ગુજરાત

gujarat

Corona In Gujarat: રાજ્યમાં ફરી વધ્યા કોરોનાના કેસ, 43 લોકોએ કોરોનાને હરાવ્યો

By

Published : Dec 16, 2021, 10:18 PM IST

રાજ્યમાં ઓમિક્રોન વેરિયન્ટ (corona omicron variant)ના પગપેસારા બાદ કોરોનાના કેસો (corona cases in gujarat)માં વધારો જોવા મળ્યો છે. આજે રાજ્યભરમાં 24 કલાકમાં કોરોનાના 68 પોઝિટિવ કેસો નોંધાયા હતા. અમદાવાદમાં સૌથી વધુ 20 કેસો (corona cases in ahmedabad) નોંધાયા છે. કોરોનાના છેલ્લા 3 દિવસથી 60ની અંદર કેસો જોવા મળ્યા હતા, જ્યારે આજે કેસો 2 દિવસની સરખામણીએ ફરી વધ્યા છે. આજે હોસ્પિટલમાંથી સાજા થયા બાદ 43 લોકોને ડિશ્ચાર્જ કરવામાં આવ્યા છે.

Corona In Gujarat: રાજ્યમાં ફરી વધ્યા કોરોનાના કેસ, 43 લોકોએ કોરોનાને હરાવ્યો
Corona In Gujarat: રાજ્યમાં ફરી વધ્યા કોરોનાના કેસ, 43 લોકોએ કોરોનાને હરાવ્યો

ગાંધીનગર: ઓમિક્રોનના (corona omicron variant) કારણે વિશ્વભરમાં ચિંતા પ્રસરી છે, ત્યારે રાજ્ય સરકારે પણ વિદેશથી આવતા લોકોનું સ્કેનિંગ સઘન રીતે હાથ ધર્યું છે. ખાસ કરીને અમદાવાદ (corona cases in ahmedabad) અને વડોદરા કોર્પોરેશનમાં કેસો વધી રહ્યા છે. ઓમિક્રોનના કેસો (omicron cases in gujarat)ની સંખ્યા ધીમી ગતિએ વધી રહી છે. દિવાળીના તહેવારો બાદ ડિસેમ્બર મહિનામાં કોરોનાના કેસો (Corona In Gujarat) વધતા જોવા મળી રહ્યા છે.

કોર્પોરેશન વિસ્તારમાં નોંધાયલા કેસો

જો આ જ સ્થિતિ રહી તોકોરોનાના કેસો (corona cases in gujarat) જાન્યુઆરી સુધી વધુ વધવાની શક્યતા છે. અનેક લોકોના RTPCRના રિપોર્ટ હજુ પેંડિંગ છે. આજે 15 ડિસેમ્બરના રોજ કોરોના પોઝિટિવ કેસો વિવિધ કોર્પોરેશન અને જિલ્લા સ્તરે જોવા મળ્યા હતા. સમગ્ર રાજ્યમાં કોર્પોરેશનની વાત કરીએ તો અમદાવાદમાં 20, સુરત કોર્પોરેશનમાં 09, જામનગર કોર્પોરેશનમાં 03, વડોદરા કોર્પોરેશનમાં 12, રાજકોટ કોર્પોરેશનમાં 07 કેસો નોંધાયા હતા. જિલ્લાની વાત કરીએ તો 33 જિલ્લામાં સિંગલ ડિજિટમાં કેસો નોંધાયા છે.

2,94,532 નાગરિકોને વેક્સિન આપવામાં આવી

ડિસેમ્બર મહિનામાં કોરોનાના કેસોમાં સતત ધીમી ગતિએ વધારો થઈ રહ્યો છે. કોરોનાનું નવું વેરિયન્ટ આવતાની સાથે વેક્સિન (corona vaccination in gujarat)પ્રક્રિયા વેગવંતી બની છે. લોકોને ઘરે જઇ તેમજ જાહેર માર્ગો પર પણ વેક્સિન અપાઈ રહી છે. આજે 24 કલાકમાં 2,94,532 લોકોને વેક્સિન આપવામાં આવી હતી. અત્યાર સુધી સમગ્ર રાજ્યમાં 8,64,92,183 ડોઝ આપવામાં આવ્યા છે. પહેલા ડોઝ (corona vaccine first dose in gujarat)માં ગુજરાત કેરળ બાદ બીજા નંબરે છે, જ્યારે સેકન્ડ ડોઝ (corona vaccine second dose in gujarat) પણ 90 ટકાથી વધુ અપાયા બાદ હવે બૂસ્ટર ડોઝને લઈને વિચારણા ચાલી રહી છે.

રાજ્યમાં વર્તમાન સ્થિતિ

રાજ્યના આરોગ્ય વિભાગ (health department gujarat)તરફથી મળતી માહિતી પ્રમાણે હાલમાં રાજ્યમાં કુલ 580 જેટલા એક્ટિવ કેસ છે, જેમાં 06 દર્દીઓ વેન્ટિલેટર પર અને 574 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં કુલ 10,100 દર્દીઓના સારવાર દરમિયાન મૃત્યુ નોંધાયા છે. અત્યાર સુધીમાં કુલ 8,17,687 દર્દીઓએ કોરોનાને માત આપી છે, જ્યારે ગુજરાતમાં રિકવરી રેટ 98.71 ટકા સુધી પહોંચ્યો છે.

આ પણ વાંચો: Congress MLA Vikram Madam Statement : કોરોના મૃતકોને સહાયને લઇ વિડીયો મેસેજમાં કર્યો ધડાકો

આ પણ વાંચો: Omicron Update in Gujarat : પિલવાઈના આશાવર્કર બહેન ઓમીક્રોન પોઝિટિવ, ઝિમ્બામ્બેથી આવેલા સંબંધીના સંપર્કમાં આવ્યાં હતાં

ABOUT THE AUTHOR

...view details