્ચે બપોરે 3 વાગ્યા આસપાસ એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં બેઠકમાં રથયાત્રાના રૂટ અને કેટલા માણસો સાથે રથયાત્રાને યોજવી તે બાબતે ચર્ચા કરવામાં આવશે. કોરોના ગાઇડલાઇનને ધ્યાન રાખીને રથયાત્રાને રાજ્ય સરકાર પરવાનગી આપે તેવી પણ શક્યતાઓ દેખાઈ રહી છે.

આ પણ વાંચો: Rath yatra 2021 - ગુજરાત સરકાર રથયાત્રા અંગે મંજૂરી કયારે આપશે?

રાજ્યમાં જનતા કરફ્યૂ બાબતે પણ થશે ચર્ચા

રથયાત્રામાં દર વર્ષેે પાંચ લાખથી પણ વધુ શ્રદ્ધાળુઓ ભગવાન જગન્નાથના દર્શન કરવા માટે મંદિર અને રથયાત્રાના રૂટ ઉપર હાજર હોય છે, ત્યારે આ વર્ષે જે રીતે કોરોનાની પરિસ્થિતિ છે તેને ધ્યાનમાં લઈએ કોરોનાનું સંક્રમણ વધુમાં વધુ ફેલાય નહીં તે જનતા કરફ્યૂની વચ્ચે રથયાત્રા નીકળે તેવું પણ આયોજન રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી રહ્યું હોવાનું સૂત્રો તરફથી માહિતી પ્રાપ્ત થઇ રહી છે.

ABOUT THE AUTHOR

...view details