ગુજરાત

gujarat

Corona Guidelines Gujarat: વધતા કોરોના કેસોને જોતા રાજ્ય સરકારે જાહેર કર્યા નવા નિયમો, લગ્ન પ્રસંગમાં 150 લોકોની મર્યાદા

By

Published : Jan 11, 2022, 8:27 PM IST

રાજ્યમાં વધી રહેલા કોરોનાના કેસોને જોતા રાજકીય, સામાજીક, શૈક્ષણિક, સાંસ્કૃતિક ,ધાર્મિક કાર્યક્રમો જેવા જાહેર સમારંભો અને મેળાવડાઓમાં વધુમાં વધુ 150 વ્યક્તિઓની મર્યાદા નક્કી કરવામાં આવી છે. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.

Corona Guidelines Gujarat: વધતા કોરોના કેસોને જોતા રાજ્ય સરકારે જાહેર કર્યા નવા નિયમો, લગ્ન પ્રસંગમાં 150 લોકોની મર્યાદા
Corona Guidelines Gujarat: વધતા કોરોના કેસોને જોતા રાજ્ય સરકારે જાહેર કર્યા નવા નિયમો, લગ્ન પ્રસંગમાં 150 લોકોની મર્યાદા

ગાંધીનગર: રાજ્યમાં વધી રહેલા કોરોનાના કેસોને લઇને ગુજરાત સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં રાજ્યના નાગરિકોના વ્યાપક આરોગ્ય હિતમાં કેટલાક મહત્વના નિર્ણય લેવામાં આવ્યા છે. આ ફેરફારો આવતીકાલે એટલે કે તારીખ 12મી જાન્યુઆરી 2022થી અમલમાં આવશે અને અને તારીખ 22મી જાન્યુઆરી 2022ના સવારે 06:00 વાગ્યા સુધી અમલમાં રહેશે.

તમામ સમારંભો અને મેળાવડામાં 150 વ્યક્તિઓની મર્યાદા

કોર કમિટીમાં લેવાયેલા આ નિર્ણય મુજબ રાજ્યમાં તમામ પ્રકારના રાજકીય, સામાજીક, શૈક્ષણિક, સાંસ્કૃતિક ,ધાર્મિક કાર્યક્રમો જેવા જાહેર સમારંભો અને મેળાવડાઓમાં વધુમાં વધુ 150 વ્યક્તિઓની મર્યાદા રહેશે. બંધ સ્થળોએ યોજાતા આવા સમારોહ જગ્યાની ક્ષમતાના 50 ટકા પરંતુ, વધુમાં વધુ 150 વ્યક્તિઓની સંખ્યામાં યોજી શકાશે.

આ પણ વાંચો:Corona case in Vadodara: કોરોના સામેની લડાઈમાં વડોદરાનું આરોગ્ય વિભાગ સજ્જ, શું છે તૈયારીઓ જાણો

22 જાન્યુઆરી 2022 સુધી અમલમાં રહેશે આ નિયમો

રાજ્યમાં લગ્ન સમારોહ માટે ખુલ્લી જગ્યામાં 150 વ્યક્તિઓની મર્યાદામાં યોજી શકાશે. આવા લગ્ન સમારોહ બંધ જગ્યાએ યોજાય ત્યારે જગ્યાની ક્ષમતાના 50 ટકા પરંતુ, વધુમાં વધુ 150 વ્યક્તિઓની મર્યાદામાં યોજવાના રહેશે. રાજ્ય સરકાર દ્વારા કોરોના સંક્રમણ નિયંત્રણ સંદર્ભે જારી કરવામાં આવેલી ગૃહ વિભાગની માર્ગદર્શિકાની અન્ય બાબતો આગામી 22 જાન્યુઆરી 2022ના સવારે 06:00 સુધી અમલમાં રહેશે.

આ પણ વાંચો:Corona Cases in Kutch : કચ્છ જિલ્લામાં કોરોનાના નવા 109 કેસો, ઓમીક્રોનના 2 કેસો નોંધાયા

ABOUT THE AUTHOR

...view details