ગુજરાત

gujarat

Gujarat Corona Update: ગુજરાતમાં ઓમિક્રોનના ભય વચ્ચે કોરોનાના કેસો વધ્યા, એક જ દિવસમાં કુલ 45 કેસો નોંધાયા

By

Published : Dec 1, 2021, 10:38 PM IST

દિવાળી બાદ રાજ્યમાં કોરોના કેસોમાં પહેલા કરતા વધારો (Corona cases rise again) જોવા મળ્યો છે, તેમાં પણ અમદાવાદમાં કોરોના ફરી એકવાર માથું ઊંચકી રહ્યો છે, ત્યારે આજે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 45 કોરોનાના કેસ સામે આવ્યા છે. ગત અઠવાડિયાની સરખામણીએ કોરોના કેસોનો આંક વધ્યો છે. જેમાંથી 11 કેસો અમદાવાદ કોર્પોરેશનમાં નોંધાયા છે. 33 જિલ્લામાંથી 7 કોર્પોરેશન અને 7 જિલ્લામાં કોરોનાના આ કેસો સામે આવ્યા છે. રાજ્યમાં 26 લોકો સાજા થયા બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. એક્ટિવ કેસો (Active cases in gujarat) 300ની નજીક પહોંચ્યા છે.

Gujarat Corona Update: ગુજરાતમાં ઓમિક્રોનના ભય વચ્ચે કોરોનાના કેસો વધ્યા, એક જ દિવસમાં કુલ 45 કેસો નોંધાયા
Gujarat Corona Update: ગુજરાતમાં ઓમિક્રોનના ભય વચ્ચે કોરોનાના કેસો વધ્યા, એક જ દિવસમાં કુલ 45 કેસો નોંધાયા

  • ઓમિક્રોનના ભય વચ્ચે કેસોમાં થઈ રહ્યો છે વધારો
  • એક દર્દીનું કોરોનાથી મૃત્યુ
  • 285 કેસો હજુ પણ રાજ્યમાં સ્ટેબ્લ

ગાંધીનગર: ગુજરાત રાજ્યમાં ફરી કોરોનાના કેસોમાં વધારો (Corona cases rise again) થયો છે. ત્યારે બીજી બાજુ ઓમિક્રોન વાયરસનો ભય (Omicron variant threat in gujarat) પણ સામે આવી રહ્યો છે. વિદેશથી ટ્રાવેલ કરી આવેલા લોકોમાં તેનું સંક્રમણ વધવાની પણ શક્યતા છે, ત્યારે ફરી રાત્રિ કર્ફ્યૂ કોર્પોરેશન વિસ્તારમાં યથાવત રાખવામાં આવ્યુ છે. જો કે, બીજી બાજુ વાયબ્રન્ટ સમિટ 2022 (VGGS 2022) પણ નજીક આવી રહી છે. વાયબ્રન્ટમાં આવનાર લોકોને પણ તકેદારીના ભાગરૂપે ક્વોરેન્ટાઈન રહેવું પડશે, ત્યારે ઓમિક્રોનનો પગ પેસારો ના થાય તેને લઈને પણ તકેદારી રાખવી એટલી જ જરૂરી છે.

8માંથી 7 કોર્પોરેશન વિસ્તારમાં નોંધાયા કેસો

કોરોનાના પોઝિટિવ કેસ (Active cases in gujarat)ની વાત કરવામાં આવે તો 33 જિલ્લામાંથી કોર્પોરેશન વિસ્તારમાં જામનગરમાં 1, અમદાવાદ 11, વડોદરામાં 5, સુરતમાં 4, ભાવનગરમાં 1 અને ગાંધીનગર કોર્પોરેશનમાં 4 કેસ નોંધાયા હતા. જ્યારે 7 જિલ્લામાં નવસારી 2, કચ્છ 3, આણંદ 1, વલસાડમાં 2, ભાવનગરમાં 1 અને ખેડા જિલ્લામાં 1 કેસ નોંધાયો હતો. રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા બહાર પાડવામાં આવતી કોરોનાની યાદીમાં જણાવ્યા પ્રમાણે છેલ્લા 24 કલાકમાં 26 દર્દીઓનો રિપોર્ટ નેગેટિવ આવતા રજા આપવામાં આવી હતી. તેમાં સૌથી વધુ અમદાવાદ અને ગાંધીનગરમાથી 08 લોકો છે.

4,26,161 નાગરિકોને વેક્સિન આપવામાં આવી

કોર્પોરેશન વિસ્તારોમાં સતત ધીમી ગતિએ કોરોના કેસોમાં વધારો થઈ રહ્યો છે, ત્યારે વેક્સિન (Vaccination in gujarat) પ્રક્રિયા વધારવામાં આવી છે. 'હર ઘર દસ્તક' અંતર્ગત તેમજ જાહેર જગ્યાએ પણ કેટલાક કોર્પોરેશન વિસ્તારમાં વેક્સિન અપાઈ રહી છે. આજે 24 કલાકમાં 4,26,161 લોકોને વેક્સિન આપવામાં આવી હતી. અત્યાર સુધી સમગ્ર રાજ્યમાં 8,14,82,652 લોકોને વેક્સિન આપવામાં આવી છે. આજે 18થી 45 વયના 2.81 લાખથી વધુ લાભાર્થીઓને વેક્સિનનો બીજો ડોઝ આપવામાં આવ્યો હતો.

રાજ્યમાં વર્તમાન સ્થિતિ

રાજ્યના આરોગ્ય વિભાગ તરફથી મળતી માહિતી પ્રમાણે હાલ રાજ્યમાં કુલ 293 જેટલા એક્ટિવ કેસ છે, જેમાં 08 દર્દીઓ વેન્ટિલેટર પર અને 285 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં કુલ 10,093 દર્દીઓના સારવાર દરમિયાન મૃત્યુ નોંધાયા છે. અત્યાર સુધીમાં કુલ 8,17,134 દર્દીઓએ કોરોનાને માત આપી છે, જ્યારે ગુજરાતમાં રિકવરી રેટ 98.75 ટકા સુધી પહોંચ્યો છે.

આ પણ વાંચો:Corona variant Omicron:DGCA 15 ડિસેમ્બરથી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ ફરી શરૂ કરવાનું મુલતવી રાખ્યું

આ પણ વાંચો:Omicron Covid-19 Virus: બ્રાઝિલમાં બે કેસ, લેટિન અમેરિકામાં એક કેસ નોંધાયો

ABOUT THE AUTHOR

...view details