ગુજરાત

gujarat

Corona cases in Gujarat: ક્યાં છે માસ્ક ક્લ્ચર લોકોમાં, ક્યારે રોકાશે આ કોરોના

By

Published : Jun 11, 2022, 10:22 PM IST

ગુજરાતમાં કોરોનના કેસો(Corona cases in Gujarat) સતત વધતા નજરે ચડે છે. જ્યારે લોકો વધુ આરામદાયક અને કેરલેસ(Careless People for Corona) થઇ ચુક્યા છે. તદુપરાંત લોકો કોરોના કાળ દરમિયાન જે સમયમાંથી પસાર થયા હતા એ સમય હવે તેમને યાદ રહ્યો નથી. ચાલો જાણીયે ક્યાં અને કેટલા કેસીસ ગુજરાતના શહેરોમાં છે. આ સાથે આ તમામ પરિસ્થિતિ પાછળ ક્યાં ક્યાં કારણો જાવાબદાર હોઈ શકે.

Corona cases in Gujarat: ક્યાં છે માસ્ક ક્લ્ચર અત્યારે લોકોમાં, ક્યારે રોકાશે આ કોરોના
Corona cases in Gujarat: ક્યાં છે માસ્ક ક્લ્ચર અત્યારે લોકોમાં, ક્યારે રોકાશે આ કોરોના

ગાંધીનગર: ગુજરાતમાં કોરોના કેસમાં હવે ધીમે ધીમે રોજ 20થી 30 કેસનો વધારો થઇ રહ્યો છે. તે પરિણામે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કુલ 154 કેટલા પોઝિટિવ કેસ સામે આવ્યા છે. આમ ગુજરાતમાં હવે કુલ એક્ટિવ કેસ 704 થયા છે, પરંતુ વેન્ટિલેટર ઉપર એક પણ દર્દી નથી. આમ આમ દર્દીઓ અત્યારે સ્ટેબલ છે. જ્યારે અત્યારસુધીમાં 10,945 મૃત્યુ(Careless People for Corona) નોંધાયા છે, આજે 58 દર્દીઓએ રજા આપવામાં આવી હતી.

ક્યાં ગુજરાતના કોર્પોરેશનમાં કેટલા કેસ નોંધાયા
No. કોર્પોરેશનો કોરોના કેસો
1 અમદાવાદ 80
2 બરોડા 22
3 ગાંધીનગર 05
4 સુરત 12
5 રાજકોટ 04
6 બરોડા ગ્રામ્ય 11
7 ભાવનગર કોર્પોરેશન 03
8 મહેસાણા 03

આ પણ વાંચો:અમદાવાદમાં કોરોના રિટર્ન્સ : આવતીકાલથી આ જગ્યાએ શરુ થશે ટેસ્ટિંગ

આજે 44,133 રસીકરણ થયું -કોરોના સામે રસીકરણ પણ બહુ જ મહત્વની ભૂમિકા ભજવી છે ત્યારે આજે 11 જૂનના રોજ સમગ્ર રાજ્યમાં કુલ 44,133 નાગરિકોનું રસીકરણ(Corona Vaccination Gujarat) કરવામાં આવ્યું હતું જેમાં પ્રિકોશન ડોઝમાં(Corona Precaution Doses) 22,493 12 થી 14 વર્ષના પ્રથમ ડોઝમાં 542, બીજા ડોઝમાં 2309 સહિત સમગ્ર રાજ્યમાં આજ દિન સુધીમાં કુલ 11,05,11,551 નાગરિકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો:હવે બસ અને રેલવે સ્ટેશન પર શંકાસ્પદ પ્રવાસીઓનો થશે કોરોના ટેસ્ટ, AMC આવ્યું હરકતમાં

માસ્ક ક્લ્ચર પણ ખતમ થતું નજરે ચડી આવે છે - કોરોના કેસોને નિયંત્રણમાં લાવવા માટે હાલના તબક્કે શક્યતાઓ ઘણી ઓછી વિશ્વમાં જયારે કોરોનાના કેસીસ વધી રહ્યા છે, ત્યારે ગુજરાતમાં પણ કારોનાના દર્દીઓમાં વધારો જોવા મળ્યો છે. કોરોના કેસો વધે છે પરંતુ તેને નિયંત્રણમાં લાવવા માટે હાલના તબક્કે શક્યતાઓ ઘણી ઓછી દેખાઈ રહી છે. આ ઉપરાંત પેહલા જેવું વેક્સિનેશન બૂસ્ટર ડોઝ(Booster Dose Vaccination) માટે અસરકારક નથી. આ સાથે સાથે માસ્ક ક્લ્ચર પણ ખતમ(Mask culture Among the People) થતું નજરે ચડી આવે છે. જયારે પ્રવાસીઓ માટે જે ગાઇડલાઇન(Currently Tourist Guideline) હતી. હવે તેવી કોઈ ચોક્કસાઈઓ લાદવામાં આવતી નથી. જેને લઈને બેફામ પરિસ્થિતિ સર્જાઈ રહી છે.

ABOUT THE AUTHOR

...view details