ETV Bharat / state

Corona Update in Gujarat : નવસારીમાં આજે 3 વિદ્યાર્થીઓ સહિત 5 કોરોના પોઝિટીવ

author img

By

Published : Dec 16, 2021, 8:40 PM IST

નવસારી જિલ્લામાં કોરોના હવે ગતિ પકડી રહ્યો છે. બે દિવસોમાં જ નવસારીમાં (Corona Update in Gujarat) કોરોનાના 12 કેસ નોંધાયા છે. આજે જિલ્લામાં ત્રણ વિદ્યાર્થીઓ (Cororna Positive Students) સહિત 5 લોકો કોરોના સંક્રમિત થયા છે. તેની સાથે જ જિલ્લામાં એક્ટિવ કોરોના કેસની સંખ્યા 35 પર (Corona Positive cases in Navsari) પહોંચી છે.

Corona Update in Gujarat : નવસારીમાં આજે 3 વિદ્યાર્થીઓ સહિત 5 કોરોના પોઝિટીવ
Corona Update in Gujarat : નવસારીમાં આજે 3 વિદ્યાર્થીઓ સહિત 5 કોરોના પોઝિટીવ

નવસારીઃ નવસારી જિલ્લામાં બીજી લહેર બાદ નવેમ્બરથી કોરોનાના કેસ (Corona Update in Gujarat) વધી રહ્યા છે. જેમાં ડિસેમ્બરના બે અઠવાડિયામાં જ જિલ્લામાં 43 લોકો કોરોના પોઝિટીવ (Corona Positive cases in Navsari)થયા છે. જ્યારે આજે વધુ 5 લોકો કોરોના સંક્રમણનો ભોગ બન્યા છે. જેમાં ખેરગામ તાલુકાની દત્ત આશ્રમ શાળાનો 13 વર્ષીય વિદ્યાર્થી અને 15 વર્ષીય વિદ્યાર્થીની કોરોના પોઝિટીવ (Cororna Positive Students) આવ્યા છે.

100 થી વધુ વિદ્યાર્થીઓના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા

તાલુકા આરોગ્ય વિભાગ દ્વારા સતર્કતા સાથે આશ્રમ શાળામાં 100 થી વધુ વિદ્યાર્થીઓના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. જ્યારે બીજી તરફ ચીખલી તાલુકાની ઘેકટી પ્રાથમિક શાળાનો 12 વર્ષીય વિદ્યાર્થી કોરોના પોઝિટીવ (Corona Update in Gujarat) આવતા તેના વર્ગના વિદ્યાર્થીઓના પણ કોરોના ટેસ્ટ (Cororna Positive Students) કરવામાં આવ્યા છે. સાથે જ શાળાના વર્ગને પાંચ દિવસ સુધી બંધ રાખવાની સુચના આરોગ્ય વિભાગે આપી છે. આ સાથે જ ગણદેવી તાલુકાની 60 વર્ષીય વૃદ્ધા અને 30 વર્ષીય મહિલા પણ કોરોના સંક્રમિત થતા જિલ્લામાં એક્ટિવ કોરોના દર્દીઓની સંખ્યા 35 પર (Corona Positive cases in Navsari)પહોંચી છે.

જિલ્લામાં એક્ટિવ કોરોના કેસની સંખ્યા 35 પર પહોંચી
જિલ્લામાં એક્ટિવ કોરોના કેસની સંખ્યા 35 પર પહોંચી

સાડા પાંચ મહિનામાં 29 વિદ્યાર્થીઓ અને 13 શિક્ષકો કોરોના પોઝિટિવ

નવસારી જિલ્લામાં શાળાઓ શરૂ થતાની સાથે જ શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકો પણ કોરોના સંક્રમણનો ભોગ (Corona Update in Gujarat) બની રહ્યા છે. જેમાં ગત જુલાઈ 2021થી શાળા શરૂ થયા બાદ અત્યાર સુધીના સાડા પાંચ મહિનામાં જિલ્લાની વિવિધ શાળાઓના કુલ 29 વિદ્યાર્થીઓ અને 13 શિક્ષકો પણ કોરોના સંક્રમિત (Cororna Positive Students) થયા છે. શાળામાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો કોરોના પોઝિટીવ આવતા આરોગ્ય વિભાગ પણ સતર્કતા રાખી રહ્યું છે. વિભાગે જિલ્લાની 800 થી વધુ શાળાઓમાં સ્ક્રિનીંગ શરૂ કર્યુ છે. સાથે જ અત્યાર સુધીમાં આરોગ્ય વિભાગે વિવિધ શાળાઓમાં કુલ 12 હજારથી વધુ વિદ્યાર્થીઓના કોરોના ટેસ્ટ (Corona Positive cases in Navsari) પણ કર્યા છે.

આ પણ વાંચોઃ Omicron Update in Gujarat : પિલવાઈના આશાવર્કર બહેન ઓમીક્રોન પોઝિટિવ, ઝિમ્બામ્બેથી આવેલા સંબંધીના સંપર્કમાં આવ્યાં હતાં

આ પણ વાંચોઃ Vadodara Health Department Preparation: ઓમિક્રોનને ધ્યાનમાં રાખી બાળ રોગ વિભાગમાં સ્પેશિયલ વોર્ડ શરૂ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.